Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

સાલુવ નરસિંહ

Jan 7, 2008

સાલુવ નરસિંહ : વિજયનગરના દ્વિતીય રાજવંશ – સાલુવનો સ્થાપક અને એ વંશનો પ્રથમ રાજવી. મૂળમાં એ પોતે વિજયનગરના તાબાના ચંદ્રગિરિનો અધિનાયક હતો. વિજયનગરના પ્રથમ રાજવંશ સંગમના અંતિમ રાજા પ્રૌઢદેવના કાલમાં સાલુવ નરસિંહ ઉચ્ચ હોદ્દો ધરાવતો હતો. એ વખતે બહમની વંશના સુલતાન અને ઓડિસાના શાસકની સંયુક્ત સેનાએ વિજયનગર રાજ્ય પર આક્રમણ કર્યું. પ્રૌઢદેવ વિજયનગર રાજ્યનું રક્ષણ…

વધુ વાંચો >

સારનાથનો શિલ્પવૈભવ

Jan 6, 2008

સારનાથનો શિલ્પવૈભવ : સારનાથનો કલાવારસો વિશેષતઃ બૌદ્ધ મૂર્તિઓમાં જળવાયો છે. ત્યાં બુદ્ધ અને બોધિસત્વોની વિવિધ આસનો અને મુદ્રાઓવાળી અસંખ્ય પ્રતિમાઓ ગુપ્તકાલ (4થી–5મી સદી) દરમિયાન બની હતી. એમાંના ઘણા નમૂનાઓ સ્થાનિક મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયા છે. સારનાથમાંથી બેઠેલી સંખ્યાબંધ પ્રતિમાઓ વિવિધ મુદ્રાઓમાં મળી છે. એમાં ભગવાન બુદ્ધના જીવનની અતિ મહત્વની ઘટનાઓનું સૂચન મળે છે. આમાં ભૂમિ-સ્પર્શ-મુદ્રા અને…

વધુ વાંચો >

શાંતનુ

Jan 13, 2006

શાંતનુ : ભીષ્મપિતામહના પિતા, ગંગા અને સત્યવતીના પતિ તેમજ વિચિત્રવીર્ય અને ચિત્રાંગદના પિતા. હસ્તિનાપુરના રાજા શાંતનુની વીરતા પર વારી ગયેલ ગંગાએ એનું પત્નીત્વ સ્વીકાર્યું પણ સાથે શરત કરી કે એમનાથી ગંગાને જે સંતાન જન્મે તેને ગંગામાં જળસમાધિ આપવી. શાંતનુએ આ શરત સ્વીકારી અને એ મુજબ સાત સંતાનોને ગંગામાં પધરાવ્યાં. શાંતનુની વિનંતીથી આઠમા બાળકને યથાવત્ રાખતાં…

વધુ વાંચો >

વીરશૈવ દર્શન

Feb 23, 2005

વીરશૈવ દર્શન : દક્ષિણમાં કલ્યાણના રાજા બિજ્જલ કે વિજ્જલ(ઈ. સ. 1157-1167)ના મંત્રી આચાર્ય બસવે સ્થાપેલ સંપ્રદાય જે લિંગાયતને નામે પ્રસિદ્ધ થયેલો તેનું ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ દર્શન. આચાર્ય બસવ અને તેમના સમકાલીન રામય્યા તેમજ બીજા આચાર્યોએ વીરશૈવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બસવે આ સંપ્રદાયના આચાર અને સિદ્ધાંતને વ્યવસ્થિત સ્વરૂપ આપી એના દર્શનને સ્પષ્ટ કર્યું. વીરશૈવ સંપ્રદાયના…

વધુ વાંચો >

શમીક

Jan 7, 2006

શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ કરેલ હોવાથી રાજાના આગમન અંગે…

