શાંતિસંશોધન

વિશ્વ આહાર કાર્યક્રમ

વિશ્વ આહાર કાર્યક્રમ (World Food Programme) : (The World Food Programme – WFP) વિશ્વ આહાર કાર્યક્રમ ચલાવતી સંસ્થા. (સ્થાપના : 19 ડિસેમ્બર, 1961) શાંતિ માટેનો 2020નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સંયુક્ત રાષ્ટ્રના નેજા હેઠળ વિશ્વમાં જ્યાં જરૂર હોય ત્યાં આહાર અને સહાય આપવાનું કાર્ય કરતી સંસ્થા. વિશ્વમાં માનવતાને લક્ષ્યમાં રાખીને…

વધુ વાંચો >

શાંતિ-સંશોધન

શાંતિ–સંશોધન ‘જીવો અને જીવવા દો’માં માનતી, માનવીય સમજદારીમાં ઊંડી શ્રદ્ધા ધરાવતી, યુદ્ધકીય અને હિંસક માનસને સદંતર ઉવેખતી વિચારશ્રેણી. આજે વિશ્વમાં જો કોઈ સૌથી પ્રબળ ઝંખના હોય તો તે શાંતિ માટેની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પલક માત્રમાં કરોડોનો સંહાર કરી શકે એટલી શક્તિ મહાસત્તાઓ પાસે એકત્રિત થઈ છે. માનવસંસ્કૃતિ તો ઠીક…

વધુ વાંચો >

સટનર, બર્થા ફેલિસી સોફિયા

સટનર, બર્થા ફેલિસી સોફિયા (જ. 9 જૂન 1843, પ્રાગ, બોહેમિયા; અ. 21 જૂન 1914, વિયેના) : આલ્ફ્રેડ નોબેલને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક દાખલ કરવા પ્રેરણા આપનાર વિશ્વશાંતિનાં પ્રખર હિમાયતી તથા 1905ના વર્ષ માટેના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. તેમનું મૂળ નામ ફેલિસી સોફિયા હતું, પરંતુ બર્થા તખલ્લુસથી તેઓ વધારે જાણીતાં…

વધુ વાંચો >

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash)

સત્યાર્થી, કૈલાશ (Satyarthi, Kailash) (જ. 11 જાન્યુઆરી 1954, વિદિશા, મધ્યપ્રદેશ, ભારત) : 2014ના નોબેલ શાંતિ પુરસ્કાર મલાલા યૂસૂફઝાઈ (પાકિસ્તાન) સાથે મેળવનાર ભારતીય સમાજસેવક – બાળમજૂરોના મુક્તિદાતા. માતા ચિરાંજીદેવી. પિતા રામપ્રસાદ શર્મા પોલીસ અધિકારી હતા. તેમનાં સૌથી મોટાં ભાભી કૈલાસ સત્યાર્થીના જીવનમાં ભાભીમા તરીકે ઊંચું સ્થાન ધરાવે છે. તેઓ સુખી અને…

વધુ વાંચો >

સાટો ઐસાકુ

સાટો, ઐસાકુ (જ. 27 માર્ચ 1901, ટાબુસે, યામાગુચિ જિલ્લો, જાપાન; અ. 3 જૂન 1975, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ પછીના જાપાનના પ્રધાનમંત્રી, વૈશ્ર્વિક સ્તર પર એક મહત્ત્વના રાષ્ટ્ર તરીકે જાપાનના રાજકીય પુનરુત્થાનના નેતા તથા ન્યૂક્લિયર શસ્ત્રોના પ્રસાર પર પ્રતિબંધ મૂકતી આંતરરાષ્ટ્રીય સંધિ પર જાપાન દ્વારા સહીસિક્કા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને…

વધુ વાંચો >

સાદત અન્વર અલ

સાદત, અન્વર અલ (જ. 25 ડિસેમ્બર 1918, મિત અબુલ કોમ, ઇજિપ્ત; અ. 6 ઑક્ટોબર 1981, કૅરો) : પ્રજાસત્તાક ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અરબ રાષ્ટ્રો અને ઇઝરાયલ વચ્ચે સુમેળ સાધવાની દિશામાં હકારાત્મક અને સાહસિક પગલાં લેવાં માટે 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઔપચારિક શિક્ષણ લીધા બાદ 1936-1939 દરમિયાન ઇજિપ્તના અબ્બાસિયા…

વધુ વાંચો >

સાવેંદ્રા લામાસ કાર્લોસ

સાવેંદ્રા, લામાસ કાર્લોસ (જ. 1 નવેમ્બર 1878, બ્યુએનૉસ આઇરિસ, આર્જેન્ટિના; અ. 5 મે 1959, બ્યુએનૉસ આઇરિસ) : આર્જેન્ટિનાના કાયદાશાસ્ત્રી અને 1936ના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિકના વિજેતા. બોલિવિયા અને પરાગ્વે વચ્ચે 1932-35ના ગાળામાં ખેલાયેલ સશસ્ત્ર સંઘર્ષનો અંત લાવવામાં તેમની ભૂમિકા શકવર્તી નીવડી હતી. આ યુદ્ધ ‘ચાકો યુદ્ધ’ તરીકે ઇતિહાસમાં નોંધાયેલું છે. લામાસ…

વધુ વાંચો >

સેસિલ વિસ્કાઉન્ટ

સેસિલ, વિસ્કાઉન્ટ (જ. 14 સપ્ટેમ્બર 1864, લંડન; અ. 24 નવેમ્બર 1958, ટનબ્રિજ વેલ્સ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના મુત્સદ્દી, પૂર્વ પ્રધાનમંત્રી તથા વર્ષ 1937 માટેના વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક-વિજેતા. 1923 સુધી તેઓ લૉર્ડ રૉબર્ટ સેસિલ નામથી જાણીતા હતા. મૂળ આખું નામ એડગર અલ્ગરનૉન રૉબર્ટ. પાછળથી વિસ્કાઉન્ટ સેસિલ ઑવ્ ચેલવૂડ પહેલા તરીકે ખ્યાતિ…

વધુ વાંચો >

સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…

વધુ વાંચો >

સ્ટ્રેસમન ગુસ્તાવ

સ્ટ્રેસમન, ગુસ્તાવ (જ. 10 મે 1878, બર્લિન; અ. 3 ઑક્ટોબર 1929, બર્લિન) : જર્મનીના ઉદારમતવાદી મુત્સદ્દી, દેશના પૂર્વ ચાન્સેલર અને વિદેશપ્રધાન તથા વર્ષ 1926ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. મધ્યમ વર્ગમાં જન્મ. પિતા બર્લિનમાં હોટલ ચલાવતા તથા દારૂનું વેચાણ કરતા. કૉલેજ-કારકિર્દી દરમિયાન સ્ટ્રેસમને વિદ્યાર્થી ચળવળમાં સક્રિય ભાગ ભજવેલો. ઉચ્ચશિક્ષણ બર્લિન…

વધુ વાંચો >