Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

વિદ્યારણ્ય

Feb 9, 2005

વિદ્યારણ્ય : 14મી શતાબ્દીમાં દક્ષિણ ભારતમાં થયેલા ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર શૃંગેરી મઠના મહાન આચાર્ય. એમના સમય સુધીમાં હિંદુ રાજાઓ પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સંઘર્ષને કારણે મુસ્લિમ આક્રમણો સામે પરાજિત થઈ ચૂક્યા હતા. દક્ષિણ ભારત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. ધાર્મિક સ્થળો વેરાન થઈ ગયાં હતાં. એવે વખતે એક હિંદુ રાજ્યમાં સ્વામી…

વધુ વાંચો >

વિજિતાશ્વ

Feb 4, 2005

વિજિતાશ્વ : પૃથુ અને અર્ચિનો પુત્ર એક રાજા, જેને 100 અશ્વમેધ યજ્ઞ કરીને ઇંદ્રનું પદ મેળવવાની ઝંખના હતી. 99 યજ્ઞો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા. સોમા યજ્ઞના ઘોડાને ઇંદ્રે છળથી પકડી લીધો, જેને કારણે રાજા સાથે યુદ્ધ થયું જેમાં ઇંદ્ર પરાજિત થયો. તેથી આ રાજાનું નામ વિજિતાશ્વ પડી ગયું. ઇંદ્રે રાજાને અંતર્ધાન થવાની વિદ્યા શીખવી હતી.…

વધુ વાંચો >

વિચિત્રવીર્ય

Feb 4, 2005

વિચિત્રવીર્ય : ચંદ્રવંશીના રાજા શાંતનુના સત્યવતીના ગર્ભથી પેદા થયેલ બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંના ચિત્રાંગદને એક ગંધર્વ સાથે યુદ્ધ થતાં એનું મૃત્યુ થયું. શાંતનુનું અવસાન થતાં ભીષ્મે વિચિત્રવીર્યને રાજગાદી પર બેસાડ્યો. ભીષ્મ વિચિત્રવીર્ય માટે કાશીરાજની ત્રણ કન્યાઓ – અંબા, અંબિકા અને અંબાલિકાને જીતીને લઈ આવ્યા. આમાં અંબાએ પહેલેથી કોઈનું વરણ કરી લીધું હતું.…

વધુ વાંચો >

વાહિગુરુ

Jan 30, 2005

વાહિગુરુ : શીખ ધર્મમાં પરમાત્માના નામજપ અને સ્મરણ માટેનો ગુરુમંત્ર. ‘વાહિગુરુ’ નામની એક સમજૂતી એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. ‘વાહિગુરુ’નો શબ્દાર્થ છે, વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી સૌંદર્યાનુભૂતિ કે એના સત્-ચિત્-આનંદરૂપની અનુભૂતિ…

વધુ વાંચો >

વાદ્યધારિણીનાં મદલ શિલ્પો

Jan 25, 2005

વાદ્યધારિણીનાં મદલ શિલ્પો : મંદિરના સ્તંભો પર પ્રયોજાતાં વાદ્યધારિણીઓનાં મદલ શિલ્પો. ભારતીય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવેલી ઉપાસ્ય મૂર્તિઓ ઉપરાંત તેના જુદા જુદા સ્થાપત્યકીય ભાગો – પીઠ, મંડોવર, શિખર, દ્વારશાખા, સ્તંભ-શિરાવટી, ઘૂમટની અંદરની છત વગેરેને દેવ-દેવીઓ, દિકપાલો, દ્વારપાળો, વિદ્યાધરો, ગંધર્વો-કિન્નરો, તાપસ-મુનિ-જતિ, યક્ષ-યક્ષિણીઓ વિવિધ અંગભંગવાળી સુરસુંદરીઓ, વાદ્યધારિણીઓ-નૃત્યાંગનાઓ, કીચકો, મિશ્ર પશુઓનાં વ્યાલ સ્વરૂપો, વિવિધ પશુ-પક્ષીઓ વગેરે અનેક પ્રકારનાં…

