Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

વ્રત

Jan 5, 2006

વ્રત : સંકલ્પપૂર્વક કરવામાં આવતું કાર્ય. ઋષિમુનિઓએ વેદ-પુરાણો વગેરે આત્મસાત્ કરીને માનવના કલ્યાણ માટે અનેક ઉપાયો બતાવ્યા છે. એવા ઉપાયોથી દુઃખથી મુક્તિ મળે છે. તેમ એનાથી સુખ પણ પામી શકાય છે. વ્રત અને ઉપવાસ એ એવા પ્રકારના સરળ ઉપાયો છે. વેદકાળમાં વ્રતોનો ખાસ પ્રચાર નહોતો. પૌરાણિક કાળમાં એનો પ્રચાર વધી ગયો. વ્રત મુખ્યત્વે ત્રણ પ્રકારનાં…

વધુ વાંચો >

વ્યૂહવાદ

Jan 5, 2006

વ્યૂહવાદ : વૈષ્ણવ ધર્મમાં વીરોપાસનાનો સિદ્ધાંત. વીરોપાસનાનો પ્રારંભ તંત્રકાલીન વૈષ્ણવ ધર્મના પ્રચાર સાથે થયો હતો, જેમાં એના આરંભિક પુરુષો (1) વાસુદેવ કૃષ્ણ, (2) સામ્બ, (3) બલરામ, (4) પ્રદ્મુમ્ન, સંકર્ષણ અને અનિરુદ્ધ હતા. એમાં વાસુદેવ કૃષ્ણના ષાડગુણ્ય-વિગ્રહ-જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, બલ, વીર્ય અને તેજ – ને તેમના પાર્ષદો કે નિકટવર્તી વીરોમાં કલ્પિત કરીને વ્યૂહવાદના સિદ્ધાંતની રચના કરી…

વધુ વાંચો >

સીતારામન, નિર્મલા

Jan 18, 2008

સીતારામન, નિર્મલા (જ. 18 ઓગસ્ટ, 1959, મદુરાઈ) : ભારત સરકારમાં વર્તમાન નાણાં મંત્રી, ઇન્દિરા ગાંધી પછી નાણાં મંત્રી બનેલા બીજા ભારતીય મહિલા અને પૂર્ણકક્ષાના નાણાં મંત્રી બનેલા પ્રથમ ભારતીય મહિલા. દેશના 18મા નાણાં મંત્રી. તમિળ આયંગર પરિવારમાં જન્મ. પિતા નારાયણન સીતારામન અને માતા સાવિત્રી. પિતા ભારતીય રેલવેમાં કર્મચારી હતાસ્વામી કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકની પદવી…

વધુ વાંચો >

સુબ્રહ્મન્યમ, જયશંકર

Jan 22, 2008

સુબ્રહ્મન્યમ, જયશંકર (જન્મ 9 જાન્યુઆરી, 1955, દિલ્હી) : 30 મે, 2019થી ભારત સરકારમાં વિદેશ મંત્રી તરીકે કાર્યરત. નટવર સિંહ પછી ભારતીય વિદેશ સેવાના બીજા અધિકારી, જેઓ દેશના વિદેશ મંત્રી બન્યાં. પિતા ક્રિષ્નાસ્વામી સુબ્રહ્મન્યમ અને માતા સુલોચના સુબ્રહ્મન્યમ. ‘ફાધર ઑફ ઇન્ડિયન સ્ટ્રેટેજિક થૉટ્સ’ તરીકે પ્રસિદ્ધ પિતા ભારતના પ્રસિદ્ધ સ્ટ્રેટેજિક અફેર્સના વિશ્ર્લેષક, વિદ્વાન અને સનદી અધિકારી. પ્રારંભિક…

વધુ વાંચો >

દોવાલ, અજિત

Mar 22, 1997

દોવાલ, અજિત (જ. 20 જાન્યુઆરી, 1945, પૌડી ગઢવાલ) : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનડીએ). 30 મે, 2014ના રોજ ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક. હાલ ઉત્તરાખંડના અને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પૌડી ગઢવાલમાં જન્મ. પિતા ભારતીય સેનામાં અધિકારી મેજર ગુનાનાદ એન દોવલ. પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનના અજમેરની અજમેર મિલિટરી સ્કૂલમાં. વર્ષ 1967માં આગ્રા…