વધુ વાંચો >

વાયુદેવ

Jan 27, 2005

વાયુદેવ : એક વૈદિક દેવતા. ત્વષ્ટ્રા એના જમાઈ કહેવાય છે. મરુત વાયુ સાથે સંકળાયેલા નથી છતાં સ્વર્ગની નદીઓમાંથી મરુતે વાયુને જન્મ આપ્યો એમ કહેવાય છે. પાછળના યુગમાં વાયુને વાયવ્ય કોણના રક્ષક દેવતા તરીકે સ્વીકારાય છે. મહાભારતમાં વાયુને ભીમ અને હનુમાનના પિતા તરીકે વર્ણવાયા છે. મધ્વાચાર્યના અનુયાયીઓ તેમના આચાર્ય આનંદતીર્થને વાયુનો અવતાર માને છે. મૂર્તિવિધાન અનુસાર…

વધુ વાંચો >

વિશ્વનાથ સિંહ, મહારાજ

Feb 18, 2005

વિશ્વનાથ સિંહ, મહારાજ (જ. 1789 – અ. 1854) : રિવા રાજ્યના મહારાજ જૂ દેવ. પિતા મહારાજ જયસિંહ કવિ હોવા ઉપરાંત અનન્ય સાહિત્યોપાસક હતા. તેમનું ઈ. સ. 1833માં મૃત્યુ થતાં વિશ્વનાથ સિંહ રાજગાદી પર બેઠા અને 21 વર્ષો સુધી શાસન કર્યું. પોતે રામભક્તિના અનન્ય આરાધક કવિ હતા. તેમને શૃંગાર-પ્રધાન રામભક્તિના પ્રમુખ સ્તંભરૂપ માનવામાં આવે છે. પ્રિયદાસ…

વધુ વાંચો >

વિરોચન

Feb 15, 2005

વિરોચન : પ્રહલાદનો પુત્ર અને રાજા બલિનો પિતા, જ્યારે દૈત્યોએ પૃથ્વીનું દોહન કર્યું તે સમયે એ વાછડો બન્યો હતો. એક વાર તે અને અંગિરસ ઋષિનો પુત્ર સુધન્વા એક સાથે એક રાજકન્યાને પ્રેમ કરવા લાગ્યા. કન્યાના અનુરોધથી, એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે એવો પ્રશ્ન ઊઠ્યો ત્યારે પ્રહલાદે ઋષિપુત્રને શ્રેષ્ઠ ઠેરવી પોતાની નિષ્પક્ષતા પૂરવાર કરી. વિરોચન અને…

વધુ વાંચો >

વિરાટ

Feb 15, 2005

વિરાટ : મત્સ્યદેશનો રાજા, જેની રાજધાનીનું નામ વિરાટનગરી હતું. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે સહદેવે એના પર વિજય મેળવ્યો હતો. પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો એક વર્ષ સુધી વિરાટનગરમાં રહ્યા હતા. ત્યાં તેઓ નામ બદલીને રહેલા. જેમકે, યુધિષ્ઠિર (કંક) જુગાર રમવામાં પ્રવીણ એવો વિરાટ રાજાનો સેવક, અર્જુન (બૃહન્નલા) વિરાટ રાજાની કન્યાને નૃત્ય-સંગીત શીખવનાર અંતઃપુરની સેવક, ભીમ (વલ્લભ)…

વધુ વાંચો >

વિનતા

Feb 12, 2005

વિનતા : દક્ષ પ્રજાપતિની પુત્રી અને અરિષ્ટનેમિ કશ્યપની પત્ની. કશ્યપની બીજી પત્નીનું નામ કદ્રુ હતું, કદ્રુએ બળવાન નાગોને જન્મ આપ્યો હતો. એક વાર કશ્યપ ઋષિએ પત્ની વિનતાને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે પોતાની શોક્ય કદ્રુના પુત્રો કરતાં અધિક બળવાન પુત્રો માગ્યા. પરિણામે વિનતાને ગરુડ અને અરુણ નામે બે પુત્રો થયા. કથા મુજબ વિનતાને એ બે…

વધુ વાંચો >