વધુ વાંચો >

વિષ્ણુકુંડી શિલ્પકલા

Feb 21, 2005

વિષ્ણુકુંડી શિલ્પકલા : આંધ્રપ્રદેશમાં 6ઠ્ઠી-7મી સદી દરમિયાન વિષ્ણુકુંડી વંશના રાજાઓએ કંડારાવેલાં શૈલગૃહોની શિલ્પકલા. આ વંશમાં આ સમયગાળા દરમિયાન માધવવર્મા 1લો, વિક્રમેન્દ્રવર્મા 2જો અને તેનો પુત્ર ઇન્દ્રવર્મા કલાના ચાહક અને પ્રોત્સાહક હતા. એમણે વિજયવાડા પાસે આવેલ ઉંડવલ્લી અ મોગલરાજપુરમની ગુફાઓ કંડારાવી હતી. અહીંનાં શિલ્પો સારી રીતે સચવાયાં છે. આમાં અપસ્માર પુરુષ પર નૃત્ય કરતા શિવ આઠ…

વધુ વાંચો >

વહોરા

Jan 22, 2005

વહોરા : શિયા પંથની મુખ્યત્વે ગુજરાતમાં વસેલી કોમ. ઈ. સ. 1539માં ઇસ્લામના 24મા દાઈ તુર્કોને કારણે ભારતમાં આવ્યા અને તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઈ સૈયદ જમાલુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. ઈ. સ. 1590માં દાઉદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થળોએ વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે.…

વધુ વાંચો >

વસુદેવ

Jan 20, 2005

વસુદેવ : યદુવંશી શૂર અને મારિષાના પુત્ર, કૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી. તેમનાં લગ્ન દેવક કે બાહુકની સાત કન્યાઓ સાથે થયાં હતાં જેમાં દેવકી સહુથી મુખ્ય હતી. દેવકીનો આઠમો પુત્ર કંસનો વધ કરશે એવી આકાશવાણીને કારણે કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને કારાગૃહમાં રાખ્યાં હતાં અને વસુદેવનું મોટાભાગનું જીવન કારાગૃહમાં…

વધુ વાંચો >

વડોદરા રાજ્યના સિક્કા

Jan 12, 2005

વડોદરા રાજ્યના સિક્કા : વડોદરાના ગાયકવાડી રાજ્ય માટે ચલણમાં મૂકેલા બાબાશાહી (ગાયકવાડી) સિક્કા. વડોદરાનું રાજ્ય ઈ. સ. 1732માં દમાજીરાવ ગાયકવાડે સ્થાપેલું. સયાજીરાવ -1લાના મુતાલિક ફતેહસિંહરાવ ગાયકવાડે સર્વપ્રથમ વાર વડોદરા રાજ્ય માટે સિક્કા પડાવ્યા. તેઓ ‘બાબાસાહેબ’ને નામે ઓળખાતા. આથી તેમના નામ પરથી વડોદરાનો રૂપિયો ‘બાબાશાહી રૂપિયો’ નામે પ્રખ્યાત થયો. કંપની સરકારના 100 રૂપિયા = 1141 બાબાશાહી…

વધુ વાંચો >

વટગમની (ગીતપ્રકાર)

Jan 12, 2005

વટગમની (ગીતપ્રકાર) : મૈથિલી લોકગીતોનો એક પ્રકાર, જેનો અર્થ છે વાટ (પંથ) પર ગમન કરતી વખતે ગવાતાં ગીતો. મિથિલા વિસ્તારમાં મેળા અને ઉત્સવોના અવસર પર ગ્રામીણ સ્ત્રીઓનો સમુદાય એને ખૂબ આનંદ ઉમંગથી ગાતો હોય છે. વર્ષાઋતુમાં બગીચાઓમાં હીંચકાઓ પર બેસીને ઝૂલતાં ઝૂલતાં પણ વટગમની ગવાતી જેને સાંભળવા રસિક શ્રોતાઓની ભીડ ઊમટતી. આ ગીતોને કેટલાક ‘સજની’…

વધુ વાંચો >