Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ)

Feb 28, 2005

વૈદ્યનાથ (જ્યોતિર્લિંગ) : બિહારમાં સંથાલ પરગણામાં આ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ. 51 શક્તિપીઠોમાં પણ આ સ્થાનની ગણના છે. અહીં સતીનું હૃદય પડેલું હોવાનું મનાય છે. આ મહાદેવનું એક નામ દેવધર પણ છે. રાવણ દ્વારા લવાયેલ શિવલિંગ વૈદ્યનાથ મહાદેવના મંદિરમાં સ્થાપિત છે. આ મંદિરના પરિસરમાં બીજાં 21 મંદિરો આવેલાં છે તેમજ નિકટવર્તી ક્ષેત્રમાં પણ અનેક…

વધુ વાંચો >

વેંગી શિલ્પશૈલી

Feb 28, 2005

વેંગી શિલ્પશૈલી : દક્ષિણમાં આન્ધ્ર (સાતવાહન) રાજાઓ તથા ઇક્ષ્વાકુ રાજાઓના શાસન દરમિયાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં બંધાયેલ અનેક સ્તૂપોની પીઠ પર આરસની અલ્પમૂર્તિ શિલ્પપટ્ટીઓમાં વ્યક્ત થયેલ ઉત્કૃષ્ટ શિલ્પકામ વેંગી શૈલીના નામે પ્રસિદ્ધ છે. આમાં જગ્ગયપેટ અને અમરાવતીનાં કેટલાંક શિલ્પોમાં વેંગી શૈલીનાં પ્રાથમિક લક્ષણો પ્રગટ થાય છે. અમરાવતી આ શૈલીનું મુખ્ય કેન્દ્ર હોય એમ લાગે…

વધુ વાંચો >

સ્થૌણ-નરસિંહ

Jan 12, 2009

સ્થૌણ-નરસિંહ : સ્તંભમાંથી પ્રગટ થતું વિષ્ણુના નરસિંહ અવતારનું વિશિષ્ટ સ્વરૂપ, જેણે હિરણ્યકશિપુનો વધ કર્યો. પુરાણોમાં જણાવ્યા મુજબ હિરણ્યકશિપુએ ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માની પાસેથી એવા વરદાન મેળવ્યાં હતાં કે તે કોઈ પણ માણસ કે પશુથી ન મરે, તે દિવસે કે રાત્ર ન મરે, કોઈ પણ જાતના આયુધથી તે ઈજા પામી ન શકે. આવા પ્રકારનાં વરદાન મેળવીને…

વધુ વાંચો >

વીરભદ્ર શિવની પ્રતિમા

Feb 23, 2005

વીરભદ્ર શિવની પ્રતિમા : શામળાજી — ગુજરાતમાંથી મળેલી અને બરોડા મ્યુઝિયમમાં સુરક્ષિત પાંચમી સદીની અનુપમ પ્રતિમા. ક્ષત્રપકાલ અને ગુપ્તકાલની ગુજરાતની શિલ્પકલાને જોડતી કડીરૂપ આ પ્રતિમા હોવાથી વિશેષ નોંધપાત્ર છે. પૂર્ણમૂર્ત સ્વરૂપે કંડારાયેલી આ પ્રતિમામાં શિવ ત્રિભંગમાં ઊભેલા છે. તેમના પગ ક્ષત્રપકાલીન શિલ્પોની સરખામણીએ પાતળા છે. તેમના ચાર હાથ પૈકી ડાબો પાછળનો અને જમણો આગળનો હાથ…

વધુ વાંચો >

વીરભદ્ર

Feb 23, 2005

વીરભદ્ર : શિવનો મુખ્ય ગણ અને સેનાપતિ. શિવના સસરા દક્ષે યજ્ઞ કર્યો જેમાં શિવ અને સતીને નિમંત્રણ અપાયું નહિ આથી અપમાનિત થવાથી ક્રોધે ભરાયેલા શિવે પોતાની જટા પછાડી જેનાથી વીરભદ્ર પ્રગટ થયા. શિવના આદેશથી વીરભદ્રે પણ  દક્ષના યજ્ઞનો ધ્વંશ કર્યો અને ઉપસ્થિત થયેલા ઋષિઓ વગેરેની પણ દુર્દશા કરી. યજ્ઞ ધ્વંસ કર્યા બાદ આ સૃષ્ટિનો સંહાર…

