શાંતિસંશોધન

અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી

અમેરિકન ફ્રેન્ડ્ઝ સર્વિસ કમિટી (1917) : અમેરિકા અને કૅનેડાના ક્વેકર્સે સ્થાપેલી સમાજસેવા અને સુલેહ-શાંતિનું કામ કરતી સંસ્થા. સમિતિનાં નાણાકીય સાધનો વ્યક્તિઓ, પ્રતિષ્ઠાનો અને કેટલીક વાર તે જે દેશોમાં કાર્યક્રમો ચલાવે તેની સરકારો પાસેથી આવે છે. તેનું વડું મથક ફિલાડેલ્ફિયામાં છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં લશ્કરી સેવાના વિકલ્પ તરીકે ઍમ્બ્યુલન્સ એકમો અને રાહત…

વધુ વાંચો >

અહતિસારી, માર્ટી

અહતિસારી, માર્ટી (જ. 23 જૂન 1937, વાઇપુરી, ફિનલૅન્ડ; અ. 16 ઑક્ટોબર 2023 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ (1994–2008), મુત્સદ્દી અને વર્ષ 2008ના વિશ્વશાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. 1973–77 દરમિયાન તેઓ ટાન્ઝાનિયા, ઝામ્બિયા, સોમાલિયા અને મોઝામ્બિક ખાતે ફિનલૅન્ડના રાજદૂત રહી ચૂક્યા હતા. તેમના દાદાના વખત સુધી તેમની અટક ઍડૉલ્ફરોન હતી,…

વધુ વાંચો >

અહિંસા

અહિંસા મન, વાણી અથવા કર્મથી હિંસા ન કરવી તે. દિનપ્રતિદિન દુનિયાભરમાં હિંસાનું આચરણ વધતું જતું જણાય છે. આતંકવાદ; ભાષાકીય, પ્રાદેશિક અને જાતીય અથડામણો; શક્તિશાળી રાજ્યો દ્વારા અન્ય રાજ્યોમાં થતી દરમિયાનગીરી; મહિલાઓ અને નબળા વર્ગો ઉપર થતા અત્યાચાર; લશ્કરી તેમજ બિનલશ્કરી વસ્તીનો વધુ ને વધુ મોટા પાયા ઉપર નાશ કરી શકે…

વધુ વાંચો >

આર્નલ્ડસન, કે. પી.

આર્નલ્ડસન, કે. પી. (જ. 27 ઑક્ટોબર 1844, ગોટબર્ગ, સ્વીડન; અ. 20 ફેબ્રુઆરી 1916 સ્ટૉકહૉમ, સ્વીડન) : 1908 ના શાંતિના નોબેલ પુરસ્કારના વિજેતા રાજપુરુષ. વ્યાવસાયિક કારકિર્દી રેલવેના સામાન્ય કારકુન તરીકે શરૂ કરી સ્ટેશનમાસ્તરના પદ સુધી બઢતી મેળવી હતી. પરંતુ શાંતિ માટેની તીવ્ર ઝંખનાને લીધે તેમણે નોકરી છોડી દીધી હતી અને પોતાની…

વધુ વાંચો >

ઇન્ટરનૅશનલ ફિઝિશિયન્સ ફૉર ધ પ્રિવેન્શન ઑફ ન્યુક્લિયર વૉર

ઇન્ટરનૅશનલ ફિઝિશિયન્સ ફૉર ધ પ્રિવેન્શન ઑવ્ ન્યુક્લિયર વૉર : 1985નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર સંસ્થા. આ સંસ્થા હૃદયરોગના બે નિષ્ણાત તબીબો – એક અમેરિકાના હાર્વર્ડ સ્કૂલ ઑવ્ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. બર્નાર્ડ લોન અને બીજા રશિયાના હૃદયરોગના રાષ્ટ્રીય સંશોધનકેન્દ્રના નિયામક યેવજેની ચાઝોલ દ્વારા 1980માં શરૂ કરવામાં આવી હતી. સંસ્થાનો મુખ્ય…

