સ્થાપત્યકલા

સાં વિટાલ રૅવેન્ના

સાં વિટાલ, રૅવેન્ના : પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલાનું ચર્ચ. પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલા વચ્ચે ભાગ્યે જ સ્પષ્ટ ભેદરેખા પાડી શકાય તેમ છે. આ કલાના પ્રથમ સુવર્ણયુગનું સમૃદ્ધ સ્થાપત્ય કૉન્સ્ટૅન્ટિનોપલમાં નહિ, પણ ઇટાલીની ભૂમિમાં રૅવેન્ના ખાતે આવેલું સાં વિટાલ ચર્ચ છે. આ નગર વાસ્તવમાં આડ્રિઆટિક કાંઠા પરનું નૌકામથક હતું. 402માં પશ્ચિમના…

વધુ વાંચો >

સિલો ડિયેગો દે

સિલો, ડિયેગો દે (જ. આશરે 1495, બુર્ગોસ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1563, ગ્રેનેડા, સ્પેન) : સ્પૅનિશ રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. પિતા ગિલ દે સિલો સ્પેનના મહાન શિલ્પી હતા. પિતા પાસે શિલ્પકલાનો અભ્યાસ કરી ડિયેગો દે સિલોએ ફ્લૉરેન્સ જઈ વધુ અભ્યાસ આદર્યો. એમની શૈલી એમની કર્મભૂમિ બુર્ગોસને કારણે ‘બુર્ગોસ-પ્લેટેરસ્ક’ નામે જાણીતી થઈ.…

વધુ વાંચો >

સીન નદી (Seine)

સીન નદી (Seine) : ફ્રાન્સમાં આવેલી નદી. સીન અને તેની શાખા-નદીઓ ફ્રાન્સનો વેપારી જળમાર્ગ રચે છે. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 0° 26´ પૂ. રે.. તે ડી જૉનથી વાયવ્યમાં 29 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી વાંકાચૂકા માર્ગે વહી, 764 કિમી.નું અંતર પસાર કરીને છેવટે લ…

વધુ વાંચો >

સીપી (CP) ઉલ્લંઘન

સીપી (CP) ઉલ્લંઘન : સંયુક્તપણે વિદ્યુતભાર (C) અને સમતા (P)ના સંરક્ષણના નિયમનો ભંગ થતો હોય તેવી ન્યૂક્લિયર પ્રક્રિયા. તમામ ન્યૂક્લિયર પ્રક્રિયાઓમાં વિદ્યુતભાર(charge)નું સંરક્ષણ થાય છે અને તેમાં કોઈ અપવાદ હજુ સુધી જોવા મળ્યો નથી. સમતા(parity)નો સિદ્ધાંત દર્શાવે છે કે જગત (world) અને તેના દર્પણ-પ્રતિબિંબ (mirror image) વચ્ચે સમમિતિ (symmetry) પ્રવર્તે…

વધુ વાંચો >

સુજાતખાનની મસ્જિદ

સુજાતખાનની મસ્જિદ : અમદાવાદમાં આવેલી મુઘલ કાલની મસ્જિદ. મીરઝાપુરથી જતાં જનરલ પોસ્ટ ઑફિસની સામે આ મસ્જિદ આવેલી છે. આ મસ્જિદ 22.2 × 12.5 મીટરનો વિસ્તાર ધરાવે છે. એની ઉત્તરની દિશામાં મકબરો આવેલો છે. મસ્જિદના મુખભાગમાં પાંચ કમાનો છે. તેમાંની વચ્ચેની કમાન 3.09 મીટર ઊંચી જ્યારે પડખેની કમાનો 3 મીટર ઊંચી છે.…

વધુ વાંચો >

સુપ્રજનનશાસ્ત્ર

સુપ્રજનનશાસ્ત્ર : આનુવંશિક લક્ષણોને આધારે પિતૃઓની પસંદગી દ્વારા મનુષ્યજાતની સુધારણા માટેની પદ્ધતિ. સુપ્રજનનશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ ‘Eugenics’ પ્રયોજવામાં આવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃદૃષ્ટિએ આ શબ્દ બે ગ્રીક શબ્દો ‘eu’ (good = સારું) અને ‘gen’ (birth = જન્મ) ઉપરથી ઊતરી આવ્યા છે. સહફ્રાન્સિસ ગાલ્ટને (1883) આ શબ્દ સૌપ્રથમ વાર પ્રયોજ્યો. મનુષ્યજાતની સુધારણા…

વધુ વાંચો >

સુફલોત જેક-જર્મેઇ

સુફલોત, જેક–જર્મેઇ (જ. 1713; અ. 1780) : મહાન ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ સ્થપતિ. વકીલનો પુત્ર. પિતાની ઇચ્છા તેને કાયદાનો અભ્યાસુ બનાવવાની હતી, તેથી તેને પૅરિસ મોકલવામાં આવ્યો; પરંતુ પિતાની ઇચ્છાની વિરુદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા 1731માં તે રોમ જઈ પહોંચ્યો અને ત્યાં 1738 સુધી રહ્યો. તે પછી તે લ્યોન્સ રવાના થયો અને ત્યાં…

વધુ વાંચો >

સુલતાન હસનની મસ્જિદ અને કબર કેરો (ઇજિપ્ત)

સુલતાન હસનની મસ્જિદ અને કબર, કેરો (ઇજિપ્ત) : ઇજિપ્તની જાણીતી મસ્જિદ. ક્લૌન વંશનો છેલ્લો શાસક સુલતાન હસન 1347માં ગાદીએ આવ્યો. 1351માં તેના ભાઈના તરફેણમાં તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. 1354માં ફરીથી તે તખ્તનશીન થયો અને 1361માં તેનું ખૂન થયું ત્યાં સુધી ગાદીએ રહ્યો. તેની વિશાળ કબર અને મદરેસાનું સંકુલ ઇજિપ્શિયન ઇસ્લામી…

વધુ વાંચો >

સુલિવાન લુઈ હેન્રી

સુલિવાન, લુઈ હેન્રી (જ. 3 સપ્ટેમ્બર 1856, બૉસ્ટન; અ. 14 એપ્રિલ 1924, શિકાગો) : જાણીતો સ્થપતિ. આઇરિશ, સ્વિસ અને જર્મન મિશ્રિત વંશનું સંતાન. મૅસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સ્થાપત્યનો થોડો અભ્યાસ કર્યો તે પછી 1873માં શિકાગો ગયો. ત્યાં તેણે જેન્નીની નીચે અને એક વર્ષ બાદ પૅરિસમાં વૉડ્રમર્સની નીચે કામ કર્યું. બાદ…

વધુ વાંચો >

સુલેમાન મસ્જિદ ઇસ્તંબુલ

સુલેમાન મસ્જિદ, ઇસ્તંબુલ : ઇસ્તંબુલની પ્રસિદ્ધ મસ્જિદ. 1550માં તેનું બાંધકામ શરૂ થયું. તેનો સ્થપતિ સિનાન હતો. તેણે આ મસ્જિદને પોતાનું પ્રથમ સુંદર બાંધકામ ગણાવ્યું છે. સુલેમાને તેના રહેઠાણનું સ્થળ એસ્કી-સરાઈ અને તેનો બગીચો આ મસ્જિદના બાંધકામની જગ્યા માટે ખાલી કર્યાં. બાંધકામ પૂરું થતાં સાત વર્ષ લાગ્યાં. મસ્જિદનો પ્રાર્થનાખંડ દક્ષિણની કબર…

વધુ વાંચો >