માતહારી (જ. 1876, લ્યૂવૉર્ડન, નેધરલૅન્ડ્ઝ; અ. 1917) (મૂળ નામ – માર્ગારેટ ગર્ટ્ર્યૂડ મેકલૉડ) : મહિલા જાસૂસ.

માતહારી

1905માં તેમણે ફ્રાન્સમાં નૃત્યાંગના તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–16) દરમિયાન યુદ્ધના બંને પક્ષે તેમણે સરકારમાં તથા લશ્કરમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અનેક અધિકારીઓ સાથે પ્રેમસંબંધ કેળવ્યા હતા. તેઓ જર્મન દેશ માટે જાસૂસી કરવા બદલ દોષિત ઠર્યાં હતાં; પૅરિસમાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમનું નામ લોભાવનારી મહિલા જાસૂસ માટે પર્યાય બની ગયું છે.

મહેશ ચોકસી