સ્થાપત્યકલા
લોકશૈલીનાં માટીનાં ઘરો
લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર. નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા…
વધુ વાંચો >લોદી-સ્થાપત્ય
લોદી-સ્થાપત્ય : મધ્યકાલમાં લોદી વંશના સુલતાનોએ બંધાવેલું સ્થાપત્ય. દિલ્હીના સુલતાનોમાં લોદી વંશના સુલતાનોની સત્તા ઈ. સ. 1451થી 1526 સુધી રહી. તેમના શાસન દરમિયાન દિલ્હીમાં કેટલીક મસ્જિદો અને મકબરાનું નિર્માણ થયું. લોદી સુલતાનોમાં સિકંદર લોદીએ સ્થાપત્યના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. લોદી-સ્થાપત્યમાં ખલજી અને તુઘલુક સ્થાપત્યશૈલીનું મિશ્રણ થયેલું છે. આ સ્થાપત્ય…
વધુ વાંચો >વડનગરનાં તોરણદ્વારો : તોરણનું સ્થાપત્ય
વડનગરનાં તોરણદ્વારો : તોરણનું સ્થાપત્ય : ભારતના ધાર્મિક સ્થાપત્યમાં જોવા મળતું કલાત્મક પ્રવેશદ્વાર. ભારતના ધાર્મિક વાસ્તુમાં તોરણનાં અનેક સ્વરૂપો દેશ અને કાળ પ્રમાણે વિકસ્યાં છે. ભારતીય તોરણનો પ્રભાવ તો શ્રીલંકા, જાવા, કમ્બોજ તથા છેક ચીન અને જાપાન સુધી વિસ્તરેલો છે. બીજી બાજુ એનાં મૂળ આર્યોના વસવાટોમાં હોવાનું મનાય છે. અમર…
વધુ વાંચો >વર્સાઇલનો મહેલ
વર્સાઇલનો મહેલ : ફ્રાન્સનું જાણીતું ઐતિહાસિક સ્થાપત્ય. તેના બાંધકામમાં શિષ્ટ ફ્રેન્ચ સ્થાપત્યનાં ઉચ્ચતમ દર્શન થાય છે. ફ્રાન્સના રાજા લુઈ 13મા, 14મા અને 15માના સમય દરમિયાન વખતોવખત તેમાં વિવિધ વિભાગો ઉમેરાતા ગયા. આ મહેલનો મુખભાગ 415 મીટર લાંબો છે. મહેલ બે ઝોનમાં વિભક્ત છે. પૅરિસ શહેરની દિશામાં દરબારીઓ, કર્મચારીઓ, નોકરો અને…
વધુ વાંચો >વાઇગુ સ્મારક, ઈસે (જાપાન)
વાઇગુ સ્મારક, ઈસે (જાપાન) : જાપાનના શિન્તો ધર્મનું પ્રાચીનતમ તીર્થધામ. દક્ષિણ-પૂર્વ જાપાનના નારાના દરિયાકાંઠે ઈસેના સ્થળે વાઇગુ સ્મારક આવેલું છે. સામાન્ય રીતે તે ઈસેના મંદિર તરીકે જાણીતું છે. અહીં અનેક સ્મારકોનો સમૂહ છે. અહીં બે સ્વતંત્ર અલગ અલગ મંદિરો આવેલાં છે – નાઇકુ (અંદરનું મંદિર) અને ગેકુ (બહારનું મંદિર). સામ્રાજ્યની…
વધુ વાંચો >વાગ્નેર, ઑટો
વાગ્નેર, ઑટો (જ. 1841; અ. 1918) : ઑસ્ટ્રિયાના સ્થપતિ. 1894માં વિયેનામાં અકાદમીના પ્રોફેસર થયા. ત્યાં તેમણે આપેલું ઉદ્ઘાટન-પ્રવચન જાણીતું છે. તેમાં તેમણે સ્થાપત્યના નવા અભિગમ વિશે વાત કરી હતી. તે માટે ભૂતકાળમાંથી (પરંપરાગત સ્થાપત્યશૈલીમાંથી) મુક્તિ અને નવ્ય રેનેસાંસ-શૈલી માટે દલીલો કરી હતી. આ અગાઉ તેમણે નવ્ય રેનેસાંસ-શૈલીમાં ઇમારતોનું નિર્માણ કર્યું…
વધુ વાંચો >વાડી પાર્શ્ર્વનાથ મંદિર
વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…
વધુ વાંચો >વાવ
વાવ : પગથિયાંવાળો કૂવો. વાવ માટે સંસ્કૃતમાં ‘વાપિ’ કે ‘વાપિકા’ શબ્દ છે. ગુજરાતમાં ‘વાવડી’ અને રાજસ્થાનમાં તેને ‘બાવલી’ તરીકે ઓળખવામાં આવે છે. વાવને એક છેડે કૂવો હોય છે; તેના પાણીની સપાટી સુધી પહોંચવા માટે બીજે છેડેથી પગથિયાં હોય છે. આ પગથિયાંમાં થોડે થોડે અંતરે પડથાર હોય છે; જેનો હેતુ પગથિયાં…
વધુ વાંચો >વાહનમંડપ
વાહનમંડપ : હિંદુ મંદિર સ્થાપત્યમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ. મંદિરમાં મોટેભાગે રંગમંડપ કે સભામંડપ જોવા મળે છે. ક્યારેક રંગમંડપની સાથે ગૂઢ મંડપ પણ હોય છે. ઓરિસાના મંદિર-સ્થાપત્યમાં ભોગમંડપ અને નટમંડપ નામના બીજાના બે વધારાના મંડપ હોય છે. મોટેભાગે દક્ષિણ ભારતનાં હિંદુ મંદિરોમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ પણ જોવા…
વધુ વાંચો >વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ
વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ (ઈ. પૂ. 46-30માં હયાત) : પ્રાચીન રોમનો સ્થપતિ અને લેખક. તે સિદ્ધાંતનિષ્ઠ હતો. તેના સમયમાં તે બહુ જાણીતો ન હતો. જુલિયસ સીઝરના સમયમાં આફ્રિકાના યુદ્ધમાં (ઈ.પૂ. 46) તેણે સેવા આપી હતી. બાંધકામના ક્ષેત્રે તેણે સીઝર અને ઑગસ્ટસ માટે કામ કર્યું હતું. તેણે ફેનો મુકામે બાસ્સિલિકાનું નિર્માણ કર્યું…
વધુ વાંચો >