વધુ વાંચો >

વીર

Feb 23, 2005

વીર : કૌલ સાધનામાં પ્રયત્નપૂર્વક મોહ કે માયાના પાશને છેદી નાખનાર સાધક. કૌલ સાધનામાં ત્રણ પ્રકારના સાધક અથવા અધિકારી ગણાય છે : દિવ્ય, વીર અને પશુ. ‘વીર’ મધ્યમ કોટિના અધિકારી છે. આત્મા અને પરમાત્મા અથવા જીવ અને બ્રહ્મના અદ્વૈતનો આછો આભાસ મેળવીને સાધના માર્ગમાં ઉત્સાહપૂર્વક મોહ-માયાના પાશને છેદી નાખનાર સાધકને કૌલમાર્ગી ‘વીર’ની સંજ્ઞા આપે છે.…

વધુ વાંચો >

વિંદ

Feb 22, 2005

વિંદ : કેકય નરેશ જયસેનનો પાટવી કુંવર. વસુદેવની બહેન રાધિકાદેવીનાં લગ્ન જયસેન સાથે થયાં હતાં. એને વિંદ અને અનુવિંદ નામે બે પુત્રો અને મિત્રવિંદા નામે એક પુત્રી હતાં. વિંદા જરાસંધ અને દુર્યોધનનો પક્ષ ધરાવતો હતો અને તે પોતાની બહેન મિત્રવિંદાને દુર્યોધન વેરે પરણાવવા માગતો હતો. મિત્રવૃંદાને શ્રીકૃષ્ણ પ્રત્યે આકર્ષણ હોવાથી તેણે શ્રીકૃષ્ણ સાથે લગ્ન કર્યાં.…

વધુ વાંચો >

સૌભરિ

Jan 4, 2009

સૌભરિ : ઋગ્વેદના મંત્રદૃષ્ટા ઋષિ જેમણે માંધાની 50 કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં. કથા એવી છે કે એક વાર યમુના નદીને કિનારે તપસ્યા કરતી વખતે સૌભરિ ઋષિએ માછલીઓને રતિક્રીડા કરતી જોઈ તેમના મનમાં લગ્ન કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. ઋષિ માંધાતા પાસે પહોંચ્યા અને પોતાને એક કન્યા આપવા અનુરોધ કર્યો. વૃદ્ધ સૌભરિ ઋષિને જોઈને માંધાતાએ એમને…

વધુ વાંચો >

આઝાદ, ગુલામનબી

Feb 4, 1989

આઝાદ, ગુલામનબી  (જ. 7 માર્ચ, 1949, સોતી, ગંદોહ તાલુકો (ભાલેસ્સા), ડોડા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર) : વર્ષ 2014થી 2021 સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા, વર્ષ 2005થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહેનાર આઝાદ પાંચ દાયકાથી વધારે સમયગાળા સુધી કૉંગ્રેસના પહેલી હરોળના નેતા હતા. ઑગસ્ટ, 2022માં આઝાદે કૉંગ્રેસમાંથી રાહુલ ગાંધી દ્વારા ચર્ચાવિચારણાની પ્રક્રિયાને રદ કરી હોવાથી…

વધુ વાંચો >

સ્યમંતક મણિ 

Jan 16, 2009

સ્યમંતક મણિ  : યાદવ રાજા સત્રાજિતને સૂર્યની કૃપા-પ્રસાદી રૂપે મળેલો મણિ, જે તેજસ્વી, રોગનાશક, સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર અને નિત્ય સુવર્ણ આપનારો હતો. શ્રીકૃષ્ણે એ મણિ રાજા ઉગ્રસેન માટે માગ્યો પણ સત્રાજિતે એ આપવાનો ઇનકાર કર્યો. એક દિવસ સત્રાજિતનો નાનો ભાઈ પ્રસેનજિત એ મણિને ગળામાં પહેરીને શિકાર કરવા ગયો. ત્યાં એક સિંહે તેને મારી નાખી મણિ…

વધુ વાંચો >