૧૭.૦૨

યજ્ઞથી યહૂદી ધર્મ

યજ્ઞ

યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં…

વધુ વાંચો >

યજ્ઞપુરુષ

યજ્ઞપુરુષ : સમષ્ટિરૂપ સ્થૂળ જગતની પ્રતિકૃતિરૂપ યજ્ઞ. ઋગ્વેદમાં ઋષિઓએ યજ્ઞને સમષ્ટિરૂપ પુરુષ કહ્યો છે.   ચંદ્રમા એનું મન છે, સૂર્ય એની આંખ છે, વાયુ એના કર્ણ છે અને પ્રાણ તેમજ અગ્નિ એનું મુખ છે. આ રીતે વૈદિક યજ્ઞપુરુષ યજ્ઞદેવના પ્રતીકરૂપ હતા. યજ્ઞ-ફળમાં પણ એથી એમનો ભાગ ગણાતો. યજ્ઞપુરુષ આ મહત્તાને કારણે…

વધુ વાંચો >

યજ્ઞશાળા

યજ્ઞશાળા : યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો અલાયદો ખંડ કે મંડપ. વેદકાળમાં યજ્ઞશાળા રૂપે ઘરનો એક ખંડ પ્રયોજાતો અને તેમાં નિત્ય અને નૈમિત્તિક એમ બંને પ્રકારના હોમ કરવામાં આવતા. મોટા ઉત્સવો, પર્વો તેમજ જાહેર અને વિશિષ્ટ યાજ્ઞિક અનુષ્ઠાનો કરવા પ્રસંગે અલગ યજ્ઞમંડપ ઊભો કરાતો. તેમાં મધ્યમાં યજ્ઞકુંડની રચના શુલ્વાદિસૂત્ર ગ્રંથાનુસારે થતી.…

વધુ વાંચો >

યજ્ઞશ્રી શાતકર્ણી

યજ્ઞશ્રી શાતકર્ણી (શાસનકાળ – ઈ. સ. 174–203) : દખ્ખણ કે દક્ષિણાપથના સાતવાહન વંશનો મહત્વનો રાજા. તેના અભિલેખો નાસિક, કાન્હેરી તથા કૃષ્ણા જિલ્લાના ચિના ગંજમમાંથી અને સિક્કા તમિલનાડુ રાજ્યના કૃષ્ણા અને ગોદાવરી જિલ્લા તથા મધ્યપ્રદેશના ચાંદ જિલ્લામાંથી વરાડ, ઉત્તર કોંકણ, વડોદરા તથા સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. સોપારા(પ્રાચીન સુપ્રારક)માંથી તેના ચાંદીના સિક્કા…

વધુ વાંચો >

યજ્ઞસેન

યજ્ઞસેન (ઈ. પૂ.ની બીજી સદી) : વિદર્ભનો રાજા. પુષ્યમિત્ર શુંગ(ઈ. પૂ. 187–151)નો હરીફ અને મૌર્ય સમ્રાટના સચિવનો બનેવી. સંસ્કૃત નાટક ‘માલવિકાગ્નિમિત્ર’માં કાલિદાસે જણાવ્યું છે કે અગ્નિમિત્ર(પુષ્યમિત્રનો પુત્ર)નો મિત્ર માધવસેન યજ્ઞસેનનો પિતરાઈ હતો. તે વિદિશા જતો હતો ત્યારે યજ્ઞસેનના અંતપાલે (સરહદ પરના સૂબાએ) તેની ધરપકડ કરી. તેથી અગ્નિમિત્રે તુરત જ તેને…

વધુ વાંચો >

યજ્ઞોપવીત

યજ્ઞોપવીત : જુઓ સંસ્કાર

વધુ વાંચો >

યઝીદ બિન હઝરત મુઆવિયા

યઝીદ બિન હઝરત મુઆવિયા (જ. 642, હવારીન; અ. 11 નવેમ્બર 683) : પ્રસિદ્ધ મુસ્લિમ ઉમૈયા વંશના સ્થાપક અમીર મુઆવિયાનો પુત્ર, સીરિયાનો અત્યાચારી બાદશાહ. માતાનું નામ મૈસૂન બિન્તે બજદલ. હઝરત ઇમામ હસનની ખિલાફત પછી હઝરત અમીર મુઆવિયા અમીરુલ મોમિનીન એટલે કે ખલીફા બન્યા. અંતિમ સમયમાં તેમણે પોતાના પુત્ર યઝીદને ગાદી મળે…

વધુ વાંચો >

યત દૂરેઇ જાઇ (1962)