વધુ વાંચો >

ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ (IPKF)

ઇન્ડિયન પીસ કીપિંગ ફૉર્સ (IPKF) : ભારતીય લશ્કરનું શાંતિદળ. શ્રીલંકામાં વસતી તમિળભાષી પ્રજાની સ્વાયત્ત પ્રદેશની માગણીને લીધે ઊભા થયેલ આંતરિક સશસ્ત્ર સંઘર્ષને ખાળવા શ્રીલંકાની સરકાર સાથે જુલાઈ, 1987માં થયેલ કરાર મુજબ મોકલવામાં આવેલું ભારતીય લશ્કરી દળ. તે વખતના શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ જે. આર. જયવર્દને તથા ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી વચ્ચે થયેલ…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ લૉ

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ લૉ : 1904નું નોબેલ શાંતિ પારિતોષિક મેળવનાર સંસ્થા. 1873માં બેલ્જિયમમાં ઘેન્ટ મુકામે તે શરૂ કરવામાં આવી હતી. સંસ્થાનો મૂળ હેતુ આંતરરાષ્ટ્રીય કાનૂનનું પરિશીલન કરવાનો, તેનાં વેરવિખેર તત્વોને એકત્રિત કરીને સંહિતા રચવાનો તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ઊભા થતા પ્રશ્નોના અભ્યાસ તથા તેમના ઉકેલનું દિશાસૂચન કરવાનો હતો. જુદા જુદા…

વધુ વાંચો >

ઊ થાં

ઊ થાં (U Thant) (જ. 22 જાન્યુઆરી 1909, પૅન્ટાનો; અ. 25 નવેમ્બર 1974, ન્યૂયૉર્ક સિટી) : મ્યાનમારના મુત્સદ્દી, બૌદ્ધ ધર્મના સંનિષ્ઠ અનુયાયી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના ત્રીજા મહામંત્રી (1962-71). રંગૂન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન દેશના પછી થનાર પંતપ્રધાન ઊ નુ સાથે પરિચય. પિતાના મૃત્યુને લીધે અભ્યાસ અધૂરો મૂકીને 1928માં પોતાના વતનમાં અંગ્રેજી…

વધુ વાંચો >

ઍડમ્સ, જેન

ઍડમ્સ, જેન (જ. 6 સપ્ટેમ્બર 1860, સિડરવિલ, ઇલિનોય; અ. 21 મે 1935, શિકાગો) : 1931નું શાન્તિનું નોબેલ પારિતોષિક (નિકોલસ બટલરની સાથે) મેળવનાર અમેરિકી સમાજસુધારક, સામાજિક કાર્યકર તથા શાંતિનાં ચાહક. ગરીબો, મજૂરો અને હબસીઓના પ્રશ્નો હાથમાં લઈને તેમણે હલ હાઉસ નામની સંસ્થાની શિકાગોમાં સ્થાપના કરી હતી. સમાજસુધારણાના કાર્ય દ્વારા બાળકો માટેની…

વધુ વાંચો >

એન્જેલ, નૉર્મન (સર)

એન્જેલ, નૉર્મન (સર) (જ. 26 ડિસેમ્બર 1873, હોલબીચ, ઇંગ્લૅન્ડ; અ. 7 ઑક્ટોબર 1967, સરે, ઇનગ્લેન્ડ) : 1933માં શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર બ્રિટનના અર્થશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય શાંતિનો પુરસ્કર્તા. મૂળ નામ રાલ્ફ નૉર્મન લેન. અમેરિકાના લાંબા સમયના નિવાસ દરમિયાન દેશ દેશ વચ્ચે લોકોમાં પ્રવર્તતા ભ્રમ વિશે તે જાગ્રત થયા અને તેના આધારે…

વધુ વાંચો >