શાંતિસંશોધન

બ્રૉક્વે, (આર્ચિબાલ્ડ) ફેનર

બ્રૉક્વે, (આર્ચિબાલ્ડ) ફેનર (જ. 1888, કલકત્તા; અ. 1988) : બ્રિટનના રાજકારણી અને અગ્રણી શાંતિવાદી. તેમનો જન્મ મિશનરી કુટુંબમાં થયો હતો. ઉત્તરોત્તર તેમને જાહેર જીવનની સક્રિય પ્રવૃત્તિમાં વિશેષ રસ પડવા લાગ્યો. અણુશસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની ઝુંબેશના તેઓ સ્થાપક અને જોશીલા હિમાયતી હતા. તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો પત્રકારત્વથી. પછી ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’માં…

વધુ વાંચો >

મહંમદ યૂનુસ

મહંમદ યૂનુસ (જ. 28 જૂન 1940, બથુઆ, હાથાઝારી, ચિતાગોંગ) : 2006ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારવિજેતા, પ્રથમ અને એકમાત્ર બાંગ્લાદેશી (નોબેલ પુરસ્કાર મહંમદ યૂનુસ અને ગ્રામીણ વિકાસ બૅંકને સરખે હિસ્સે આપવામાં આવ્યો.) પિતા હાજી દુલામિયાં સોદાગર અને માતા સુફિયા ખાતૂન. પિતાનો આભૂષણોનો વ્યવસાય હતો. તેમનાં પત્નીનું નામ છે આફ્રોજી. તેમની બે…

વધુ વાંચો >

માથાઈ, વાંગારી (મુટા)

માથાઈ, વાંગારી (મુટા) (જ. એપ્રિલ, 1940, ન્યેરી, કેન્યા) : 2004ના શાંતિ નોબેલ પારિતોષિક-વિજેતા સૌપ્રથમ આફ્રિકન મહિલા, કેન્યા સરકારનાં મંત્રી અને પર્યાવરણની સુધારણાની ગ્રીનબેલ્ટ મુવમેન્ટનાં જનેતા અને તેનાં પ્રખર સમર્થક. વાંગારી મુટા કેન્યામાંના દૂરના વિસ્તારનાં રહીશ હતાં અને માતાપિતા લગભગ નિરક્ષર હોવાથી તેમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી. જોકે નિરક્ષર માતાપિતા બાળકોના…

વધુ વાંચો >

માર્શલ, જ્યૉર્જ કૅટલેટ

માર્શલ, જ્યૉર્જ કૅટલેટ (જ. 31 ડિસેમ્બર 1880, યુનિયનટાઉન, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1959) : બીજા વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યોને મળેલા વિજયમાં મહત્વનો ભાગ ભજવનાર ને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર એકમાત્ર વ્યવસાયી લશ્કરી અધિકારી. 1897માં વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ, લૅક્સિંગટન, વર્જિનિયામાં પ્રવેશ મેળવી 1901માં તેમણે અભ્યાસ પૂરો કર્યો. 1902થી લશ્કરી કારકિર્દીની શરૂઆત…

વધુ વાંચો >

મેકબ્રાઇડ, સીન

મેકબ્રાઇડ, સીન (જ. 26 જાન્યુઆરી 1904, પૅરિસ, ફ્રાન્સ; અ. 15 જાન્યુઆરી 1988, ડબ્લિન, આયર્લૅન્ડ) : આયર્લૅન્ડના રાજકારણી નેતા. માનવ-અધિકારની સ્થાપનાના પુરુષાર્થ બદલ તેમને 1974માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર જાપાનના સાટો ઇસાકોની ભાગીદારીમાં અપાયો. તેમનાં માતાનું નામ મૉડ ગૉન હતું તે પણ આયર્લૅન્ડનાં રાષ્ટ્રભક્ત અને અભિનેત્રી હતાં; તેમણે ડબ્લ્યૂ. બી. યેટ્સને…

વધુ વાંચો >

મૉનેટા, અર્નિસ્ટો

મૉનેટા, અર્નિસ્ટો (જ. 20 સપ્ટેમ્બર 1833, મિલાન; અ. 10 ફેબ્રુઆરી 1918, મિલાન) : ઇટાલીના પત્રકાર તથા શાંતિવાદી કાર્યકર્તા. શાંતિ માટેના 1907ના નોબેલ પુરસ્કારના તે સહવિજેતા હતા. રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે તેમણે ઘણી યાતનાઓ વેઠી. 1840માં તેમણે મિલાનના બળવા પ્રસંગે વિવિધ આડશો પાછળથી લડવાનું બન્યું ત્યારે તેમના ચિત્તમાં યુદ્ધની દૂરગામી અસર ઝિલાઈ.…

વધુ વાંચો >

યુરોપીય સંઘ

યુરોપીય સંઘ : ઈ. સ. 1815ના વિયેના સંમેલને યુરોપની શાંતિની રક્ષા કરવા માટે કરેલી વ્યવસ્થા. શાંતિની રક્ષા કરવાનો હેતુ પાર પાડવા આ સંમેલનમાં ભાગ લેનાર રાષ્ટ્રોના વડાઓએ યુરોપીય સંઘ(Concert of Europe)ની રચના કરવાનું નક્કી કર્યું. યુરોપીય સંઘના ભાગ રૂપે ‘પવિત્ર સંઘ’ (Holy Alliance) અને ‘ચતુર્મુખી સંઘ’(Quadruple Alliance)નો ઉદભવ થયો. ‘પવિત્ર…

વધુ વાંચો >

યૂસૂફઝાઈ, મલાલા

યૂસૂફઝાઈ, મલાલા (જ. 12 જુલાઈ 1997, મિંગોરા  સ્વાત પ્રદેશ, પાકિસ્તાન) : 2014ની સૌથી નાની વયની  નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને કન્યાકેળવણીની પ્રખર પુરસ્કર્તા. પશ્ચિમ પાકિસ્તાનનો સ્વાત ખીણનો પ્રદેશ તેનો પુશ્તૈની વારસાઈ વિસ્તાર છે. તે તેના અનુપમ સૌંદર્ય માટે ખ્યાતનામ છે. તેના પિતા ઝિયાઉદ્દીન યૂસૂફઝાઈ સાધારણ સ્થિતિ ધરાવતા શિક્ષક છે. તેમણે…

વધુ વાંચો >

રસેલ, બર્ટ્રાન્ડ

રસેલ, બર્ટ્રાન્ડ (જ. 18 મે 1872, ટ્રેલેક, મૉનમથશાયર, વેલ્સ, યુ. કે.; અ. 2 ફેબ્રુઆરી 1970) : સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક. બર્ટ્રાન્ડ રસેલ વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખક તરીકે જાણીતા છે. સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર વિજેતા (વર્ષ 1950) રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, શિક્ષણ,…

વધુ વાંચો >

રાજગોપાલ પી. વી.

રાજગોપાલ પી. વી. (જ. 1948, થિલેન્કેરી, કેરળ) : 2023 નિવાનો શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અને ‘પદયાત્રા ગાંધી’ તરીકે ઓળખાતા ભારતીય અહિંસક સામાજિક કાર્યકર. ઘાંડિયન પરિવારમાં જન્મેલા. તેમનું આખું નામ રાજગોપાલ પુથાન વીટીલ છે, પરંતુ તેમના આખા નામ સાથે જાતિ-સંબંધિત બાબત ટાળી શકાય એ માટે તેઓ જાહેરમાં તેમના પ્રથમ નામનો જ…

વધુ વાંચો >