ઇતિહાસ – જગત

મેનિલેયસ

મેનિલેયસ : સ્પાર્ટાનો રાજા અને હેલન ઑવ્ ટ્રૉયનો પતિ. ટ્રૉયનો રાજા પૅરિસ હેલનને મનાવીને, તેની સાથે લગ્ન કરવા માટે તેને લઈને ટ્રૉય નાસી ગયો. મેનિલેયસ અને તેના ભાઈ ઍગેમેમ્નોને લશ્કરની ભરતી કરીને ટ્રૉય પર હુમલો કર્યો. દસ વર્ષની લડાઈને અંતે તેમણે ટ્રૉય કબજે કર્યું અને મેનિલેયસે હેલનને મેળવી. તેઓ આઠ…

વધુ વાંચો >

મેન્શિયસ

મેન્શિયસ (જ. આશરે ઈ. સ. પૂ. 390, ઝોઉ, શાન્ટુંગ પ્રાંત; અ. ઈ. સ. પૂ. 305, ઝોઉ) : ચીનનો મોટો ફિલસૂફ. એનાં જન્મ અને અવસાનની નિશ્ચિત તારીખ મળતી નથી. પરંતુ ઈ. સ. પૂ. 390થી 305 દરમિયાન એ જીવિત હોવાનો સંભવ છે. ચીનમાં કન્ફ્યૂશિયસવાદની વિચારસરણીને પ્રચલિત કરવામાં તેનું સૌથી મોટું પ્રદાન હતું…

વધુ વાંચો >

મેમ્ફિસ (ઇજિપ્ત)

મેમ્ફિસ (ઇજિપ્ત) : પ્રાચીન ઇજિપ્તનું મુખ્ય શહેર અને સર્વપ્રથમ પાટનગર. તે કૅરોની દક્ષિણે 25 કિમી.ને અંતરે નાઇલ નદીના પશ્ચિમ કાંઠે વસેલું હતું. દંતકથા મુજબ ઇજિપ્તના સર્વપ્રથમ રાજા મીનીસે ઉત્તર અને દક્ષિણ ઇજિપ્તની સીમા પર આ શહેર વસાવેલું અને ઈ. સ. પૂ. 3100ના અરસામાં તેને પાટનગર બનાવેલું. પ્રાચીન સામ્રાજ્યોના ઈ. સ.…

વધુ વાંચો >

મેર, ગોલ્ડા

મેર, ગોલ્ડા (જ. 3 મે 1898, કીવ, યુક્રેન; અ. 8 ડિસેમ્બર 1978) : ઈ. સ. 1969થી 1974 સુધી ઇઝરાયલનાં વડાંપ્રધાન. તેમનો જન્મ સોવિયેત સંઘના એક ગરીબ યહૂદી કુટુંબમાં થયો હતો. 1906માં એમણે યુ.એસ. જઈને ત્યાંના વિસ્કૉન્સિન રાજ્યના મિલવાકી શહેરમાં વસવાટ કર્યો. ત્યાં થોડો સમય એમણે શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યું.…

વધુ વાંચો >

મૅરી–1

મૅરી–1 (જ. 18 ફેબ્રુઆરી 1516, ગ્રિનિચ, લંડન; અ. 17 નવેમ્બર 1558, લંડન) : ઈ. સ. 1553થી 1558 સુધી ઇંગ્લૅન્ડ ઉપર રાજ્ય કરનાર પ્રથમ રાણી. એ ઇંગ્લૅન્ડના ટ્યૂડર વંશના પ્રસિદ્ધ રાજવી હેન્રી–8 અને ઍરેગોનની સ્પૅનિશ રાજકુમારી કૅથેરિનની પુત્રી હતી. એના ભાઈ એડ્વર્ડ–6ના અવસાન પછી લેડી જેન ગ્રેને ઇંગ્લૅન્ડની રાણી બનાવવામાં આવી…

વધુ વાંચો >

મૅરેથૉન

મૅરેથૉન : ગ્રીસના સાગરકાંઠે ઍથેન્સથી ઈશાનમાં 40 કિલોમીટર દૂર આવેલું મોટું મેદાન. ત્યાં ગ્રીસ અને યુરોપના ઇતિહાસનું અતિ મહત્વનું યુદ્ધ લડાયું હતું. ઈ. સ. પૂ. 490માં ગ્રીસના નાના લશ્કરે આ સ્થળે ઈરાનના વિશાળ લશ્કરને હરાવી પોતાની આઝાદી જાળવી રાખી હતી. યુદ્ધમાં જો ગ્રીસ પરાજય પામત તો ઈરાનનું ગુલામ બન્યું હોત.…

વધુ વાંચો >

મેલબૉર્ન

મેલબૉર્ન : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યનું પાટનગર અને સિડની પછીના બીજા ક્રમે આવતું દેશનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 49´ દ. અ. અને 144° 58´ પૂ. રે.. તે પૉર્ટ ફિલિપ ઉપસાગરના ભાગરૂપ હૉબ્સનના અખાતને મથાળે તેને મળતી યારા નદીને કાંઠે વસેલું છે. યારા નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વળી…

વધુ વાંચો >

મૅસિડોનિયસ (ચોથી સદી)

મૅસિડોનિયસ (ચોથી સદી) : ચોથી સદીના કૉન્સ્ટૅન્ટિનોપલના ગ્રીક બિશપ. તેમણે એરિયનોના ટેકાથી રૂઢિચુસ્ત વિચારસરણીના બિશપ પાસેથી આ હોદ્દો છીનવી લીધો હતો. મૅસિડોનિયસ વિવાદાસ્પદ બિશપ હતા. તેમણે ઈ. સ. 360 સુધી આ હોદ્દો ધારણ કર્યો. તેમણે કૉન્સ્ટૅન્ટિનોપલના તેમના વિરોધીઓ એટલે કે રૂઢિચુસ્તોને દબાવી દીધા. રાજકીય મતભેદોને લીધે તેમને 360માં બિશપ-પદેથી દૂર…

વધુ વાંચો >

મૅસિડોનિયા

મૅસિડોનિયા : અગ્નિ યુરોપના બાલ્કન દ્વીપકલ્પમાં આવેલો પહાડી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 40°થી 42° ઉ. અ. અને 21° 30´થી 23° પૂ.રે. વચ્ચેનો 66,397 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉત્તરે સર્બિયા, પૂર્વમાં બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ અને પશ્ચિમે આલ્બેનિયાથી ઘેરાયેલો છે. 1912–13માં અહીં થયેલાં બાલ્કન યુદ્ધોને કારણે મૅસિડોનિયાનો…

વધુ વાંચો >

મૅસેચૂસેટ્સ (Massachusetts)

મૅસેચૂસેટ્સ (Massachusetts) : યુ.એસ.ના ઈશાન ભાગમાં આવેલું સંલગ્ન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 42° 15´ ઉ. અ. અને 71° 50´ પ. રે.. વિસ્તાર : 20,306 ચોકિમી.. યુ.એસ.માં આ રાજ્ય તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તે ‘બે સ્ટેટ’ (Bay State) અથવા ‘ઓલ્ડ કૉલોની સ્ટેટ’ જેવાં ઉપનામોથી પણ ઓળખાય છે. બૉસ્ટન તેનું…

વધુ વાંચો >