શાંતિસંશોધન
રૂટ, ઇલિહુ
રૂટ, ઇલિહુ (જ. 15 ફેબ્રુઆરી 1845, ક્લિટંન, ન્યૂયૉર્ક; અ. 7 ફેબ્રુઆરી 1937, ન્યૂયૉર્ક) : અમેરિકાના અગ્રણી મુત્સદ્દી તથા 1912ના વર્ષ માટેના શાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. 1867માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ વકીલાત શરૂ કરી અને તે દરમિયાન અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી નેતા થિયોડૉર રૂઝવેલ્ટ(1858–1919)ના સંપર્કમાં આવ્યા. અમેરિકાના…
વધુ વાંચો >રૅન્કિન, જેનેટ
રૅન્કિન, જેનેટ (જ. 11 જૂન 1880, મિસૌલા, મૉન્ટાના, અમેરિકા; અ. 18 મે 1973, કાર્મેલ, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં પ્રથમ મહિલા-સાંસદ, મહિલા-સ્વાતંત્ર્યનાં પુરસ્કર્તા અને પ્રખર શાંતિવાદી. અમેરિકાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યા બાદ 1909માં તેમણે વૉશિંગ્ટન રાજ્યના સિયાટલ ખાતે સામાજિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કર્યો. આ કાર્યો દરમિયાન મહિલા-મતાધિકારના ધ્યેયથી તેઓ આકર્ષાયાં. વૉશિંગ્ટન, મૉન્ટાના અને…
વધુ વાંચો >રૉટબ્લાટ, જોસેફ
રૉટબ્લાટ, જોસેફ (જ. 1908, વૉર્સો; અ. ) : પોલૅન્ડના નામાંકિત અણુશાસ્ત્ર-વિરોધી આંદોલનકાર, પદાર્થવિજ્ઞાની અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે પોલૅન્ડ ખાતે અભ્યાસ કર્યો. 1939માં તેઓ લિવરપૂલ યુનિવર્સિટી ખાતે ગયા. ત્યારબાદ અમેરિકામાં અણુબૉંબ પ્રૉજેક્ટમાં કાર્ય કર્યું. યુદ્ધ પછી તેઓ બ્રિટિશ નાગરિક બન્યા. 1945–49 દરમિયાન તેમણે લિવરપૂલ ખાતે અને 1950થી 1976…
વધુ વાંચો >લાફૉન્તેન, હેન્રી
લા ફૉન્તેન, હેન્રી (જ. 22 એપ્રિલ 1854, બ્રસેલ્સ; અ. 14 મે 1943, બ્રસેલ્સ) : આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત તથા 1913ના વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના પિતા બેલ્જિયમની સરકારમાં નાણાખાતામાં ઉચ્ચ અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રસેલ્સ નગરની શાળાઓમાં લીધા બાદ તેઓ કાયદાના અભ્યાસ માટે બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાં દાખલ…
વધુ વાંચો >લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ)
લીગ ઑવ્ નૅશન્સ (રાષ્ટ્રસંઘ) : આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સામૂહિક સલામતીની વ્યવસ્થાને સાકાર કરવાનો પ્રયાસ કરનારી સંસ્થા. આજના સંયુક્ત રાષ્ટ્રસંઘ(યુનો)ની પુરોગામી સંસ્થા રાષ્ટ્રસંઘ કે લીગ ઑવ્ નૅશન્સ. પ્રથમ વિશ્વયુદ્ધ(1914થી 1918)ને અંતે તેની રચનાનો નિર્ણય લેવાયો. તેના બંધારણને ખતપત્ર કે ‘કવેનન્ટ’ (covenant) તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્થા વર્સાઈની સંધિના ભાગ રૂપે અસ્તિત્વમાં…
