ઇતિહાસ – જગત

મૂર

મૂર : પ્રાચીન કાળમાં આફ્રિકાના વાયવ્ય પ્રદેશમાં વસતા અરબી અને બર્બર મુસ્લિમો. તેમનો પ્રદેશ મોરેતાનિયા કહેવાતો હતો. આઠમી સદીની શરૂઆતમાં તેમણે સ્પેન જીતી લીધું. આ લોકોએ બર્બર ભાષા ઉપરાંત અરબી ભાષા પણ અપનાવી હતી. સ્પેનની મોટાભાગની ઇસ્લામી ઇમારતો આ પ્રજાનું પ્રદાન છે. મધ્ય યુગમાં મૂર સંસ્કૃતિ અરબી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી…

વધુ વાંચો >

મેઇજી યુગ

મેઇજી યુગ : જાપાનમાં સમ્રાટ મુત્સુહિટોનો રાજ્યકાલ(1867–1912). મુત્સુહિટોનો જન્મ ક્યોટોમાં ઈ. સ. 1852માં થયો હતો. 1853માં અમેરિકન નૌકાદળના અધિકારી કૉમોડૉર મેથ્યુ પેરીએ પશ્ચિમના દેશો માટે જાપાનનાં દ્વાર ખોલ્યાં; એ પછી જાપાનમાં પશ્ચિમની અસર વધતી ગઈ હતી. ઈ. સ. 1867માં મુત્સુહિટો જાપાનનો સમ્રાટ બન્યો ત્યારે જાપાન એક નબળું અને અવ્યવસ્થિત રાજ્ય…

વધુ વાંચો >

મૅકઆર્થર, ડગ્લાસ જનરલ

મૅકઆર્થર, ડગ્લાસ જનરલ (જ. 26 જાન્યુઆરી 1880, લિટલ રૉક, અરકાન્સાસ, અમેરિકા; અ. 5 એપ્રિલ 1964, વૉશિંગ્ટન) : બાહોશ અમેરિકન સેનાપતિ. તેમની વિચક્ષણ અને કાબેલ વ્યૂહરચનાને કારણે બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં પૅસિફિક વિસ્તારમાં જાપાનની વિરુદ્ધ લડી રહેલ મિત્ર રાષ્ટ્રોની સેનાઓને વિજય સાંપડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના લશ્કરને નેતૃત્વ પૂરું પાડનાર અગ્રિમ હરોળના…

વધુ વાંચો >

મૅકમેહૉન રેખા

મૅકમેહૉન રેખા : ભારતની ઉત્તર-પૂર્વ(ઈશાન)માં આશરે 1,500 કિમી.ની સરહદ દર્શાવતી રેખા. ઈ. સ. 1914માં ભરવામાં આવેલી સિમલા પરિષદમાં બ્રિટન, ચીન અને તિબેટના પ્રતિનિધિઓએ ભારતની ઈશાન દિશામાં આવેલ સીમાની રેખા નક્કી કરી હતી. 1640માં મૉંગોલોએ દલાઈ લામાને તિબેટનો હક્ક આપ્યો હતો. ત્યારબાદ મંચુઓએ ચીન અને તિબેટ પર પ્રભુત્વ સ્થાપ્યું. તિબેટ ભારતની…

વધુ વાંચો >

મૅકિયાવેલી

મૅકિયાવેલી (જ. 3 મે 1469, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 22 જૂન 1527 ફ્લૉરેન્સ) : નવજાગૃતિના સમયના મહત્વના રાજકીય ચિંતક અને લેખક. ઈ. સ. 1498માં તેમને ફ્લૉરેન્સના પ્રજાસત્તાકના સરકારી તંત્રમાં મંત્રી નીમવામાં આવ્યા. તેમાં તેમનું મુખ્ય કાર્ય રાજકીય પ્રતિનિધિમંડળોના સંચાલનનું અને તેમને માર્ગદર્શન આપવાનું હતું. આ પ્રજાસત્તાક માટે તેમણે લશ્કરી દળ પણ…

