મેનિલેયસ : સ્પાર્ટાનો રાજા અને હેલન ઑવ્ ટ્રૉયનો પતિ. ટ્રૉયનો રાજા પૅરિસ હેલનને મનાવીને, તેની સાથે લગ્ન કરવા માટે તેને લઈને ટ્રૉય નાસી ગયો. મેનિલેયસ અને તેના ભાઈ ઍગેમેમ્નોને લશ્કરની ભરતી કરીને ટ્રૉય પર હુમલો કર્યો. દસ વર્ષની લડાઈને અંતે તેમણે ટ્રૉય કબજે કર્યું અને મેનિલેયસે હેલનને મેળવી. તેઓ આઠ વર્ષ અન્યત્ર રખડ્યાં બાદ, આખરે સ્પાર્ટા ગયાં. મેનિલેયસ અને હેલન ત્યારબાદ ત્યાં ઘણાં વર્ષો સુધી શાંતિથી રહ્યાં.

જયકુમાર ર. શુક્લ