વધુ વાંચો >લુથુલી, આલ્બર્ટ જૉન મવુમ્બી
લુથુલી, આલ્બર્ટ જૉન મવુમ્બી (જ. 1898, ઝામ્બિયા; અ. 21 જુલાઈ 1967, સ્ટેનગર, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની અશ્વેત પ્રજાની નાગરિક અધિકારો અંગેની લડતના નેતા અને 1960ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા. ઝામ્બિયામાં તેમના પિતા ધાર્મિક દુભાષિયા તરીકે કામગીરી બજાવતા હતા. તેઓ ઝુલુલૅન્ડમાંથી ઝામ્બિયા ગયા હતા. તેમની 10 વર્ષની વયે પિતાનું અવસાન…
વધુ વાંચો >લૅન્ગ, ક્રિશ્ચિયન લુઈ
લૅન્ગ, ક્રિશ્ચિયન લુઈ (જ. 17 સપ્ટેમ્બર 1869, સ્ટાવેન્જર, નૉર્વે; અ. 11 ડિસેમ્બર 1938, ઑસ્લો) : વિશ્વશાંતિના પ્રખર પુરસ્કર્તા અને 1921ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. યુવાનવયે તેઓ ‘યંગ નૉર્વે મૂવમેન્ટ’માં દાખલ થયા હતા અને ત્યારથી નૉર્વેને સ્વીડનથી જુદું પાડવા માટેના આંદોલનમાં સક્રિય રહ્યા હતા. તેમના દાદા જેઓ તેમના જમાનાના ઇતિહાસકાર…
વધુ વાંચો >વાલેસા, લેચ
વાલેસા, લેચ (જ. 8 સપ્ટેમ્બર 1943, પોપોવો, પોલૅન્ડ) : પોલૅન્ડના અગ્રણી મજૂરનેતા, દેશના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ તથા 1983ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા સુથારનો વ્યવસાય કરતા અને તેમને રાજકીય કારણોસર ફરજિયાત શ્રમશિબિરમાં ધકેલવામાં આવ્યા હતા, જ્યાં થયેલી ગંભીર ઈજાઓને કારણે 1946માં તેમનું અવસાન થયું હતું. માત્ર પ્રાથમિક કક્ષાનું શિક્ષણ લીધા પછી…
વધુ વાંચો >વિલિયમ, બેટ્ટી સ્મીથ
વિલિયમ, બેટ્ટી સ્મીથ (જ. 22 મે 1943, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ) : વિશ્વશાંતિનાં હિમાયતી, શાંતિને વરેલી ‘પીસ પીપલ’ સંસ્થાનાં સહસંસ્થાપક તથા 1976 વર્ષ માટેના નોબેલ શાંતિ-પુરસ્કારનાં સહવિજેતા. ઔપચારિક શિક્ષણ કાર્યાલયના કર્મચારીને લગતું (secretarial) અને વ્યવસાય પણ તે જ. પિતા સ્મીથ કૅથલિક ધર્મી, વ્યવસાય ખાટકીનો. માતા પ્રોટેસ્ટંટધર્મી, વ્યવસાય હોટેલમાં વેટ્રિસ. બેટ્ટી સ્મીથ…
વધુ વાંચો >વિલ્સન, વુડ્રો (થૉમસ)
વિલ્સન, વુડ્રો (થૉમસ) (જ. 28 ડિસેમ્બર 1856, સ્ટાઉટન, વર્જિનિયા, અમેરિકા; અ. 3 ફેબ્રુઆરી 1924, વૉશિંગ્ટન, ડી. સી.) : શાંતિના પ્રખર પુરસ્કર્તા, નોબેલ પારિતોષિક-વિજેતા અને પૂર્વ અમેરિકાના પ્રમુખ. પિતા જૉસેફ રગલ્સ વિલ્સન અને માતા જેસી જૉસેફ વિલ્સન. બે ભાઈઓ અને બે બહેનોના આ પરિવારમાં સંતાનો પવિત્ર અને વિદ્વાન બને તે માટે…
વધુ વાંચો >