૧૭.૨૦
રાજ્યાભિષેકથી રાનડે જી. એચ.
રાજ્યાભિષેક
રાજ્યાભિષેક : રાજા તરીકે નિમાયેલ વ્યક્તિને રાજધર્મ સાથે સંકળાયેલા તેના અધિકારો જાહેરમાં પ્રદાન કરવા માટેનો વિધિ. સર્વસામાન્ય રીતે આ વિધિ ધાર્મિક સ્વરૂપ ધારણ કરે છે. અભિષેક એટલે પવિત્ર જળનું સિંચન. તેથી રાજ્યાભિષેકની વિધિમાં અન્ય પ્રચલિત ઔપચારિકતાઓ સાથે રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાની અને તે…
વધુ વાંચો >રાજ્યાશ્રય
રાજ્યાશ્રય : રાજ તરફથી કવિઓ અને કલાકારોને મળતો આશ્રય. રાજશેખરે પોતાના ‘કવિશિક્ષા’ ગ્રંથમાં રાજાઓ દ્વારા આયોજિત કવિ-સંમેલનો અને સંગીતસમારોહનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે રાજાઓ કવિઓ અને કાવ્યો તથા સંગીતકારો અને બીજા વિદ્યાકલાના વિદ્વાનોનું ગુણવત્તા અનુસાર પુરસ્કાર કરી બહુમાન કરતા. આવા વિદ્વાનોમાંથી શ્રેષ્ઠને રાજદરબારમાં કાયમી સ્થાન મળતું.…
વધુ વાંચો >રાજ્યોની ભાષાવાર પુનર્રચના
રાજ્યોની ભાષાવાર પુનર્રચના : સામાન્ય રીતે સમવાયતંત્ર, સમૂહતંત્ર કે સંઘ રાજ્યોમાં પ્રારંભે ઘટકો યા એકમોની રચના કરવામાં આવે ત્યારબાદ કેન્દ્રીય એકમની રચના થાય છે. વળી આવી રચના લગભગ કાયમી હોય છે; પરંતુ, ભારતમાં કેટલાંક કારણોસર આમ બન્યું નથી. આઝાદી પૂર્વે બ્રિટિશ શાસન દરમિયાન વિસ્તૃત અને મહાકાય પ્રાંતો અસ્તિત્વમાં હતા. તેમને…
વધુ વાંચો >રાઝદાન, કૃષ્ણ
રાઝદાન, કૃષ્ણ (જ. 24 ઑગસ્ટ 1850, વનપુહ, જિ. અનંતનાગ, કાશ્મીર; અ. 4 ડિસેમ્બર 1926) : અનન્ય શિવભક્ત કાશ્મીરી કવિ. જમીનદાર અને કાશ્મીરી પંડિત પિતા ગણેશ રૈનાએ તેમને ફારસી, ગણિત, જ્યોતિષશાસ્ત્ર અને અન્ય શાસ્ત્રોમાં ઉત્તમ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાવ્યું. તેમના પિતા સાધુસેવી હોઈ તેમને ઘેર ચાલતાં સંતસાધુનાં ભજન-કીર્તન તથા વિદ્વાનોના વાર્તાલાપથી…
વધુ વાંચો >રાઝી
રાઝી (864-925) : ઈરાનના નવમા-દસમા સૈકાના જગવિખ્યાત હકીમ. આખું નામ અબૂબક્ર મુહમ્મદ બિન ઝકરિયા બિન યહ્યા. તેમણે તબીબીશાસ્ત્ર (medicine), રસાયણશાસ્ત્ર અને અન્ય વૈજ્ઞાનિક શાખાઓમાં સંશોધન તથા લેખન કર્યું હતું. તેમની ગણના વિશ્વના આગળ પડતા વિચારકોમાં થાય છે. તેમનો જન્મ ઈરાનના વર્તમાન પાટનગર તેહરાન શહેરની નજીક આવેલા પ્રાચીન નગર રૈ(Ray)માં થયો…
વધુ વાંચો >રાઝી, ઇમામ ફખ્રુદ્દીન
રાઝી, ઇમામ ફખ્રુદ્દીન (જ. 1149; અ. 1209) : પવિત્ર કુરાનના તફસીર-લેખક તથા પ્રસિદ્ધ ધર્મજ્ઞાની. આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર ઉર્ફે ઇમામ ફખ્ર રાઝી. મફાતિહુલ ગૈબ અથવા અલ-તફસીર અલ-કબીર નામની તેમની તફસીર (અર્થાત્ પવિત્ર કુરાન ઉપરનું અરબી ભાષામાં વિવરણ) આજે પણ વિશ્વભરમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા ધરાવે છે. તેમનો જન્મ…
વધુ વાંચો >રાઠવા
