શાંતિસંશોધન

બંચ, રાલ્ફ

બંચ, રાલ્ફ (જ. 7 ઑગસ્ટ 1904, ડેટ્રોઇટ; અ. 9 ડિસેમ્બર 1971, ન્યૂયૉર્ક) : રાષ્ટ્રસંઘના અગ્રણી અમેરિકન મુત્સદ્દી તથા પૅલેસ્ટાઇનની સમસ્યાના નિરાકરણમાં વિધેયાત્મક ભૂમિકા ભજવવા બદલ 1950નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ હબસી હતા. સમગ્ર શિક્ષણ અમેરિકામાં. 1927માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષય સાથે સ્નાતક…

વધુ વાંચો >

બાક, એમિલી ગ્રીન

બાક, એમિલી ગ્રીન (જ. 8 જાન્યુઆરી 1867, મૅસેચૂસેટ્સ, અ. 9 જાન્યુઆરી 1961, કેમ્બ્રિજ, અમેરિકા ) : અગ્રણી સમાજસુધારક તથા 1946ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. તેઓ મૃત્યુ પામ્યાં ત્યાં સુધી તેમણે સમાજસુધારક, રાજકારણનાં વૈજ્ઞાનિક, અર્થવિદ્ અને શાંતિદૂત તરીકે કાર્ય કર્યું. અમેરિકામાં આવી વસેલી સ્લાવિક પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓ પ્રત્યે તેમની…

વધુ વાંચો >

બીર્ના, ઑગસ્ત મેરી ફ્રાંસ્વા

બીર્ના, ઑગસ્ત મેરી ફ્રાંસ્વા (જ. 1829; અ. 1912) : બેલ્જિયમના અગ્રણી ન્યાયાધીશ અને 1909ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1830માં બેલ્જિયમ સ્વતંત્ર બંધારણીય રાજાશાહીમાં પરિણમ્યું. નેધરલૅન્ડના ભાગ તરીકે ઓળખાતા આ પ્રદેશે યુરોપનાં રાજ્યો વચ્ચે પરસ્પર તટસ્થતા સ્વીકારી હતી જેને બંને વિશ્વયુદ્ધ (1914–1918 અને 1939–1945)માં પડોશી જર્મનીએ પડકારી હતી. એટલે બીર્ના…

વધુ વાંચો >

બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત

બુઝર્વા, લિયોં વિક્ટર ઑગુસ્ત (જ. 21 મે 1851, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1925, શેટો દ’ ઑંજેં, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજપુરુષ તથા નોબેલ પારિતોષિકવિજેતા શાંતિવાદી કાર્યકર. કાયદાનું શિક્ષણ પૂરું કરીને લિયોં 1876માં ફ્રાન્સની શાસનસેવામાં અધિકારી તરીકે જોડાયા. 1887માં તેઓ પૅરિસના સેઇન વિભાગમાં ઉચ્ચ પોલીસ અધિકારી થયા. 1888માં માર્ની મંડળમાંથી રાષ્ટ્રીય સંસદમાં…

વધુ વાંચો >

બેગિન, મેનાચેમ

બેગિન, મેનાચેમ (જ. 16 ઑગસ્ટ 1913, બ્રેસ્ટ લિટોવસ્ક, પોલૅન્ડ) : ઇઝરાયલના મુત્સદ્દી તથા 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. શરૂઆતનું શિક્ષણ મિઝરાચી હિબ્રૂ શાળા તથા પોલિશ જિમ્નેશિયમમાં. 1931માં વૉર્સો યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1935માં કાયદાશાસ્ત્રની પદવી હાંસલ કરી. તેર વરસની ઉંમર સુધી સ્ટાઉટ ચળવળમાં રહ્યા બાદ 1929માં સોળ વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

