૧૦.૧૪
નિક્રોમથી નિનેવેહ (Nineveh)
નિક્રોમ
નિક્રોમ : વીજતાપકો(electric heaters)ના તાર માટે વપરાતી નિકલ-ક્રોમિયમ મિશ્રધાતુઓના સમૂહ માટે વપરાતો શબ્દ. આ મિશ્રધાતુઓનો વિદ્યુત-અવરોધ ઘણો વધારે હોય છે. તેમનું ઉપચયન સહેલાઈથી થતું નહિ હોવાથી તે ઇસ્ત્રી અને ટોસ્ટર જેવાં ગૃહઉપયોગી સાધનોમાં તથા ઔદ્યોગિક ભઠ્ઠીઓમાં વપરાય છે. તે ખાણ અને દરિયાનાં પાણી તેમજ સલ્ફ્યુરસ વાતાવરણમાં પણ ટકી રહે છે.…
વધુ વાંચો >નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ)
નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ) (જ. 9 જાન્યુઆરી 1913, યોર્બા લિન્ડા, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 22 એપ્રિલ 1994, ન્યૂયૉર્ક) : અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી મુત્સદ્દી તથા સંયુક્ત રાજ્ય અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ (1969–74). વ્યવસાયે વકીલ એવા નિક્સન આઈઝન-હોવરના પ્રમુખ તરીકેના કાર્યકાળ (1953–61) દરમિયાન દેશના ઉપપ્રમુખ-પદે રહ્યા હતા. મહાઅભિયોગની મક્કમ ધમકીનો સામનો કરનાર તથા હોદ્દા…
વધુ વાંચો >નિક્સી ટ્યૂબ
નિક્સી ટ્યૂબ : અંકદર્શક તરીકે ઉપયોગ કરી શકાય તે માટે બનાવવામાં આવેલી ખાસ પ્રકારની નિર્વાત નળી (vacuum tube). પારદર્શક કાચની નળીમાં એક ધનાગ્ર (anode) અને શૂન્યથી નવ અંક દર્શાવતા જુદા જુદા દસ ઋણાગ્રો (cathodes) હોય છે. ઋણાગ્રો પાતળા તારમાંથી અંગ્રેજી આંકડા (1,2,……….. વગેરે) અને અક્ષરો(A,B,C,………… વગેરે)ના આકારમાં બનાવેલા હોય છે.…
વધુ વાંચો >નિક્ષેપ (bailment)
નિક્ષેપ (bailment) : માલની કરારહસ્તક સોંપણી. ભારતીય કરારધારાની જોગવાઈઓ પૈકી કલમ 148 મુજબ નિક્ષેપ એટલે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કોઈ હેતુ માટે કરારથી કોઈ માલની કરેલી સોંપણી, જે માલ હેતુ સિદ્ધ થયે કાં તો પરત કરવાનો હોય કે જેનો સોંપનાર વ્યક્તિની સૂચનાઓ મુજબ નિકાલ કરવાનો હોય. કોઈ વ્યક્તિનો માલ બીજી…
વધુ વાંચો >નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર)
નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર) : જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં શબ્દ કે અર્થનું વિશ્લેષણ કરવાની એક પ્રક્રિયા. વિદ્વાન જૈન મુનિઓએ શબ્દોની નિરુક્તિ કે અર્થવિશ્લેષણ કરવાની નિક્ષેપ (પ્રાકૃત – નિક્ખેવ) નામે એક અપૂર્વ પ્રક્રિયા નિર્યુક્તિઓમાં શરૂ કરી જેને ભાષ્યો અને ચૂર્ણિઓમાં ખૂબ વેગ મળ્યો. નિર્યુક્તિ વગેરે સાહિત્યમાં આવી પ્રક્રિયા માટે વપરાતો ‘નિક્ષેપ’ શબ્દ જૈન ધર્મકથાઓમાં…
વધુ વાંચો >નિક્ષેપરચનાપ્રકારો (facies)
નિક્ષેપરચનાપ્રકારો (facies) : ખડકોની નિક્ષેપજમાવટ દરમિયાન પ્રાપ્ત સંજોગો મુજબ તૈયાર થતો રચનાપ્રકાર. નિક્ષેપરચનાપ્રકાર પ્રદેશભેદે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ હેઠળ ફેરફારોને અધીન રહે છે. ભૂસ્તરીય સંદર્ભમાં નિક્ષેપરચનાપ્રકારના જુદા જુદા અર્થ ઘટાવી શકાય છે : ખડકવિદ્યાત્મક, સ્તરવિદ્યાત્મક, ઉત્પત્તિસ્થિતિજન્ય, જીવાવશેષજન્ય અને સ્થાનિક પરિસ્થિતિજન્ય. જળકૃત ખડક પ્રકાર, ખનિજબંધારણ, સ્તરરચનાત્મક લક્ષણો, સમાવિષ્ટ જીવાવશેષ પ્રકાર વગેરે જેવી…
વધુ વાંચો >નિગમ–આગમ