રાઠવા : ગુજરાતની એક આદિવાસી જાતિ. ગુજરાતમાં વસતી અનેક-વિધ અનુસૂચિત જનજાતિઓમાં રાઠવા જાતિ ઊજળો વાન ધરાવતી સામાજિક તેમજ ધાર્મિક દૃષ્ટિએ ઘણું જ વૈવિધ્ય અને આગવાં સાંસ્કૃતિક લક્ષણો ધરાવતી જાતિ છે. ગુજરાતની કુલ 28 જેટલી અનુસૂચિત જનજાતિઓની 48 લાખ જેટલી વસ્તીમાં રાઠવાઓની વસ્તી લગભગ 4.92 % છે. એ રીતે વસ્તીના ક્રમમાં…
વધુ વાંચો >રાઠોડ
રાઠોડ : રાજસ્થાન તથા ગુજરાતમાં એક કાળે શાસન કરનાર રાજવંશ. રાજસ્થાનના જોધપુર (મારવાડ) અને બીકાનેર રાજ્યમાં રાઠોડ રાજવંશનું શાસન હતું. આ રાઠોડ રાજાઓના પૂર્વજો ‘રઠડ’, ‘રઠૌડ’ અથવા ‘રાઠૌડ’ તરીકે ઓળખાતા હતા. મારવાડના રાઠોડ રાજવંશનો પૂર્વજ સીહ પોતાને ‘રઠડ’ તરીકે ઓળખાવતો હતો. એનું મૃત્યુ ઈ. સ. 1273માં થયું. એ પછી એના…
વધુ વાંચો >રાઠોડ, અરવિંદ
રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક…
વધુ વાંચો >રાઠોડ, કાનજીભાઈ
રાઠોડ, કાનજીભાઈ : ભારતીય ફિલ્મોના આરંભના દાયકાઓમાં જે ગુજરાતી ફિલ્મસર્જકોનું પ્રદાન સ્થાપક તરીકે ગણવામાં આવે છે તે પૈકીના એક સ્ટિલ ફોટોગ્રાફર. તેઓ અમેરિકાથી ફિલ્મકલાની ટૅક્નીક શીખીને આવેલા સુચેતસિંહની ઑરિયેન્ટલ ફિલ્મ કંપની સાથે 1918માં જોડાયા. અહીં 1920 સુધીમાં ‘મૃચ્છકટિક’, ‘શકુંતલા’ અને ‘નરસિંહ મહેતા’ ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રસિદ્ધિ પામ્યા. દરમિયાન એક…
વધુ વાંચો >રાણી નેફરટીટી
રાણી નેફરટીટી : ઇજિપ્તના ફેરો (રાજા) અખનાતનની પત્ની અને પ્રાચીન ઇજિપ્તની રાણી. અખનાતન આશરે ઈ. પૂ. 1367થી 1350 સુધી ઇજિપ્તનો શાસક હતો. એકેશ્વરવાદનો પ્રચાર કરનાર અને માત્ર એટન(સૂર્ય)ને દેવ માનનાર અખનાતન પ્રથમ ફેરો હતો. નેફરટીટી અખનાતનની આ માન્યતા તથા તેના ઉપદેશની દૃઢ સમર્થક હતી અને નવી ધાર્મિક વિધિઓમાં તેને સહાયરૂપ…
વધુ વાંચો >રાણીનો હજીરો
રાણીનો હજીરો : અમદાવાદ શહેરની મધ્યમાં જામી (જામે) મસ્જિદની બાજુમાં અને અહમદશાહના રોજાની સામે આવેલો મિનારાઓવાળો રોજો. તે ગુજરાતના સલ્તનત સમયમાં બંધાયો હતો. હાલમાં આ રોજો ચારે બાજુએ ધમધમતા માણેકચોકના વેપારી વિસ્તારની વચ્ચે ઘેરાયેલો છે. આ હજીરો તેના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે ધ્યાનાકર્ષક છે. તેમાં કબરો રાખવાનો ભાગ ખુલ્લો છે…
વધુ વાંચો >રાણી રાસમણિદેવી
રાણી રાસમણિદેવી [જ. સપ્ટેમ્બર 1793, કોનાગામ (કોલકાતા); અ. 19 ફેબ્રુઆરી 1861, કોલકાતા] : કોલકાતાના દક્ષિણેશ્વર મંદિરનાં સ્થાપક તેજસ્વી જમીનદાર મહિલા. મૂળ નામ રાસમણિ, પણ માતા રામપ્રિયાદેવી તેમને લાડમાં ‘રાણી’ કહેતાં તેથી રાણી રાસમણિ નામ પ્રસિદ્ધ થયું. માતા અને પિતા હરેકૃષ્ણદાસ ભક્તિપરાયણ હતાં. પિતા પાસે લખતાં-વાંચતાં શીખ્યા પછી તેઓ નાનપણથી પુરાણકથાઓ…
વધુ વાંચો >રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 :
રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 : ઇંગ્લૅન્ડના તાજની ભારત માટેની નીતિવિષયક જાહેરાત. 1857ના વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇંગ્લૅન્ડના તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો અને લૉર્ડ કૅનિંગ ભારતના પ્રથમ વાઇસરૉય અને ગવર્નર-જનરલ બન્યા. વાઇસરૉય લૉર્ડ કૅનિંગે 1 નવેમ્બર, 1858ના રોજ ભારતના રાજાઓનો અલ્લાહાબાદ મુકામે દરબાર ભર્યો અને તેમાં રાણી વિક્ટોરિયાનો…
વધુ વાંચો >રાણી સિપ્રીની મસ્જિદ
રાણી સિપ્રીની મસ્જિદ : અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ મુઝફ્ફરશાહ બીજાના અમલ વખતે (ઈ. સ. 15111526) સુલતાન મહમૂદશાહ બેગડાના પુત્ર અબુબકરખાંની મા રાણી અસનીએ ઈ. સ. 1514માં બંધાવી હતી. ‘સિપ્રી’ એનું બીજું નામ હતું. સલ્તનત સમયના સ્થાપત્યમાં આ મસ્જિદ નાજુકાઈ અને સૌન્દર્ય સહિત પ્રમાણસરની અને આયોજનની દૃષ્ટિએ સંપૂર્ણ…
વધુ વાંચો >રાતડો
રાતડો : ફૂગના ચેપની અસર હેઠળ જુદા જુદા પાકોનાં પાન અને / અથવા તો તેની ડાળીને રાતા રંગમાં ફેરવતો રોગ. જુવાર, શેરડી, ડાંગર અને બાજરી જેવા પાકમાં જુદી જુદી ફૂગને લીધે પાન અને ડાળી ઉપર આક્રમણ થતાં અસરગ્રસ્ત ભાગમાં રાતા રંગનાં ટપકાં નિર્માણ થાય છે, જ્યારે પાકના થડ કે ડાળીની…
વધુ વાંચો >રાતરાણી
રાતરાણી : દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum nocturnum Linn. (હિં. રજનીગંધા, રાત કી રાની; ગુ. રાતરાણી; અં. લેડી ઑવ્ ધ નાઇટ, નાઇટ સિસ્ટ્રમ, નાઇટ જૅસ્મીન, પૉઇઝન બેરી.) છે. તે સહિષ્ણુ (hardy), શુષ્કતારોધી (drought-resistant) અને લગભગ 3.0 મી. સુધીની ઊંચાઈવાળો ક્ષુપ છે. તેનાં પર્ણો સાદાં,…
વધુ વાંચો >રાતા પ્રસ્તરો (red beds)
રાતા પ્રસ્તરો (red beds) : ફેરિક ઑક્સાઇડને કારણે લાલ રંગના બનેલા કણજન્ય જળકૃત ખડકો. ફેરિક ઑક્સાઇડ ખડકોના બંધારણમાં રહેલા કણોને ફરતા આવરણ રૂપે ચડતું હોય છે, આંતરકણછિદ્રોમાં તે ભરાઈ જતું હોય છે અથવા પંકિલ પરિવેદૃષ્ટિત દ્રવ્યમાં તે પ્રસરી જતું હોય છે. આ રીતે રંગપ્રસરણને કારણે ખડકસ્તરો રાતા રંગના બની રહે…
વધુ વાંચો >રાતાં ચૂસિયાં
રાતાં ચૂસિયાં : કપાસના પાકને નુકસાન કરતી જીવાત. આ જીવાતનો સમાવેશ અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના પાયરોકોરેડી કુળમાં કરવામાં આવેલ છે. તેનું વૈજ્ઞાનિક નામ ડિસડર્કસ સિંગ્યુલેટસ (Dysdercus cingulatus Fab.) છે. ભારતના કપાસ ઉગાડતા લગભગ દરેક પ્રદેશમાં તેમની હાજરી જોવા મળે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ રાજ્યોમાં તેના ઉપદ્રવથી કપાસના…
વધુ વાંચો >રાતાં સરસરિેયાં
રાતાં સરસરિેયાં : સંઘરેલા અનાજને નુકસાન કરતી અગત્યની જીવાત. આ કીટકની મુખ્ય બે જાતિઓ જોવા મળે છે. ટ્રાયબોલિયમ કેસ્ટેનિયમ અને ટ્રાયબોલિયમ કન્ફ્યુઝમ, જેનો ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીના ટેનેબ્રિયોનિડી કુળમાં સમાવેશ કરેલ છે. ભારતના લગભગ બધા જ પ્રદેશોમાં તેની હાજરી જોવા મળે છે. આ કીટક સૌપ્રથમ 1797માં નોંધાયેલ. તેનું મૂળ વતન ભારત…
વધુ વાંચો >