બેજર, ફ્રેડરિક

બેજર, ફ્રેડરિક (જ. 27 એપ્રિલ 1837, ડેન્માર્ક; અ. 22 જાન્યુઆરી 1922, કોપનહેગન) : 1908ના શાંતિના નોબેલ પુરસ્કારના સહવિજેતા. જીવનની શરૂઆતમાં બેજરે લશ્કરમાં ફરજ બજાવી અને પ્રશિયાની લડાઈ પછી છૂટા થતાં તેમણે સ્કૅન્ડિનેવિયાની એકતા, શાંતિ, સહકાર અને સ્ત્રીઓની મુક્તિ માટે કાર્ય શરૂ કર્યું. તેમણે ડેનિશ સ્ત્રી સંઘની રચના કરી. ડેન્માર્કને તટસ્થ…

વધુ વાંચો >

બેરિગન, ફિલિપ ફ્રાન્સિસ

બેરિગન, ફિલિપ ફ્રાન્સિસ (જ. 1923, મિનેસૉટા) : અમેરિકાના જાણીતા શાંતિવાદી આંદોલનકર્તા અને પાદરી. સૌપ્રથમ તો તેમણે અમેરિકાના લશ્કરના યુરોપિયન કૅમ્પેનમાં કામ કર્યું (1943–46). 1955માં તેમણે પાદરી તરીકે દીક્ષા લીધી. પછી તેમણે ધર્મગુરુ તરીકે તથા શિક્ષક તરીકે અનેક સ્થળે કામગીરી બજાવી. 1962થી તેમણે શાંતિઆંદોલનને પોતાનું જીવનકાર્ય બનાવ્યું. પોતાના ભાઈ સાથે મળીને…

વધુ વાંચો >

બ્યુસાં, ફર્દિનાંદ ઍદવાર

બ્યુસાં, ફર્દિનાંદ ઍદવાર (જ. 20 ડિસેમ્બર 1841, પૅરિસ; અ. 16 ફેબ્રુઆરી 1932, થીલૉય સેન્ટ ઍન્ટૉની, ફ્રાન્સ) : ફ્રાન્સના કેળવણીકાર રાજદ્વારી નેતા તથા 1927ના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. નેપોલિયન ત્રીજાના સામ્રાજ્ય પ્રત્યે વફાદારીના સોગંદ લેવાની ના પાડતાં તેમને દેશવટો ભોગવવો પડ્યો હતો. 1866–70ના ગાળામાં સ્વિટ્ઝર્લૅન્ડમાં દર્શનશાસ્ત્રનું અધ્યાપન કર્યું અને ફ્રાન્સમાં નેપોલિયન…

વધુ વાંચો >

બ્રાન્ટિંગ, કાર્લ

બ્રાન્ટિંગ, કાર્લ (જ. 23 નવેમ્બર 1860, સ્ટૉકહોમ; અ. 24 ફેબ્રુઆરી 1925, સ્ટૉકહોમ) : સ્વિડનના અગ્રણી મુત્સદ્દી તથા 1921ના વર્ષ માટેના નોબેલ શાંતિ પુરસ્કારના સહવિજેતા. સ્ટૉકહોમ અને ઉપસાલા ખાતે વિજ્ઞાનવિદ્યાશાખાનો અભ્યાસ કર્યા પછી ‘ટાઇડેન’ વૃત્તપત્રમાં જોડાયા અને ટૂંક સમયમાં તેના તંત્રી બન્યા. 1886માં ‘સોશિયલ ડેમૉક્રૅટ’નું  તંત્રીપદ સ્વીકાર્યું. 1889માં સ્વીડિશ સોશિયલ ડેમૉક્રૅટિક…

વધુ વાંચો >

બ્રિયાંડ, એરિસ્ટાઇડ

બ્રિયાંડ, એરિસ્ટાઇડ (જ. 28 માર્ચ 1862, નાન્ટેસ, ફ્રાન્સ; અ. 7 માર્ચ 1932, પૅરિસ) : ફ્રાન્સના અગ્રણી મુત્સદ્દી તથા 1926ના શાંતિ નોબેલ પારિતોષિકના સહવિજેતા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) પછીના ગાળામાં વિશ્વશાંતિ માટે તેમણે કરેલા સઘન પ્રયાસોને લીધે તેઓ વિશ્વભરમાં અને ખાસ કરીને યુરોપનાં રાજકીય વર્તુળોમાં ખૂબ જાણીતા બન્યા હતા.  ફ્રાન્સમાં તેઓ અગિયાર…

વધુ વાંચો >