Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

વજ્રસત્વ

Jan 12, 2005

વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં નહિ પણ એકાંતમાં કરાય છે.…

વધુ વાંચો >

લોહરવંશ

Jan 10, 2005

લોહરવંશ : કાશ્મીરમાં 11મી-12મી સદીમાં પ્રવર્તમાન રાજવંશ. દશમી સદીના અંતમાં પર્વગુપ્તવંશની રાણી દિદ્દાના ક્રૂર અને ભ્રષ્ટાચારી શાસન પછી કાશ્મીરમાં લોહરવંશની સત્તા સ્થપાઈ (ઈ. સ. 1003). આ વંશના સંગ્રામરાજ, કલશરાજ અને હર્ષરાજે વિદ્યા અને કલાને ઉત્તેજન આપેલું. આ વંશના સ્થાપક સંગ્રામરાજે મહમૂદ ગઝનવીના અનેક હુમલા પાછા હઠાવ્યા ને પોતાના મંત્રી તુંગને મુસ્લિમ આક્રમણ સામે સાહી ત્રિલોચનપાલને…

વધુ વાંચો >

લોમશ

Jan 8, 2005

લોમશ : એક મહર્ષિ. શરીર પર ઘણા રોમ હોવાને લઈને એમનું લોમશ નામ પડેલું. એને અંગે અનુશ્રુતિ છે કે સો વર્ષો સુધી તેમણે કમળપુષ્પોથી શિવજીની પૂજા કરી હતી તેથી તેમને વરદાન મળેલું કે કલ્પાંતે તેમના શરીર પરથી કેવળ એક રૂંવાડું ખરશે. તેઓ હંમેશ તીર્થાટન કરતા મોટા ધર્માત્મા હતા. તીર્થાટન વખતે લોમશ ઋષિ પાસેથી યુધિષ્ઠિરે અનેક…

વધુ વાંચો >

લોકનાથ

Jan 5, 2005

લોકનાથ : સર્વરોગના નાશ કરનારા મનાતા બોધિસત્વ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેઓ શ્વેતવર્ણના અને દ્વિભુજ છે. જમણો હાથ વરદામુદ્રામાં અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલ છે. લલિતાસનમાં બેઠેલા છે. તેમની જમણી બાજુએ વરદમુદ્રામાં તારા બેઠેલ છે અને ડાબી બાજુએ રક્તવર્ણના હયગ્રીવ હાથમાં દંડ સાથે બેઠેલ છે. તેમણે વ્યાઘ્રચર્મ ધારણ કરેલ છે. તેમનો દેખાવ વિકરાળ છે. વડોદરા…

વધુ વાંચો >

વિષ્ણુકાંચી

Feb 21, 2005

વિષ્ણુકાંચી : દક્ષિણ ભારતમાં શિવકાંચીથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું વૈષ્ણવ તીર્થ. અહીં 18 વિષ્ણુમંદિરો આવેલાં છે, જેમાં વરદરાજ સ્વામીનું મંદિર મુખ્ય છે. આ વિશાળ અને ભવ્ય મંદિરમાં વૈશાખી પૂર્ણિમાને દિવસે ‘બ્રહ્મોત્સવ’ થાય છે. આ ઉત્સવ સમગ્ર દક્ષિણ ભારતનો સહુથી મોટો ઉત્સવ ગણાય છે. રામાનુજાચાર્યની મુખ્ય આઠ પીઠોમાંની એક પીઠ અહીં આવેલી છે. અહીં વલ્લભાચાર્ય…