વધુ વાંચો >

મેક્સિકો

મેક્સિકો યુ.એસ. દેશની દક્ષિણે આવેલો દેશ. તેનાં સંશોધનો કરવામાં તથા તેના પર સૌપ્રથમ આધિપત્ય સ્થાપવામાં સ્પૅનિશોએ સફળતા મેળવી હતી. આમ આ પ્રદેશ સ્પૅનિશ રહેણીકરણી કે લૅટિન સંસ્કૃતિની અસરથી રંગાયેલો હોવાથી, સાંસ્કૃતિક વિભાજનની ર્દષ્ટિએ જોતાં તેને લૅટિન અમેરિકાના દેશોના જૂથમાં સમાવવામાં આવે છે. આ દેશ ઉત્તરમાં પહોળા અને દક્ષિણ તરફ જતાં…

વધુ વાંચો >

મેગેલન, ફર્ડિનાન્ડ

મેગેલન, ફર્ડિનાન્ડ (જ. આશરે 1480, પોન્ટી દા બાર્કા, ઉત્તર પોર્ટુગલ; અ. 27 એપ્રિલ 1521, મકતાન ટાપુ, ફિલિપાઇન્સ) : પોર્ટુગીઝ દરિયાઈ નૌકા કપ્તાન અને સાગરરસ્તે વિશ્વની પ્રદક્ષિણા કરનાર પ્રથમ નાવિક. જોકે એ પોતે પ્રદક્ષિણા પૂરી કરી શક્યો ન હતો; પરંતુ એનાં દીર્ઘષ્ટિ, આયોજન અને સાહસિક માર્ગદર્શન નીચે એની ટુકડીએ પ્રદક્ષિણા પૂરી…

વધુ વાંચો >

મેઝિની, જૉસેફ

મેઝિની, જૉસેફ (જ. 22 જૂન 1805, જિનીવા, ઇટાલી; અ. 10 માર્ચ 1872, પીસા) : ઇટાલીનો મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને આદર્શવાદી નેતા. ઇટાલીની એકતા સિદ્ધ કરવામાં એનો મહત્વનો ફાળો હતો. એનો જન્મ તબીબ-પરિવારમાં થયો હતો. એ અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતો હતો. સાહિત્યમાં રસ હોવાથી 15 વર્ષની વયમાં એણે યુરોપના મોટા સાહિત્યકારોની કૃતિઓ…

વધુ વાંચો >

મેટરનિક ક્લેમેન્સ

મેટરનિક ક્લેમેન્સ (જ. 15 મે 1773, કૉબ્લેન્ઝ, જર્મની; અ. 11 જૂન 1859, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના યુરોપનો મહાન મુત્સદ્દી અને વિચક્ષણ રાજપુરુષ. ઈ. સ. 1809થી 1848 સુધી એણે ઑસ્ટ્રિયાના વિદેશ પ્રધાન તરીકે કામ કર્યું હતું. ઑસ્ટ્રિયાના રાજાએ એને 1813માં ‘પ્રિન્સ’નો ઇલકાબ અને 1821માં ‘ચાન્સેલર’- (વડાપ્રધાન)નો હોદ્દો આપ્યો હતો. 1815થી…

વધુ વાંચો >

મૅડ્રિડ

મૅડ્રિડ : સ્પેનનું પાટનગર, મોટામાં મોટું શહેર અને ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : તે 40° 30° ઉ. અ. અને 3° 40´ પ. રે.ની આજુબાજુનો લગભગ 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. મૅડ્રિડ એ મૅડ્રિડ પ્રાંતનું પણ પાટનગર છે. મૅડ્રિડ પ્રાંતનો વિસ્તાર આશરે 8,028 ચોકિમી. જેટલો છે. આ શહેર સમુદ્રસપાટીથી આશરે…

વધુ વાંચો >