શાંતિસંશોધન

સ્વાઇત્ઝર આલ્બર્ટ

સ્વાઇત્ઝર, આલ્બર્ટ (જ. 14 જાન્યુઆરી 1875, કૈસરબર્ગ, જર્મની; અ. 4 સપ્ટેમ્બર 1965, લૅમ્બારેને, આફ્રિકા) : વિશ્વવિખ્યાત માનવતાવાદી ડૉક્ટર, સમાજસેવક અને વર્ષ 1952ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. પિતા લૂઈ (Louis) ધર્મોપદેશક હતા જેમની પ્રેરણાથી આલ્બર્ટમાં સંગીત પ્રત્યેની રુચિ જાગી, તેઓ બાળપણમાં  જ ઑર્ગન વાદ્ય વગાડવાનું શીખ્યા અને આઠ વર્ષની ઉંમરે 1883માં…

વધુ વાંચો >

હલ કોડેલ

હલ, કોડેલ (જ. 2 ઑક્ટોબર 1871, ઓવરટન કાઉન્ટી, ટેનેસી; અ. 23 જુલાઈ 1955, બેથેસ્કા, મેરીલૅન્ડ) : રાજનીતિજ્ઞ, કાયદાના નિષ્ણાત, સૌથી લાંબા કાળ માટે અમેરિકાના ગૃહમંત્રી અને 1945ના શાંતિ માટેના નોબેલ પુરસ્કાર-વિજેતા. ગરીબ પરિવારના આ સંતાને પ્રારંભિક સંઘર્ષ સાથે વેરવિખેર રીતે શિક્ષણ મેળવ્યું. આ પ્રારંભિક જીવનમાં અસાધારણ રાજનીતિજ્ઞ બનવાની કોઈ તાલીમ…

વધુ વાંચો >

હાવેલ વોકલાવ

હાવેલ, વોકલાવ (જ. 5 ઑક્ટોબર 1936, પ્રાગ, ચેક પ્રજાસત્તાક) : 2003ના વર્ષનો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર મેળવનાર ચેક પ્રજાસત્તાકના પૂર્વપ્રમુખ. ચેક પ્રજાસત્તાકના ગાંધી તરીકે ઓળખાતા વોકલાવ હાવેલ ‘નોખી માટીના નોખા માનવી’ છે. 1 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા અને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરિત કરી શકાય તેવા મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર માટે વિનમ્ર,…

વધુ વાંચો >

હેન્ડરસન આર્થર

હેન્ડરસન, આર્થર (જ. 13 સપ્ટેમ્બર 1863, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 20 ઑક્ટોબર 1935, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટનની લેબર પાર્ટીના અગ્રણી, ઇંગ્લૅન્ડના પૂર્વ ગૃહ તથા વિદેશમંત્રી અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. કારકિર્દીની શરૂઆતનાં વર્ષો દરમિયાન તેઓ રેલવે-એન્જિનો બનાવતા લોખંડ અને પોલાદના કારખાનામાં મોલ્ડર તરીકે કામ કરતા તથા ત્યાંના શ્રમસંગઠનને સેક્રેટરી તરીકે નેતૃત્વ…

વધુ વાંચો >