વધુ વાંચો >

વિષ્ણુવર્ધન

Feb 21, 2005

વિષ્ણુવર્ધન : ઈ. સ. 1110થી 1141 દરમિયાન માયસોર વિસ્તારના કન્નડ પ્રદેશમાં શાસન કરતો દ્વારસમુદ્રનો હોયસળ વંશી રાજા. તે મૂળમાં જૈનધર્માવલંબી હતો પરંતુ રામાનુજાચાર્યના પ્રભાવથી તેણે વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યો. રાજાનું મૂળ નામ વિહિદેવ હતું. વૈષ્ણવી દીક્ષા લીધા પછી પોતાનું નામ બદલીને વિષ્ણુવર્ધન રાખ્યું. બાંધકામપ્રિય રાજાએ તેના શાસનકાળ દરમિયાન નોંધપાત્ર દેવાયલો બંધાવ્યાં. એમાં બેલૂરનું સુંદરેશ્વર મંદિર…

વધુ વાંચો >

શત્રુઘ્ન

Jan 6, 2006

શત્રુઘ્ન : દશરથ અને સુમિત્રાનો પુત્ર અને લક્ષ્મણનો સહોદર ભાઈ. વાલ્મીકિ રામાયણમાં તેને ભરતનો અભિન્ન સાથી કહ્યો છે. આથી પ્રાચીન સાહિત્યમાં રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નનો જોડી તરીકે ઉલ્લેખ થતો જોવામાં આવે છે. મોસાળમાંથી આવીને રામના વનવાસ અંગેના નિશ્ચયનો ભરતની જેમ શત્રુઘ્ને પણ ભારે વિરોધ કર્યો હતો. મંથરાને એ મારવા દોડ્યો હતો. દશરથને પણ કડવાં વેણ કહ્યાં…

વધુ વાંચો >

ઈરાની, સ્મૃતિ

Jan 30, 1990

ઈરાની, સ્મૃતિ (જ. 23 માર્ચ, 1976, નવી દિલ્હી) : ભારત સરકારમાં હાલ મહિલા અને બાળવિકાસ તથા લઘુમતી બાબતોના મંત્રી. લઘુમતી બાબતોના મંત્રી તરીકે પ્રથમ બિનમુસ્લિમ મંત્રી. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ. અગાઉ વાજપેયી અને પ્રમોદ મહાજન જૂથમાં સામેલ હતાં. મે, 2019થી અમેઠીના સાંસદ. પ્રસિદ્ધ ટેલિવિઝન અભિનેત્રી, ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’ નામની હિંદી ધારાવાહિકથી…

વધુ વાંચો >

શચી

Jan 6, 2006

શચી : દાનવરાજ પુલોમાની પુત્રી, જેનાં લગ્ન ઇંદ્ર સાથે થયાં હતાં. જયંત શચીનો જ પુત્ર હતો. પુલોમાએ દેવાસુર સંગ્રામમાં પહેલાં અગ્નિ સાથે મળીને અને પછી વૃત્રાસુર સાથે મળીને ઇંદ્ર સાથે યુદ્ધ કર્યું હતું અને ઇંદ્રને હાથે પુલોમાનો વધ થતાં શચી ઇંદ્રને પ્રાપ્ત થઈ હતી. એક વાર દેવતાઓએ નહુષને ઇંદ્રપદ આપી દીધું. નહુષની શચી પર કુદૃષ્ટિ…

વધુ વાંચો >

શક્તિસિંહ

Jan 6, 2006

શક્તિસિંહ : રાણા પ્રતાપના અનુજ ભાઈ. રાણા પ્રતાપથી રિસાઈને તત્કાલીન મુઘલ બાદશાહ અખબરને શરણે જઈ તેનું સેનાપતિપદ સ્વીકાર્યું. શક્તિસિંહે અકબર સમક્ષ રાજપૂતોના બધા ભેદ ખોલી દીધા. કહેવાય છે કે રાણા પ્રતાપ ઉપર આક્રમણ કરવામાં તેનો હાથ હતો. હલ્દીઘાટીનું યુદ્ધ થયું જેમાં રાણા પ્રતાપનો પરાજય થયો અને એ યુદ્ધમાં સેંકડો રાજપૂતો વીરગતિને પામ્યા એ જોઈને શક્તિસિંહને…

વધુ વાંચો >