યત દૂરેઇ જાઇ (1962) : બંગાળી કવિ સુભાષ મુખોપાધ્યાય (1919) રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1964ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. સુભાષ મુખોપાધ્યાય કોલકાતા યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમના રાજ્યનાં રાજકીય આંદોલનોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા અને વિદ્યાર્થી અવસ્થાથી જ તેમાં સક્રિય ભાગ લેતા હતા. 1942માં તેઓ ભારતના સામ્યવાદી…

વધુ વાંચો >

યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage)

યથાપૂર્વ જળપરિવાહ (anticedent drainage) : ગિરિનિર્માણ-ભૂસંચલન થયા અગાઉ જે તે પ્રદેશમાં અસ્તિત્વ ધરાવતી નદીનો જળપરિવાહ ભૂમિ-ઉત્થાન થઈ ગયા પછી પણ લગભગ ત્યાં જ યથાવત્ જળવાઈ રહેવાની સ્થિતિ. ભૂસંચલન દરમિયાન અસરગ્રાહ્ય ભૂમિભાગોનું ક્રમશ: ઉત્થાન થતું જાય અને છેવટે ગિરિનિર્માણમાં પરિણમે એ પ્રસ્થાપિત થઈ ચૂકેલી ભૂસ્તરીય ઘટના ગણાય છે. આવા ભૂમિભાગોમાં વહેતી…

વધુ વાંચો >

યથાર્થવાદ (realism)

યથાર્થવાદ (realism) : ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રાંસમાં પ્રકટેલ કલાપ્રવાહ. આ કલાપ્રવાહનો પ્રણેતા ચિત્રકાર ગુસ્તાફ કૉર્બે (Gustave Corbet, 1819–1877) સમકાલીન બે મુખ્ય કલાપ્રવાહો – રંગદર્શિતાવાદ (romanticism) અને નવપ્રશિષ્ટતાવાદ-(neoclassicism)થી કંટાળ્યો હતો. રંગદર્શિતાવાદના માનવમનને બહેકાવતી લાગણીઓના સ્વપ્નિલ વિહાર તેમજ નવપ્રશિષ્ટતાવાદમાં અંકિત થતાં ગ્રેકોરોમન વીરનાયકો, નાયિકાઓ અને દેવદેવીઓનાં ચિત્રો અને શિલ્પો નિહાળી-નિહાળીને તે થાક્યો…

વધુ વાંચો >

યર્બી, ફ્રૅન્ક

Jan 2, 2003

યર્બી, ફ્રૅન્ક (જ. 5 સપ્ટેમ્બર 1916, ઑગસ્ટા) : અમેરિકાના ઐતિહાસિક નવલકથાકાર. તેમને ‘હેલ્થ કાર્ડ’ (1944) નામક વાર્તાસંગ્રહ માટે ઓ’ હેનરી સ્પેશ્યલ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની નવલકથા ‘ધ ફૉક્સિસ ઑવ્ હૅરો’(1946)એ તેમને વ્યાપક પ્રસિદ્ધિ અપાવી હતી. તે નવલકથાનું ધૂમ વેચાણ થયું હતું. 1947માં તેના આધારે ફિલ્મનું નિર્માણ પણ કરવામાં…

વધુ વાંચો >

યલાઇડ (ylide અથવા ylid)

Jan 2, 2003

યલાઇડ (ylide અથવા ylid) : બે પાસપાસેના (adjacent) પરમાણુઓ સૂત્રગત (formal) ધન અને ઋણ વીજભાર ધરાવતા હોય અને જેમાં બંને પરમાણુઓનાં ઇલેક્ટ્રૉન-અષ્ટક પૂર્ણ હોય તેવાં વિવિધ કાર્બનિક સંયોજનો. આ સંયોજનોમાં ધન વીજભારની ઉચ્ચ માત્રા ધરાવતો હોય તેવા વિષમ પરમાણુ (heteratom) સાથે કાર્બએનાયન જોડાયેલો હોય છે : યલાઇડ તટસ્થ સંયોજન છે,…

વધુ વાંચો >

યલો બુક, ધ (1894–’97)

Jan 2, 2003

યલો બુક, ધ (1894–’97) : આકર્ષક દેખાવનું પણ અલ્પજીવી નીવડેલું અંગ્રેજી સાહિત્યિક સામયિક. પ્રકાશનના પ્રારંભકાળથી જ તેણે અંગ્રેજી સાહિત્યજગતને અરૂઢ પ્રકારના વિષયોને લગતા લેખોથી ભડકાવવા ધાર્યું હતું અને થોડા જ સમયમાં તે નામચીન બની ગયું હતું. સાહિત્ય તેમ કલાને વરેલા આ સામયિકના પ્રકાશક જે. લેર્ન હતા અને તેના તંત્રી હતા…