નિગમ–આગમ : શાક્તતંત્રોમાં વક્તા-શ્રોતાને આધારે પ્રવર્તતા બે પ્રકાર. જ્યાં શાક્ત ઉપાસના જ્ઞાન, આચરણ, વિધિ વગેરેનું નિરૂપણ દેવી કે શિવા કરે છે અને શિવ શિષ્યની માફક તે બોધ સાંભળે છે, સમજે છે અને શીખે છે તેને ‘નિગમ’ કહેવામાં આવે છે, જ્યારે વક્તા સ્વયં શિવ હોય અને શિવા સાંભળતાં હોય એવું શાક્તતંત્ર…
વધુ વાંચો >નિગો દિન્હ દિયમ
નિગો દિન્હ દિયમ (જ. 3 જાન્યુઆરી 1901, હુઈ, ક્વાંગ બિન પ્રાંત; અ. 2 નવેમ્બર 1963, ચો લોન, દક્ષિણ વિયેટનામ) : દક્ષિણ વિયેટનામના અગ્રણી રાજકીય નેતા તથા તે દેશના પ્રથમ પ્રમુખ. તેઓ રોમન કૅથલિક ધર્મના અનુયાયી તથા ચુસ્ત રાષ્ટ્રવાદી હતા. તેમના પૂર્વજોએ સત્તરમી સદીમાં કૅથલિક સંપ્રદાય અપનાવ્યો હતો. યુવાનીમાં તે શાહી…
વધુ વાંચો >નિઘંટુ
નિઘંટુ : મૂળમાં વૈદિક શબ્દોનો કોશ-ગ્રંથ. એને નિઘંટુ કહેવાનું કારણ એ છે કે વૈદિક મંત્રોના ગૂઢાર્થ એમાં પ્રગટ કરવામાં આવ્યા છે. આમ વૈદિક શબ્દોનો આ કોશમાંથી પાઠ કરાતો હોવાથી પણ એને ‘નિઘંટુ’ કહે છે. વેદાર્થ જ્ઞાન માટે નિઘંટુમાં સમાવિષ્ટ શબ્દો જ સ્વીકૃત ગણાય છે. નિઘંટુમાં પાંચ અધ્યાય છે. પ્રથમ ત્રણ…
વધુ વાંચો >નિચક્ષુ
નિચક્ષુ : નિચક્ષુ એ કુરુવંશ રાજા જનમેજયના વંશજ અને અધિસીમ કૃષ્ણના પુત્ર અને હસ્તિનાપુરના રાજા. નિચક્ષુના સમયમાં હસ્તિનાપુર ઉપર ગંગા નદીનાં પૂર ફરી વળતાં પૌરવ વંશના એ પ્રાચીન નગરને છોડીને નવી રાજધાની વત્સ દેશની કૌશામ્બી નગરીમાં રાખવામાં આવી હતી એવો ઉલ્લેખ છે. નિચક્ષુની વંશાવળી : નિચક્ષુના 8 પુત્રોનાં નામ પુરાણોમાં…
વધુ વાંચો >નિચુકનિ ગીત
નિચુકનિ ગીત : આસામી સાહિત્યનાં હાલરડાં. એમાં બાળકો પ્રત્યેની કોમળ લાગણી તથા કલ્પના જોવા મળે છે. ખૂબ પ્રચલિત એવા નિચુકનિ ગીતમાં કહ્યું છે : જો ન બાઈ એ એ જી એટિ વિયા. (હે ચન્દ્રમા, સોય આપ. એના વડે હું થેલી સીવીશ. થેલીમાં ધન ભરીશ. ધનથી હાથી ખરીદીશ ને હાથી પર…
વધુ વાંચો >નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી
નિજલિંગપ્પા, સિદ્ધવનહાલી (જ. 10 ડિસેમ્બર 1902, હાલુવાગાલુ, જિ. બેલારી, કર્ણાટક અ. 8 ઑગસ્ટ 2000, ચિત્રદુર્ગ) : રાષ્ટ્રીય કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ. મધ્યમવર્ગીય લિંગાયત કુટુંબમાં જન્મ. પિતા આદિવેપ્પા નાના વેપારી તથા માતા નિલામ્મા શિવનાં અનન્ય ભક્ત હતાં. પાંચ વર્ષની નાની વયે પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ ઍંગ્લો વર્નાક્યુલર શાળા દેવનગિરિ તથા માધ્યમિક…
વધુ વાંચો >નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ)
નિજાનંદ સમ્પ્રદાય (શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ) : શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે વધારે જાણીતો સમ્પ્રદાય. નિજાનંદાયાર્ચ દેવચન્દ્રજી મહારાજે તે સ્થાપેલો હતો. દેવચન્દ્રજીનો જન્મ ઈ. સ. 1581માં મારવાડ પ્રદેશ (વર્તમાન પાકિસ્તાનનો સિંધ પ્રાન્ત)ના ઉમરકોટ ગામમાં થયો હતો. પિતા અને માતાનું નામ ક્રમશ: મનુ મહેતા તથા કુંવરબાઈ હતું. ધાર્મિક વૃત્તિના મનુ મહેતા…
વધુ વાંચો >નિઝામાબાદ
નિઝામાબાદ : તેલંગાણા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લો 18 07´થી 19 7´ ઉ. અ. અને 77 30´થી 78 48´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. જેની ઉત્તરે નિર્મલ જિલ્લો, પૂર્વે જગતીઆલ અને રાજન્ના સીરસીલ્લા જિલ્લા, દક્ષિણે કામારેડ્ડી જિલ્લો અને…
