૧૫.૨૨

માછલીથી માથુર કૃપાશંકર

માછલી

માછલી (Fish) કંઠનળી-પ્રદેશમાં આવેલ ઝાલરો વડે શ્વસનક્રિયા કરનાર, પગ વગરનું મીનપક્ષોવાળું જલજીવી પૃષ્ઠવંશી પ્રાણી. આમ તો પાણીમાં વસતાં ઘણાં જલજીવી પ્રાણીઓને ‘માછલી’ તરીકે નિર્દેશવામાં આવે છે; દાખલા તરીકે, જેલી ફિશ (jelly fish). સમુદ્ર-તારા (star fish), જિંગા (prawn), સીલ અને વહેલ જેવાં પ્રાણીઓ પણ માછલી તરીકે ઓળખાય છે; પરંતુ તેમની લાક્ષણિકતાના…

વધુ વાંચો >

માછલીનું તેલ

માછલીનું તેલ : માછલીના દેહમાંથી મળતું ચરબીયુક્ત તેલ. સામાન્ય રીતે તે ખોરાક તરીકે તેમજ રંગ તથા વાર્નિશ ઉદ્યોગમાં શુષ્કન તેલ (drying oil) તરીકે અને સાબુ-ઉદ્યોગમાં વપરાય છે. હૅલિબટ, રૉકફિશ, મુસી (dog-fish) તથા સૂપફિન શાર્કનાં યકૃતતેલ (liver oil) વિટામિન Aના મહત્વના સ્રોતો છે. ટ્યૂના, બાંગડા (mackerel), છૂરિયો (saw fish) જેવી માછલીઓના…

વધુ વાંચો >

માજિદ જહાંગીરખાન

માજિદ જહાંગીરખાન (જ. 28 સપ્ટેમ્બર 1946, લુધિયાણા, પંજાબ, ભારત) : પાકિસ્તાનના ક્રિકેટ-ખેલાડી. તેમણે 15 વર્ષ અને 47 દિવસની વયે પ્રથમ કક્ષાની મૅચમાં સદી નોંધાવી અને એ રીતે સદી નોંધાવનારા કાયમ માટેના સૌથી નાની વયના ખેલાડી બની રહ્યા, પરંતુ વિશ્વના એક સર્વોત્તમ બૅટધર તરીકેની પ્રતિષ્ઠા મેળવતાં તેમને એક દશકો લાગ્યો. એ…

વધુ વાંચો >

માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી

માઝદરાની, મુલ્લા મુહમ્મદ સૂફી (અ. 1625, સિરહેદ) : ફારસી કવિ. તે ઈરાનના માઝદરાન પ્રદેશના નિવાસી હતા. સમ્રાટ અકબરના સમયમાં હિંદ આવીને ગુજરાતમાં સ્થાયી થયા. તેમણે લગભગ સમગ્ર ઈરાનનો પ્રવાસ ખેડ્યો હતો. તેઓ સૂફીવાદી વિચારો ધરાવતા હતા અને તેને અનુસરતા હતા. તેમણે અનેક વાર મક્કાની હજ કરી હતી. પોતાના જીવનનાં અંતિમ…

વધુ વાંચો >

માઝન્દરાની, મુહમ્મદ અશરફ

માઝન્દરાની, મુહમ્મદ અશરફ (સત્તરમું શતક) : ભારતના છેલ્લા મુઘલકાળના પ્રતિષ્ઠિત ફારસી કવિ. તેમનો જન્મ ઈરાનના માઝન્દરાનમાં અને ઉછેર ઇસ્ફહાનમાં થયો હતો. તેમના પિતા મૌલાના મુહમ્મદ સાલેહ માઝન્દરાની અને તેમનાં માતાના પિતા મૌલાના મુહમ્મદ તકી મજલિસી બંનેની ગણના વિદ્વાન શિક્ષકોમાં થતી હતી. તેમણે પોતાના પિતા ઉપરાંત મિર્ઝા કાજી શયખુલ ઇસ્લામ તથા…

વધુ વાંચો >

માઝારીન ઝૂલ

માઝારીન ઝૂલ (જ. 1602, એબ્રુઝી, દક્ષિણ ઇટાલી; અ. 1661) : કાર્ડિનલ, ફ્રેન્ચ રાજનીતિજ્ઞ અને ફ્રાન્સના વડાપ્રધાન. તેમણે ઇટાલી અને સ્પેનમાં શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ પોપની સેવામાં જોડાયા. આ સેવા દરમિયાન કાર્ડિનલ રિશલૂનું ધ્યાન તેમના તરફ ખેંચાયું. કાર્ડિનલ રિશલૂ ફ્રાન્સના રાજા 13મા લૂઇના વડાપ્રધાન હતા. તેમણે માઝારીનને ફ્રાન્સમાં પૅરિસ ખાતે આમંત્ર્યા…

