સ્થાપત્યકલા

અજંતાની ગુફાઓ

અજંતાની ગુફાઓ પ્રાચીન ભારતની જગવિખ્યાત બૌદ્ધ ગુફાઓ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી 103 કિ.મી. અને જલગાંવ રેલવે સ્ટેશનથી 55 કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતા નામનું ગામ સમીપમાં હોઈને ગુફાઓ એ નામે ઓળખાઈ છે. બાઘોરા નદીની ઉપલી ખીણની શૈલમાળાના એક પડખાને કોતરીને અર્ધચંદ્રાકારે 30 જેટલી ગુફાઓ તેના સ્થાપત્ય અને શિલ્પભંડાર…

વધુ વાંચો >

અજિતનાથ મંદિર (તારંગા)

અજિતનાથ મંદિર (તારંગા) : મહેસાણા જિલ્લાના તારંગાના ડુંગર પર સોલંકી રાજવી કુમારપાળે બંધાવેલું  તીર્થંકર અજિતનાથનું મંદિર. મંદિર બંધાવ્યા અંગેનો મુખ્ય લેખ મળ્યો નથી. એક લેખમાં વસ્તુપાલે અહીં આદિનાથ અને નેમિનાથનાં બિંબ ઈ. સ. 1228માં સ્થાપ્યાની નોંધ છે. આ મંદિરનો અનેક વાર ર્જીણોદ્ધાર થયો છે. હાલના મંદિરમાં ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ,…

વધુ વાંચો >

અટારી

અટારી (સં. अट्टालिका) : અગાસી, મેડી, નાનો માળ, ઝરૂખો, છજું, રવેશ. કોઈ પણ ઘરના કે મકાનના માળે મોટા ખંડની બહાર પડતી બારી કે બારણા આગળ મકાન સાથે જોડાયેલ સાંકડો બેસવા-ઊઠવાનો ભાગ. તે છાપરા કે છતથી ઢંકાયેલ હોય કે ન પણ હોય. તે ટુકડે ટુકડે અથવા સળંગ આખી ભીંતની પહોળાઈ કે…

વધુ વાંચો >

અડહાઈ કાન્જુર મસ્જિદ

અડહાઈ કાન્જુર મસ્જિદ, બનારસ (ઈ. સ. પંદરમી સદી) : જૌનપુર શૈલીની અસર દર્શાવતી મસ્જિદ. જૌનપુર શૈલીની ખાસિયતો ભારતીય મુસ્લિમ સ્થાપત્યની ર્દષ્ટિએ અદ્વિતીય ગણાય. મસ્જિદની બહારનું બાંધકામ બે બાજુના મિનારા વડે સુશોભિત આગળના ભાગ સાથેનું છે. આવી જાતની રચનાને લઈને મસ્જિદનું સ્થાપત્ય એક આગવી પ્રતિભા ધરાવે છે. મિનારા અને કમાન વડે…

વધુ વાંચો >

અડાલજની વાવ

અડાલજની વાવ : અમદાવાદથી ઉત્તરે આશરે 20 કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં મહાન સ્મારક સમાન બે વાવોનું સ્થાપત્ય થયું. એક અમદાવાદના અસારવાપરામાં 1499માં મહમૂદ બેગડાના ઝનાનાની દદ્દાશ્રી બાઈ હરિ સુલ્તાનીએ દદ્દા (દાદા) હરિની વાવ બંધાવી અને બીજી અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ ભારતની વાવ…

વધુ વાંચો >

અડાળ

અડાળ : જુઓ, સ્થાપત્યકલા.

વધુ વાંચો >

અડાળપડાળ

અડાળપડાળ : જુઓ, સ્થાપત્યકલા.

વધુ વાંચો >

અનર્ઘપાત્રા

અનર્ઘપાત્રા : જુઓ, સ્થાપત્યકલા.

વધુ વાંચો >

અબ્દુર્ગ

અબ્દુર્ગ : જુઓ દુર્ગ.

વધુ વાંચો >

અમીર મુસોલિયમ્સ

અમીર મુસોલિયમ્સ (1303-04) : કેરોમાં મામલુક યુગ દરમ્યાન બંધાયેલ સાલાર અને સંજાર અલજાવલી નામના હજીરા. અલ-કબ્શના ઢાળ પર બંધાયેલા આ બંને હજીરા ઊંચા લાક્ષણિક ઘૂમટો ધરાવે છે. હજીરાઓનો આગળનો ભાગ ખાસો ઊંચો છે અને એક બાજુએ મિનારો જુદા જુદા આકારો વડે સુશોભિત કરવામાં આવ્યો છે, જે બાજુઓની ઇમારતો સાથે સુસંગત…

વધુ વાંચો >