વધુ વાંચો >નિઝામિયા
નિઝામિયા : વિદ્યાકેન્દ્ર સમી સંસ્થા. સલ્જુકી શાહ અલપ અરસલાન તથા મલેકશાહના દરબારના પ્રસિદ્ધ રાજપુરુષ, વહીવટકર્તા અને રાજનીતિજ્ઞ વજીર નિઝામ-ઉલ-મુલ્ક તૂસી સાથે નિઝામિયા સંબંધ ધરાવે છે. આ ઉદાર વિદ્યા-ઉત્તેજક વઝીરે બસરા, બલ્ખ, બગદાદ, નિશાપુર, હિરાત, ઇસ્ફહાન તથા મર્વ અને બીજાં અનેક કેન્દ્રોમાં નિઝામિયા નામથી મહાન શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને પોતાના સમયના વિદ્વાનોએ…
વધુ વાંચો >નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
નિઝામિયા ઑબ્ઝર્વેટરી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ : દક્ષિણ ભારતમાં હૈદરાબાદ ખાતે આવેલી વેધશાળા, જેની સ્થાપના હૈદરાબાદના એક રઈસ ગૃહસ્થ નામે નવાબ ઝફરજંગે 1901માં તદ્દન ખાનગી રાહે કરી હતી. નિઝામિયા વેધશાળાના સ્થાપક ધનિક રઈસ ખગોળપ્રેમી નવાબ ઝફરજંગ નવાબજંગે તેમનું ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડમાં લીધું હતું અને વિદેશની મુસાફરી દરમિયાન પૅરિસમાં ભરાયેલી ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >નિઝામી ખલીફ અહમદ
નિઝામી, ખલીફ અહમદ (જ. 5 ડિસેમ્બર 1925, અમરોહા; અ. 4 ડિસેમ્બર 1997, અલીગઢ, ઉ.પ્ર.) : મધ્યકાળની મુસ્લિમ તવારીખના સૂફીવાદી લેખક. યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યા પછી તેઓ અલીગઢ યુનિવર્સિટીમાં જોડાયા. નાની વયથી જ તેમને સૂફી સંતોના અભ્યાસમાં વિશેષ રસ પડતો, તેમની હસ્તપ્રતો નિઝામીના અભ્યાસનો ખાસ વિષય હતી. ચિશ્તિયા બુઝુર્ગોનાં જીવન, સૂફી તાલીમ…
વધુ વાંચો >નિઝામી દક્કની (પંદરમી સદી)
નિઝામી દક્કની (પંદરમી સદી) : ઉર્દૂના પ્રાચીન કવિઓમાં ઉલ્લેખનીય નામ. કવિનું નામ ફખ્રુદીન અને ‘નિઝામી’ તખલ્લુસ હતું. અહમદશાહ બહ્મની બીજાના દરબારમાં નિઝામીની કવિતાનાં ભારે ગુણગાન થતાં તેથી તે રાજાનો માનીતો કવિ બની શક્યો હતો. નિઝામીના જીવન વિશે માહિતી મળતી નથી. પરંતુ તેમની એક રચના ‘મસ્નવી – કદમરાવ પદમરાવ’ નામની ઐતિહાસિક…
વધુ વાંચો >નિઝામી સમરકંદી (બારમી સદી)
નિઝામી સમરકંદી (બારમી સદી) : ફારસી સાહિત્યના સલ્જુકયુગની પ્રસિદ્ધ ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ (ચાર નિબંધ) (1155)ના કર્તા. પૂરું નામ નિઝામુદ્દીન અથવા નજમુદ્દીન અહમદ બિન ઉમર બિન અલી, પણ નિઝામી અરૂઝી સમરકંદી તરીકે જાણીતા સલ્જુકયુગના આ એક પ્રખ્યાત ગદ્યકાર સમરકંદનિવાસી હતા. બારમી સદીના વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તેમની ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ને…
વધુ વાંચો >નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા
નિઝામુદ્દીન અહમદશાહ ખ્વાજા (જ. 1550, આગ્રા; અ. 28 ઑક્ટોબર 1594, લાહોર) : મુઘલ સમ્રાટ અકબરના સમયના તવારીખકાર. તેઓ હેરાતના ખ્વાજા મુકીમ હિરવીના પુત્ર હતા. ખ્વાજા મુકીમ હિરવી બાબરની સેવામાં જોડાઈ તેના લશ્કરમાં અધિકારી તરીકે ભારત આવ્યા અને પાણીપત સહિત અન્ય લડાઈઓમાં ભાગ લઈ, પાછળથી દીવાને બયુતાત બન્યા હતા. હુમાયૂંના સમયમાં…
વધુ વાંચો >