વધુ વાંચો >

યલોસ્ટોન નૅશનલ પાર્ક

Jan 2, 2003

યલોસ્ટોન નૅશનલ પાર્ક : યુ.એસ.ના વ્યોમિંગ રાજ્યમાં આવેલો દુનિયાનો જૂનામાં જૂનો નૅશનલ પાર્ક. ભૌગોલિક સ્થાન : 44° 30´ ઉ. અ. અને 110° 00´ પ. રે. આ રાષ્ટ્રીય ઉદ્યાન ઘણી બધી કુદરતી અજાયબીઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલો છે. અહીં દુનિયાના કોઈ પણ અન્ય પ્રદેશમાં જોવા મળતા હોય તે કરતાં ઘણી સંખ્યામાં…

વધુ વાંચો >

યવતમાળ

Jan 2, 2003

યવતમાળ : મહારાષ્ટ્રના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 19° 30´થી 20° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 10´ પૂ. રે. વચ્ચેનો લગભગ 13,584 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો વસ્તીની દૃષ્ટિએ નાનો પણ વિસ્તારની દૃષ્ટિએ પ્રમાણમાં મોટો છે.…

વધુ વાંચો >

યવન દેશ

Jan 2, 2003

યવન દેશ : પ્રાચીન કાળ દરમિયાન યવનો (ગ્રીકો) દ્વારા શાસિત ભારતીય અને તેને અડીને આવેલા પ્રદેશ કે વિસ્તાર માટે પ્રાચીન ભારતીય સાહિત્ય તેમજ ઉત્કીર્ણ લેખોમાં વપરાયેલો શબ્દ. મૌર્ય સમ્રાટ અશોક(ઈ. પૂ. 273–236)ના શિલાલેખમાં તેમજ બૌદ્ધ પાલિગ્રંથ ‘મઝ્ઝીમનીકાય’માં પ્રાકૃતમાં અનુક્રમે ‘યોન દેશ’ અને ‘યોનનો પ્રદેશ’ એમ ઉલ્લેખ મળે છે. આ યોન…

વધુ વાંચો >

યવાની ખાંડવચૂર્ણ

Jan 2, 2003

યવાની ખાંડવચૂર્ણ : આયુર્વેદના ‘શાર્ડ્ંગધર સંહિતા’ તથા ‘યોગરત્નાકર’ ગ્રંથમાં ‘અરોચક-ચિકિત્સા’ માટે દર્શાવેલ ઉપચાર. યવાની ખાંડવચૂર્ણનો પાઠ : (યોગરત્નાકર) : અજમો (યવાની), આંબલી, સૂંઠ, અમ્લવેતસ, દાડમના સૂકા દાણા તથા ખાટાં બોરની (સૂકી ઉપલી) છાલ – આ દરેક દ્રવ્ય 10-10 ગ્રામ લઈ પછી સૂકા ધાણા, સંચળ, જીરું અને તજ – આ દરેક…

વધુ વાંચો >

યશ પાલ

Jan 2, 2003

યશ પાલ (જ. 26 નવેમ્બર 1926, ઝંગ [હાલ પાકિસ્તાનમાં]) : ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. પંજાબ યુનિવર્સિટીમાંથી 1948માં બી.એસસી. અને 1949માં એમ.એસસી. થયા બાદ યશ પાલે 1950માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR), મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. 1958માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી…

વધુ વાંચો >

યશપાલ

Jan 2, 2003

યશપાલ (જ. 3 ડિસેમ્બર 1903, ફીરોઝપુર; અ. 27 ડિસેમ્બર 1976 ?) : હિંદીના જાણીતા સાહિત્યકાર અને પ્રખર સમાજવાદી ચિંતક. મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની. પિતા હીરાલાલ વતનમાં એક નાનકડી દુકાન ચલાવતા. માતા પ્રેમદેવી ફીરોઝપુર છાવણીમાં અધ્યાપિકા હતાં. તેઓ આર્યસમાજના અનુયાયી હોવાથી યશપાલનું પ્રાથમિક શિક્ષણ ગુરુકુલ, કાંગડી ખાતે અને માધ્યમિક…

વધુ વાંચો >

યશ:પાલ, કવિ

Jan 2, 2003

યશ:પાલ, કવિ : मोहराजपराजय સંસ્કૃત નાટકના લેખક. ગુજરાતના શંકરભક્ત રાજા કુમારપાલે (ઈ. સ. 1143 –1172) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ઈ. સ. 1160 (વિ. સં. 1216)માં જૈનધર્મ અંગીકાર કર્યો. ત્યારબાદ થોડાં વર્ષ પછી, કવિ યશ:પાલે આ નાટકની રચના કરી. એ ગુણ-દોષનાં રૂપક-પાત્રો ધરાવતું નાટક છે. આ નાટકમાં કુમારપાલે મોહરાજનો કેવી રીતે પરાજય…

વધુ વાંચો >