ઇતિહાસ – જગત

અખનાતન (ઈખ્નાતન)

અખનાતન (ઈખ્નાતન) (શાસન ઈ. પૂ. 1379–1362) : ઇજિપ્તનો એક રાજા. પ્રત્યક્ષ સૂર્ય સિવાય બીજો કોઈ ઈશ્વર નથી એમ તેણે જાહેર કરેલું, જેને કારણે તેને થીલીસના વડા ધર્મગુરુ અમૂન સાથે સંઘર્ષ થયેલો અને થીલીસ છોડવું પડેલું. પછી ઇજિપ્તમાં ગાદી સ્થાપી અને સમગ્ર ઇજિપ્તમાં સૂર્યદેવના ધર્મનો પ્રસાર કર્યો. ઈ. પૂ. ૧૩૭૪માં તેણે…

વધુ વાંચો >

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અ પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અફીણ વિગ્રહો

અફીણ વિગ્રહો : અફીણની દાણચોરીને કારણે ચીન સાથે થયેલા બ્રિટન અને ફ્રાન્સના વિગ્રહો. 19મી સદીની ત્રીસીને અંતે બ્રિટન ભારતમાં મુખ્ય સત્તા બની ચૂક્યું હતું. તેનાં વ્યાપારી હિતો ચીન સુધી વિસ્તર્યાં હતાં. ચીન સાથેના વ્યાપારમાં લાંબા સમય સુધી સોનાચાંદી દ્વારા ચીની માલ ખરીદવો પોસાય નહિ તેથી તેની અવેજીમાં અફીણ શોધાયું. અલબત્ત,…

વધુ વાંચો >

અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’

અબ્દુલ અઝીઝ ‘‘ઇબ્ન સઊદ’’ (જ. 15 જાન્યુઆરી 1875, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 9 નવેમ્બર 1953, સાઉદી અરેબિયા) : સઉદી આરબ વહાબી રાજ્યનો સ્થાપક. પિતાનું નામ અબ્દુર્રહમાન બિન ફૈસલ. 18મી સદીના નામાંકિત આરબ બાદશાહ મુહમ્મદ બિન સઊદનો વંશજ હોવાથી ‘ઇબ્ન સઊદ’ કુટુંબનામ છે. ઘણાં સંકટો વેઠ્યા પછી 1902માં કુવેતના શેખ મુબારકની…

વધુ વાંચો >

અબ્દુલ રહેમાન ટુંકુ

અબ્દુલ રહેમાન ટુંકુ (જ. 8 ફેબ્રુઆરી 1903, મલાયાના અલોર સેતાર, કેડાહ, મલાયા; અ. 6 ડિસેમ્બર 1990, કુઆલાલમ્પુર, મલેશિયા) : સ્વતંત્ર મલેશિયાના પ્રથમ પ્રધાનમંત્રી અને રાજદ્વારી પુરુષ. તેમનો જન્મ કેડાહ(Kedah)ના રાજવંશમાં થયેલો હોવાથી તેમના નામ સાથે ટુંકુ એટલે કે રાજકુંવર શબ્દ કાયમ માટે સંકળાયેલો રહેલો. શરૂઆતનું શિક્ષણ મલાયા અને થાઇલૅન્ડમાં લીધા…

વધુ વાંચો >

અરબ સંસ્કૃતિ

અરબ સંસ્કૃતિ : અરબ પ્રજાની સંસ્કૃતિ. સાતમી સદીના આરંભમાં ઇસ્લામનું આગમન થયું તે પહેલાં વિશાળ રણપ્રદેશવાળો અરબસ્તાન દેશ સંસ્કૃતિથી સાવ અપરિચિત ન હતો. સામાન્ય રીતે ઓળખાતા પણ વાસ્તવમાં તે અર્થમાં નહિ એવા ‘અંધકાર યુગ’માં અરબસ્તાનમાં વિશેષ કરીને તેના ઉત્તર તેમજ દક્ષિણના પ્રદેશોમાં શિક્ષિત અને સુસંસ્કૃત લોકોની વસાહતો હતી તેમ ત્યાંથી…

વધુ વાંચો >

અસુર બાનીપાલ

અસુર બાનીપાલ (જ. ઈ. પૂ. 685, એશિરિયા; અ. ઈ. પૂ. 631, ઇરાક) : એસિરિયાના સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ. તે મહાન વિજેતા બન્યો હતો. એલમ અને ઇજિપ્ત પર તેણે વિજય મેળવ્યો હતો. પશ્ચિમ એશિયાના સમગ્ર વિસ્તાર પર તેની ધાક પ્રવર્તતી હતી. તે વિદ્યાપ્રેમી અને સાહિત્ય તથા કલાનો ભારે શોખીન હતો. તેણે પાટનગર…

વધુ વાંચો >

અંગકોર

અંગકોર : કમ્પુચિયા (પ્રાચીન કમ્બુજ) દેશમાં યશોધરપુર અને અંગકોરથોમ નામે બે રાજધાનીઓ ધરાવતો વિસ્તાર. યશોધરપુર મૂળમાં કમ્બુપુરીને નામે ઓળખાતું શહેર હતું અને તેની સ્થાપના ખ્મેર સમ્રાટ યશોવર્મા(889-9૦૦)એ કરી હતી. નોમ બળેન નામની ટેકરીની આસપાસ આ શહેર વસ્યું હતું. યશોવર્માએ ટેકરી પર રાજગઢ અને શહેર બહાર ‘યશોધર-તટાક’ નામે વિશાળ જળાશય કરાવ્યાં…

વધુ વાંચો >

અંતિયોક 3જો

અંતિયોક 3જો (ઈ. પૂ. ત્રીજી સદી) : સેલુકવંશનો ગ્રીક રાજા. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એશિયાઈ મુલકો ઉપર યવનવિજેતા સેલુકસની સત્તા જામી. આ સેલુકવંશમાં અંતિયોક 3જો થયો, જેણે પહલવ અને બાહલિક રાજ્યો ઉપર સત્તા જમાવવા નિષ્ફળ કોશિશ કરેલી. આથી દિમિત્રને પોતાની કુંવરી પરણાવીને તેણે તે રાજ્ય સાથે મૈત્રીસંબંધો બાંધ્યા. આરંભમાં એણે…

વધુ વાંચો >

આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા

આતાતુર્ક, મુસ્તફા કમાલ પાશા (જ. 1881, સાલોનિકા – ગ્રીસ; અ. 10 નવેમ્બર 1938, ઇસ્તંબુલ) : આધુનિક તુર્કી પ્રજાસત્તાકના સ્થાપક, સમાજ સુધારક અને પ્રજાસત્તાક પ્રમુખ (1923-1938). 1923ના ઑક્ટોબરમાં તેમણે તુર્કીના પ્રજાસત્તાકની સ્થાપના કરી અને લોકમત દ્વારા પ્રથમ રાષ્ટ્રપ્રમુખપદે ચૂંટાયા. તેમણે ક્રાંતિકારી પગલાં લઈને તુર્કીના નવનિર્માણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ખલીફનો મજહબી…

વધુ વાંચો >