વધુ વાંચો >

ગાંધી, પ્રિયંકા

Jan 24, 1994

ગાંધી, પ્રિયંકા (જ. 12 જાન્યુઆરી, 1972, દિલ્હી) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ(એઆઇસીસી)ના મહાસચિવ. ઉત્તરપ્રદેશમાં કૉગ્રેસના પ્રભારી. તેઓ કૉંગ્રેસના સક્રિય નેતા છે, પણ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યાં નથી. માતાની સંસદીય બેઠક રાયબરેલી(ઉત્તરપ્રદેશ)માં તથા ભાઈ રાહુલ ગાંધીની લોકસભા બેઠકો અમેઠી(ઉત્તરપ્રદેશ) અને વાયનાડ(કેરળ)માં પ્રચારની સાથે કોંગ્રેસ માટે વિવિધ કામગીરી કરે છે.…

વધુ વાંચો >

મન કી બાત

Jan 7, 2002

મન કી બાત  : ભારત દેશનો પહેલો ‘નેત્રહીન સમૃદ્ધ રેડિયો કાર્યક્રમ’. ‘મન કી બાત’ કાર્યક્રમ 3 ઑક્ટોબર, 2014, વિજયા દશમીના દિવસે પહેલી વખત પ્રસારિત કરવામાં આવ્યો હતો. એ પછી 2 નવેમ્બર, 2014ના રોજ બીજો, 25 નવેમ્બર, 2018ના રોજ પચાસમો અને 30 એપ્રિલ, 2023ના રોજ સોમો કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવ્યો હતો. શક્ય એટલા વધુ લોકો સુધી…

વધુ વાંચો >

વિહારપરંપરા

Feb 22, 2005

વિહારપરંપરા : બૌદ્ધ સાધના અને શિક્ષણ માટેની સ્થાયી વ્યવસ્થા. બુદ્ધનિર્વાણ પછીના ‘ધર્મકાલ’માં બૌદ્ધ સંઘોરૂપી પ્રાચીન શિક્ષણકેન્દ્રોમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો થયા. બુદ્ધના ઉપદેશથી ઘણા લોકો ભિક્ષુવ્રત ગ્રહણ કરીને બૌદ્ધ સંઘમાં જોડાયા. કેટલાક કિશોરો પણ ભિક્ષુ બની વિહારોમાં રહેવા લાગ્યા. શ્રીમંતો અને રાજાઓ તરફથી મળતાં ઉદાર દાનોથી દેશમાં ઘણાં નગરોમાં વિહારો સ્થપાયા. આવા સેંકડો વિહારોમાં હજારો સંખ્યામાં…

વધુ વાંચો >

વૈષ્ણોદેવી

Mar 1, 2005

વૈષ્ણોદેવી : જમ્મુ-કાશ્મીર રાજ્યના ઊધમપુર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ગુફા–તીર્થ. આ તીર્થરચના અંગે એવી માન્યતા છે કે દેવીએ સ્વયં ત્રિશૂળનો પ્રહાર કરીને શિલામાં ગુફાનું નિર્માણ કર્યું હતું. આ દેવીતીર્થ સિદ્ધપીઠ મનાય છે. ગુફામાં પ્રવેશ માટે શરૂઆતમાં ખૂબ ઝૂકીને અથવા સૂતે સૂતે પ્રવેશ કરવો પડે છે. એમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની મૂર્તિઓનાં દર્શન થાય છે. આ…

વધુ વાંચો >

વૈરોચન

Mar 1, 2005

વૈરોચન : ધ્યાની બુદ્ધ. નેપાળ પ્રદેશમાં બૌદ્ધ સંપ્રદાયના અનુયાયીઓ તેમને સૌથી પ્રાચીન અને પ્રથમ ધ્યાની બુદ્ધ માને છે. તેમનું સ્થાન સ્તૂપની વચમાં હોય છે જ્યાં ચારે તરફ એકેક ધ્યાની બુદ્ધ સ્થાપેલા હોય તેવા સ્તૂપના કેન્દ્રમાં એટલે કે ગર્ભગૃહમાં વૈરોચનનું સ્થાન હોય છે. સાધનામાલા અને ઈ. સ. 300 આસપાસ રચાયેલ ‘ગુહ્યસમાજતંત્ર’માંથી વૈરોચન વિશે વિસ્તૃત માહિતી મળે…

વધુ વાંચો >