૮.૦૮
ટર્બાઇનથી ટાગોર દ્વિજેન્દ્રનાથ
ટર્બાઇન
ટર્બાઇન : પ્રવાહીમાં સંગ્રહાયેલી ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું યંત્ર. ‘ટર્બાઇન’ શબ્દ લૅટિન શબ્દ ‘ટર્બો’ (turbo) એટલે ઘૂર્ણાયમાન વસ્તુ (whirling object) ઉપરથી આવેલો છે. પ્રવાહીને, આબદ્ધ માર્ગ અને પરિભ્રમક (rotor) સાથે જોડેલી પક્ષ (fin) આકારની બ્લેડમાંથી પસાર કરીને આનું રૂપાંતર કરવામાં આવે છે. તે પ્રક્રિયામાં પરિભ્રમક ઘૂમતો રહે છે. ટર્બાઇનના…
વધુ વાંચો >ટર્બિડીમિતિ
ટર્બિડીમિતિ : પારગત (transmitted) પ્રકાશના માપન દ્વારા દ્રાવણમાં અવલંબન (suspension) રૂપે રહેલા કણોની સાંદ્રતા માપવાની વૈશ્લેષિક રસાયણની એક પદ્ધતિ. આ માટે વપરાતા સાધનને આવિલતામાપક (turbiditymeter) કહે છે. જો નિલંબિત કણો દ્વારા થતા પ્રકાશના વિખેરણ(scattering)ને માપવામાં આવે તો તેને નેફેલોમિતિ કહે છે. જો કોઈ અલ્પદ્રાવ્ય (કે અદ્રાવ્ય) પદાર્થ મોટા કણ રૂપે…
વધુ વાંચો >ટર્બિયમ
ટર્બિયમ : આવર્તક કોષ્ટકના 3જા સમૂહમાં આવેલ લૅન્થનાઇડ શ્રેણીનું અતિ વિરલ તત્વ. દેખાવમાં તે ચાંદી જેવું હોય છે. તેની સંજ્ઞા Tb; પરમાણુઆંક 65; પરમાણુભાર 158.93; ગ. બિંદુ 1365° સે.; ઉ. બિંદુ 3230° સે. તથા વિ. ઘનતા 8.31 છે. કુદરતી રીતે મળતા આ તત્વનો સ્થાયી સમસ્થાનિક 159Tb લગભગ 100 % હોય…
વધુ વાંચો >ટર્મન, લ્યૂઇસ એમ.
ટર્મન, લ્યૂઇસ એમ. (જ. 15 જાન્યુઆરી 1877; અ. 21 ડિસેમ્બર 1956) : અમેરિકન મનોવિજ્ઞાની. ઇન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી લૉસ એન્જિલીઝ સ્ટેટ નૉર્મલ સ્કૂલમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. ચાર વર્ષ પછી તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ત્યાં માનસિક કસોટીઓ અને બક્ષિસવાળાં કે પ્રતિભાવાળાં બાળકો અંગેનાં સંશોધનો તેમણે કર્યાં…
વધુ વાંચો >ટર્મિનાલિયા
ટર્મિનાલિયા : દ્વિદળી વર્ગના કૉમ્બ્રિટેસી કુળની પર્ણપાતી વૃક્ષોની બનેલી મોટી પ્રજાતિ. તેનું કાષ્ઠમય આરોહી સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. તેની વિશ્વમાં લગભગ 135 જેટલી જાતિઓ થાય છે અને એશિયા, આફ્રિકા અને અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં 16 જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિની ભારતમાં થતી અગત્યની જાતિઓમાં…
વધુ વાંચો >ટલીડો (toledo) (1)
ટલીડો (toledo) (1) : સ્પેનનો એક પ્રાન્ત (કેસ્ટિલા-લા-માન્યા) તથા તે પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 39o 33’ ઉ. અ. અને 4o 20’ પ. રે.. આ પ્રાન્ત ન્યૂ કૅસ્ટિલા પ્રદેશનો ભાગ છે. તેની રાજધાની ટલીડો હતું. મૅડ્રિડથી અગ્નિમાં 65 કિમી. દૂર ગ્રૅનાઇટની ઊંચી ટેકરી પર તે આવેલું છે. ટાજો અથવા ટાગસ…
વધુ વાંચો >ટલીડો (toledo) (2)