વધુ વાંચો >

માટિર માનુષ

માટિર માનુષ (1930) : કાલિંદીચરણ પાણિગ્રહીની ઊડિયા નવલકથા. 1930ના અરસામાં સમગ્ર ભારત બ્રિટિશ શાસન સામેની લડતમાં પ્રવૃત્ત હતું, ત્યારે આ નવલનું પ્રકાશન એક મહત્વની સાહિત્યિક, સામાજિક તથા રાજકીય ઘટના બની રહી. કટક જિલ્લામાં વિટુપા નદીના કાંઠે આવેલા પધાનપરા ગામમાં રહેતા નમ્ર અને રૂઢિપરાયણ ખેડૂત પરિવારની રસપ્રદ કથા આમાં આલેખાઈ છે.…

વધુ વાંચો >

માટી-ઉદ્યોગ

માટી-ઉદ્યોગ : માટી અને/અથવા ખનિજોના મિશ્રણમાંથી ઘડેલાં અને અગ્નિ વડે તપાવેલાં પાત્રો બનાવવાનો કલાકારીગરીવાળો ઉદ્યોગ. તેને મૃત્તિકા-નીપજો(clay products)નો અથવા સિલિકેટ-ઉદ્યોગ પણ કહે છે. માટીમાંથી બનાવેલાં વાસણો સાદાં અથવા કાચીકૃત (vitrified) અને અપારદર્શક, જ્યારે ચિનાઈ માટીનાં અર્ધપારદર્શક પ્રકારનાં હોય છે. સિરૅમિક ઉદ્યોગનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. જોકે તેને અલગ…

વધુ વાંચો >

માટીકામ

માટીકામ : માટીનું ખોદાણ કે માટીનું પુરાણ. કોઈ પણ સિવિલ ઇજનેરી રચના માટે કરવામાં આવતું પાયાનું ખોદકામ એ માટીકામનો એક પ્રકાર છે. કોઈ પણ સિવિલ ઇજનેરી રચનાના બાંધકામની શરૂઆત કરવા માટે નિયત લેવલ ધરાવતી સપાટી(formation level)ની આવશ્યકતા રહેલી છે. આ નિયત લેવલનું મૂલ્ય રચના કરનાર ઇજનેર નક્કી કરે છે. રચનાના…

વધુ વાંચો >

માટી ખાવી

માટી ખાવી (Pica) : શરીરના પોષણતત્વ(લોહ, iron)ની ઊણપ (ખામી) હોય ત્યારે થતાં અખાદ્ય અને અપોષક પદાર્થો ખાવાની અદમ્ય રુચિ અને વર્તન. તેને મૃદભક્ષણ પણ કહે છે. શરીરમાં લોહ(iron)ની ઊણપ થાય ત્યારે વ્યક્તિ માટી (મૃત્તિકાભક્ષણ, geophagia), બરફ (હિમભક્ષણ, pagophagia), કપડાંને આર કરવા માટે વપરાતો સ્ટાર્ચ (શર્કરાભક્ષણ, amylophagia), રાખ, ધૂળ, કૉફીની ભૂકી,…

વધુ વાંચો >

માણિકરાવ

Jan 22, 2002

માણિકરાવ (જ. 1876; અ. 1954) : ગુજરાતના વ્યાયામવીર અને વ્યાયામપ્રચારક. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ‘માણિકરાવજી’ના નામે મશહૂર બનેલા વ્યાયામવીરનું આખું નામ ગજાનન યશવંત માણિકરાવ હતું. માણિકરાવને નાનપણથી જ વડોદરાના નામી પહેલવાન જુમ્માદાદાના અખાડાની લગની લાગી હતી અને જુમ્માદાદા ઝંખતા હતા તેવો સુયોગ્ય શિષ્ય તેમને માણિકરાવમાં મળી ગયો. શીખવાની ધગશ કેટલી…

વધુ વાંચો >

માણિક્યચંદ્ર

Jan 22, 2002

માણિક્યચંદ્ર (ઈ. સ.ની 12મી–13મી સદી) : ભારતીય અલંકારશાસ્ત્રના ગુજરાતી જૈન લેખક. તેઓ પોતાને રાજગચ્છના, કોટિક ગણના અને વજ્રશાખાના જૈન સાધુ ગણાવે છે. તેમની ગુરુપરંપરા મુજબ ગુરુ શીલભદ્ર, તેમના શિષ્ય ભરતેશ્વર, તેમના શિષ્ય વીરસ્વામી, તેમના શિષ્ય નેમિચંદ્ર અને તેમના શિષ્ય તે માણિક્યચંદ્ર હતા. સાગરેન્દુ તેમના ગુરુભાઈ હતા. આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર…

વધુ વાંચો >

માણિક્યચંદ્રસૂરિ

Jan 22, 2002

માણિક્યચંદ્રસૂરિ : જુઓ પૃથ્વીચંદ્રચરિત

વધુ વાંચો >

માણેક (Ruby)