ટલીડો (toledo) (2) : યુ.એસ.ના ઓહાયો રાજ્યના વાયવ્ય ખૂણે મિશિગન સીમાની પાસે આવેલું ઔદ્યોગિક અને વ્યાપારી શહેર. ભૌગોલિક સ્થાન : 41o 39’ ઉ. અ. અને 83o 33’ પ. રે.. તે લુકાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. તે ઇરી સરોવરના પશ્ચિમ ખૂણા પર, ડેટ્રૉઇટ નગરની દક્ષિણે આશરે 89 કિમી. અંતરે વસેલું…
વધુ વાંચો >ટંકણખાર
ટંકણખાર : બોરૅક્સ નામે જાણીતું બોરૉનનું સંયોજન. તેનું રાસાયણિક નામ ડાઇસોડિયમ ટેટ્રાબોરેટ ડેકાહાઇડ્રેટ તથા તેનું સૂત્ર Na2B4O7·10H2O છે. ટંકણખાર નરમ, સફેદ, સ્ફટિકમય સંયોજન છે. તે પાણીમાં દ્રાવ્ય છે તથા ભેજયુક્ત હવામાં તેના ગાંગડા બની જાય છે. દુનિયાનો ટંકણખારનો મુખ્ય સ્રોત દક્ષિણ કૅલિફૉર્નિયાની ડેથ વૅલી છે. જમીનમાં સ્ફોટક પદાર્થના ધડાકા કરીને…
વધુ વાંચો >ટંકણખાર (borax) (ભૂસ્તર)
ટંકણખાર (borax) (ભૂસ્તર) : રાસા. બં. : Na2B4O7·10H2O અથવા Na2O2B2O3·10H2O. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ.સ્વ. : ટૂંકા પ્રિઝમ સ્વરૂપોમાં; (100) ફલકોવાળા મેજઆકાર સ્વરૂપોમાં; દળદાર હોય ત્યારે ઘનિષ્ઠ; સ્ફટિકોની યુગ્મતા (100) ફલક પર, પરંતુ વિરલ. સ્ફટિકો પારદર્શકથી અપારદર્શક. ક. : 2 થી 2·5; વિ.ઘ. : 1·70થી 1·715 ± 0·005. ચ. : કાચમય,…
વધુ વાંચો >ટંકશાળ
ટંકશાળ : દેશ માટે કાયદેસરના ચલણી સિક્કા પાડવાનું રાજ્ય હેઠળનું અધિકૃત તંત્ર. ધાતુઓના ગઠ્ઠાઓને પિગાળીને સળિયામાં ઢાળવા, સળિયાના સપાટ સમતલ પટ્ટા બનાવીને પછી પટ્ટીઓ બનાવવી, પટ્ટીઓમાંથી ચપટી ગોળાકાર ચકતીઓ કાપીને તેમનું વજન બંધબેસતું કરવું, ચકતીઓને તેજાબ વડે સાફ કરીને તેમની કિનારીઓ બનાવવી તથા યાંત્રિક પ્રહાર દ્વારા તેમની ઉપર છાપ ઉપસાવવી…
વધુ વાંચો >ટંકશાળ (ક્રિયાપદ્ધતિ)
ટંકશાળ (ક્રિયાપદ્ધતિ) : ધાતુના સિક્કા પાડવાની જુદી જુદી પદ્ધતિઓ. ભારતમાં મુખ્યત્વે ત્રણ-ચાર પદ્ધતિઓ પ્રયોજાઈ હતી. સહુથી પ્રાચીન સિક્કા બિંબટંક-આહતપદ્ધતિ (Punch market technique)થી પડેલા હતા. સાંચામાં ઢાળેલા (Cast) સિક્કાઓમાં એકબિંબ આહત (Single-die-struck) અને બેવડા ટંક-આહત (Duble die-struch) સિક્કાની ક્રિયાપદ્ધતિ પ્રચલિત થઈ હતી. મધ્યકાલીન ગ્રંથ ‘આઈને અકબરી’માં સૌપ્રથમ વાર વિસ્તારથી ટંકશાળ ક્રિયાપદ્ધતિનું…
વધુ વાંચો >ટંકારા
ટંકારા : ગુજરાતમાં રાજકોટ જિલ્લાના મોરબી તાલુકામાં આવેલું આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. 22° 35´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે. ઉપર ડેમી નદીના પશ્ચિમ કાંઠે સર્પાકાર વળાંક પર તે વસેલું છે. ટંકારા નજીક ડેમી નદી સાથે આસુંદરીનો સંગમ થાય છે. આ સ્થળ મોરબીથી વાયવ્યે 22.4 કિમી., રાજકોટથી…
વધુ વાંચો >ટંગ્સ્ટન
ટંગ્સ્ટન : આવર્ત-કોષ્ટકમાં 6ઠ્ઠા (અગાઉના VI A)માં આવેલા સમૂહ સંક્રમણ-તત્વોમાંનું એક વિશિષ્ટ તત્વ. તેની સંજ્ઞા W, પરમાણુઆંક 74, પરમાણુભાર 183.84 તથા ઇલેક્ટ્રૉન સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 4f14 5s2 5p6 5d4 6s2 છે. તેના કુદરતી સમસ્થાનિકોનાં ભારાંક અને સાપેક્ષ વિપુલતા (કૌંસમાં) આ પ્રમાણે છે :…