Jan 22, 2002

માણેક (Ruby) : કોરંડમ(Al2O3)નો લાલ રંગનો રત્ન-પ્રકાર. તેની રાતા રંગની ઉત્તમ પારદર્શક જાત મૂલ્યવાન રત્ન તરીકે ઓળખાય છે. તેમાં પણ મધ્યમથી ઘેરી ઝાંયવાળી લાલ રંગની જાતથી માંડીને જાંબલી-લાલ કે કેસરી-લાલ જાતને જ માણેક ગણાવાય છે. આછી લાલ, લાલ-ગુલાબી કે અન્ય રંગોવાળી જાત નીલમ તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બંને કોરંડમના…

વધુ વાંચો >

માણેક, કરસનદાસ નરસિંહ

Jan 22, 2002

માણેક, કરસનદાસ નરસિંહ (જ. 28 નવેમ્બર 1901, કરાંચી; અ. 18 જાન્યુઆરી 1978, વડોદરા) (ઉપનામ –‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’) : ગુજરાતી કવિ, વાર્તાકાર, નિબંધકાર, ચિંતક. વતન જામનગર જિલ્લાનું હડિયાણા. પ્રાથમિક શિક્ષણ કરાંચીમાં ખાનગી શાળામાં, માધ્યમિક કેળવણી ત્યાંની મિશન સ્કૂલમાં. ઉચ્ચ કેળવણી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાં શરૂ કરેલી, પણ અસહકારની ચળવળને કારણે…

વધુ વાંચો >

માણેકશા (ફીલ્ડ માર્શલ)

Jan 22, 2002

માણેકશા (ફીલ્ડ માર્શલ) (જ. 3 એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ, ભારત; અ. 27 જૂન, 2008, વેલિંગ્ટન) : ભારતીય ભૂમિદળના બીજા (જામનગરના રાજેન્દ્રસિંહજી પછીના) ગુજરાતી સેનાધિપતિ. નામ સામ. પિતા હોરમસજી ફ્રામજી જમશેદજી બ્રિટિશ હિંદી સૈન્યમાં તબીબ હતા. કિશોરવયથી જ શારીરિક કવાયત અને વિશાળ વાચન તેમના શોખ હતા. વિશ્વયુદ્ધની રોમાંચક કથાઓનું સ-રસ વાચન…

વધુ વાંચો >

માતહારી

Jan 22, 2002

માતહારી (જ. 1876, લ્યૂવૉર્ડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1917) (મૂળ નામ – માર્ગારેટ ગર્ટ્ર્યૂડ મેકલૉડ) : મહિલા જાસૂસ. 1905માં તેમણે ફ્રાન્સમાં નૃત્યાંગના તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–16) દરમિયાન યુદ્ધના બંને પક્ષે તેમણે સરકારમાં તથા લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અનેક અધિકારીઓ સાથે પ્રેમસંબંધ કેળવ્યા હતા. તેઓ જર્મન દેશ માટે જાસૂસી કરવા…

વધુ વાંચો >

માતાજી (શ્રી)

Jan 22, 2002

માતાજી (શ્રી) (જ. 21 ફેબ્રુઆરી 1878, પૅરિસ; અ. 17 નવેમ્બર 1973, પૉંડિચેરી) :  મહર્ષિ અરવિન્દનાં અંતેવાસી અને તેમના દર્શનનાં સર્વોત્તમ સાધક ને સમર્થક વિદેશી સન્નારી. શ્રી અરવિન્દનાં અનુયાયીઓમાં ‘શ્રી માતાજી’ તરીકે ઓળખાતાં મીરા આલ્ફાસા. શાળાનો અભ્યાસ પૂરો થતાં ઉજ્જ્વળ કારકિર્દીને કારણે તેમને પ્રી-દ’-ઑનર(prix d’ honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દસેક…

વધુ વાંચો >

માતાનો મઢ

Jan 22, 2002

માતાનો મઢ : કચ્છના પશ્ચિમ કિનારે ભુજથી 100 કિમી. દૂર આવેલું કચ્છના રાજવીઓનાં કુળદેવી મા આશાપુરાનું મંદિર. મા આશાપુરા એ મહાલક્ષ્મી-મહાકાળી-મહાસરસ્વતીનું સ્વરૂપ છે. ભાવિકોનો એક વર્ગ તેમને આઈ આવળનું સ્વરૂપ માને છે. એક કિંવદંતી અનુસાર, 1,500 વર્ષ પહેલાં મારવાડનો દેવચંદ વેપારી તેની વણજાર સાથે હાલના મઢના સ્થાનકે નવરાત્રિ કરવા રોકાયેલો.…

વધુ વાંચો >

માતા ભવાનીની વાવ

Jan 22, 2002

માતા ભવાનીની વાવ : અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી 14મી સદીમાં બંધાયેલી વાવ. આ વાવના બાંધકામનો ચોક્કસ સમય નક્કી થઈ શકતો નથી, પરન્તુ તે સલ્તનતકાળમાં તો હશે જ એટલું પ્રતીત થાય છે. તેનું બાંધકામ જોતાં લાગે છે કે આ વાવ અમદાવાદ શહેર વસ્યું તે પહેલાંની હશે. આ વાવનું ચડાણ સીધું છે,…

વધુ વાંચો >