વધુ વાંચો >ટંડન, પુરુષોત્તમદાસ
ટંડન, પુરુષોત્તમદાસ (જ. 1 ઑગસ્ટ 1882, અલ્લાહાબાદ; અ. 1 જુલાઈ 1961) : રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, સ્વાતંત્ર્યસેનાની અને રાષ્ટ્રભાષા હિંદીના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમ વર્ગના ખત્રી કુટુંબમાં. પિતાનું નામ શાલિગ્રામ. પ્રાથમિક શિક્ષણ ઘેર લીધા બાદ માધ્યમિક શિક્ષણ અલ્લાહાબાદમાં. 1897માં તેમણે હાઈસ્કૂલની છેલ્લી પરીક્ષા આપી. મ્યૂર સેન્ટ્રલ મહાવિદ્યાલયમાંથી 1904માં ગ્રૅજ્યુએટ…
વધુ વાંચો >ટંડેલ
ટંડેલ : ખલાસીઓના ઉપરી. ‘નાખવો’, ‘નાખુદા’ કે ‘નાખોદા’ તેના પર્યાયરૂપ શબ્દો છે. સંસ્કૃતમાં આ માટે ‘पोतवाह’ શબ્દ છે. ખલાસીઓને વહાણના સંચાલન માટે તે આદેશો આપે છે અને સમગ્ર વહાણના સંચાલનની જવાબદારી તેની રહે છે. સ્ટીમરના કૅપ્ટન સાથે તેને સરખાવી શકાય. લાંબા વખત સુધી સમુદ્રની ખેપના અનુભવથી આ પદ પ્રાપ્ત થાય…
વધુ વાંચો >ટાઇગ્રિસ
ટાઇગ્રિસ : પશ્ચિમ એશિયાની પ્રમુખ નદી. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 45o પૂ. રે.. આ નદીની લંબાઈ આશરે 1900 કિમી. તથા તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 3,73,000 ચોકિમી. છે. તે મેસોપોટેમિયા(ઇરાક)ના સૂકા પ્રદેશની જીવાદોરી છે. તે પૂર્વ તુર્કસ્તાનના મધ્ય ભાગમાં આવેલ ગોલકુક સરોવરમાંથી પસાર થાય છે તથા ટર્કીના અગ્નિ…
વધુ વાંચો >ટાઇટસ
ટાઇટસ (જ. 30 ડિસેમ્બર 39; અ. 13 સપ્ટેમ્બર 81) : રોમનો ખૂબ લોકપ્રિય સમ્રાટ (ઈ. સ. 79–81) અને જેરૂસલેમનો વિજેતા (ઈ. સ. 70). તેનું મૂળ નામ ટાઇટસ ફ્લેવિયસ સેબિનસ વેસ્પેસિયેનસ હતું. તે રોમન સમ્રાટ વેસ્પેસિયનનો પુત્ર હતો. ટાઇટસ જર્મની અને બ્રિટનમાં યુદ્ધ લડ્યો હતો. ઈ. સ. 66માં તે વેસ્પેસિયન સાથે…
વધુ વાંચો >ટાઇપરાઇટર
ટાઇપરાઇટર : કળ દબાવવાથી બીબાની છાપ પાડીને સુઘડ લખાણ છપાય તેવી વ્યવસ્થાવાળું યંત્ર. વિશ્વના બધા દેશોનાં કાર્યાલયોમાં આ ઉપકરણનો ઉપયોગ થાય છે. પશ્ચિમના દેશોમાં તો ઘણાં ઘરોમાં પણ ટાઇપરાઇટર વપરાય છે. લેખકો તેમની હસ્તપ્રત ટાઇપ કરીને તૈયાર કરે છે. ટાઇપરાઇટર વેપારધંધામાં સૌથી વધારે વપરાતું યંત્ર છે. અઢારમી અને ઓગણીસમી સદીમાં…
વધુ વાંચો >ટાઇફા
ટાઇફા : વનસ્પતિના એકદળી વર્ગની ટાઇફેસી કુળની પ્રજાતિ. તે પ્રસારિત ગાંઠામૂળીયુક્ત, ઉભયવાસી જલોદભિદ અને શાકીય જાતિઓ ધરાવે છે અને ઉષ્ણ તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં ફેલાયેલી હોય છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ – Typha australis, Schum and Thonn. (ગુ. ઘાબાજરિયાં), T. elephantina Roxb (અંગ્રેજી elephant grass) અને T. laxmanii, Lepech (અં. scented…
વધુ વાંચો >