ઇતિહાસ – જગત

મિસિસિપી (રાજ્ય)

મિસિસિપી (રાજ્ય) : દક્ષિણ યુ.એસ.માં મેક્સિકોના અખાત પર આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 33° 26´ ઉ. અ. અને 88° 47´ પ. રે.ની આજુબાજુનો (30°થી 35° ઉ. અ. અને 88°થી 92° પ. રે. વચ્ચેનો) 1,23,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વમાં આલાબામા, દક્ષિણે મેક્સિકોનો અખાત અને…

વધુ વાંચો >

મિસુરી (રાજ્ય)

મિસુરી (રાજ્ય) : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્યભાગમાં આવેલું ઔદ્યોગિક તથા ખેતીપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 38° 30´ ઉ. અ. અને 93° 30´ પ. રે. ની આજુબાજુનો 1,80,515 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે આયોવા, પૂર્વમાં ઇલિનૉય, અગ્નિકોણમાં કૅન્ટકી અને ટેનેસીના ભાગો, દક્ષિણે આર્કાન્સાસ, નૈર્ઋત્યમાં ઓક્લાહોમા તથા પશ્ચિમે કાન્સાસ…

વધુ વાંચો >

મિંગ વંશ

મિંગ વંશ : ચીનમાં ઈ. સ. 1368થી 1644 સુધી રાજ્ય કરનાર વંશ. ચીનમાં મોંગોલોના યુઆન વંશને ઉથલાવીને ચુ યુઆન ચાંગે ઈ. સ. 1368માં મિંગ વંશની સ્થાપના કરી. તેના પાટનગર પેકિંગમાંથી મોંગોલોને ભગાડી તેણે સમગ્ર દેશનો કબજો લઈને મિંગ વંશની સ્થાપના કરી. ઈ. સ. 1371 સુધીમાં તો તેણે સમગ્ર ચીનમાંથી મોંગોલોને…

વધુ વાંચો >

મિંગ હુઆંગ

મિંગ હુઆંગ (જ. 685, લોયાંગ, ચીન; અ. 762) : ચીનના તાંગ વંશનો છઠ્ઠો સમ્રાટ. તેનું નામ હસુઆન ત્સુંગ હતું. તે મિંગ હુઆંગ તરીકે જાણીતો થયો હતો. તેનો રાજ્યકાળ 712થી 756 સુધીનો હતો. તેના સમયમાં ચીને ઘણી સમૃદ્ધિ અને સત્તા મેળવ્યાં હતાં. તેણે વહીવટી અને નાણાકીય સુધારા કર્યા. કેન્દ્ર સરકારના માળખામાં…

વધુ વાંચો >

મીડિયા

મીડિયા : ઉત્તર ઈરાનમાં આવેલ પ્રાચીન દેશ. વાયવ્ય ઈરાનમાં આઝરબૈજાન, કુર્દિસ્તાન પ્રાંતો આવેલા છે. ત્યાં મીડીઝ લોકો રહેતા હતા. મીડીઝ લોકો ઇન્ડો-યુરોપિયન હતા. તેઓ ઈ. સ. પૂ. 1200 પછી ઈરાનમાં પ્રવેશ્યા હતા. તે વખતે તેઓ અસિરિયન રાજાઓની સત્તા હેઠળ હતા. અસિરિયન રાજા શાલમનસેર ત્રીજાએ મીડિયા પર ઈ. સ. પૂ. 836માં…

વધુ વાંચો >

મીનનગર (ઈરાન)

મીનનગર (ઈરાન) : ઈરાનમાં શકસ્તાનનું પાટનગર. પૂર્વ ઈરાનમાં વસતા શક લોકોએ ઉત્તર ભારતના પશ્ચિમના કેટલાક પ્રદેશો પણ કબજે કર્યા હતા. પ્રથમ સદીની શરૂઆતમાં ઇસીડોર નામના લેખકે ઈરાનમાં શક લોકો વસતા હતા, તેનું નામ શકસ્તાન અને તેના પાટનગરનું નામ મીનનગર જણાવ્યું છે. ભારતમાં પણ આ નામનું નગર હતું. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

મી લાઈની ઘટના

મી લાઈની ઘટના : વિયેટનામ યુદ્ધમાં અમેરિકાની સંડોવણીની અત્યંત નિર્દય ઘટના. આ ઘટનામાં 16 માર્ચ 1968ના રોજ અમેરિકન પાયદળ ટુકડીએ મી લાઈ 4 નામના ગામડામાં 400 નિ:શસ્ત્ર વિયેટનામી નાગરિકોની સામૂહિક કતલ કરી હતી. અમેરિકન ટુકડીને દક્ષિણ વિયેટનામના ઈશાન કાંઠે આવેલા ક્વાંગ ન્ગાઈ પ્રાંતમાં હેલિકૉપ્ટરથી ઉતારવામાં આવી હતી. આ પ્રદેશ દાયકાઓથી…

વધુ વાંચો >

મીસેનાઈ સંસ્કૃતિ

મીસેનાઈ સંસ્કૃતિ : પ્રાચીન ગ્રીસના મીસેની નગરમાં વિકસેલી સંસ્કૃતિ. પ્રાચીન ગ્રીસમાં આર્ગોસથી ઉત્તરે 10 કિમી.ના અંતરે આવેલ મીસેની નામના નગરમાં ઈ. સ. પૂ. સોળમી સદીમાં સાંસ્કૃતિક વિકાસ થયો હતો. જર્મન પુરાતત્વવિદ હેનરિક શ્લીમાને ઈ. સ. 1876માં મીસેનીમાં ટેકરી ઉપર ખોદકામ કરાવીને કિલ્લા સહિતનાં વિશાળ મહેલ, કબરો, હાડપિંજરો, કાંસાનાં હથિયારો, માટીનાં…

વધુ વાંચો >

મુત્સુહીટો

મુત્સુહીટો (જ. 3 નવેમ્બર 1852, ક્યોટો, જાપાન; અ. 30 જુલાઈ 1912, ટોકિયો, જાપાન) : જાપાનના સમ્રાટ. જાપાનની આધુનિકતાના તેઓ પ્રતીક બની રહ્યા. તેઓ કેવળ નામધારી (titular) રાજવી કૉમીના પુત્ર હતા અને તેમના વારસ તરીકે ગાદીએ આવ્યા હતા. એક જ વર્ષના ગાળામાં તો તેમણે છેલ્લા શોગુનને પણ ઉથલાવી દીધા. આ શોગુન…

વધુ વાંચો >

મુસોલીની, બેનીટો

મુસોલીની, બેનીટો (જ. 29 જુલાઈ 1883, ડોવિયા, ઉત્તર ઇટાલી; અ. 28 એપ્રિલ 1945, મિલાન) : ઇટાલીનો ફાસીવાદી સરમુખત્યાર. મુસોલીનીએ ઇટાલીમાં ફાસીવાદી સંગઠન સ્થાપ્યું અને પોતે તેનો સરમુખત્યાર શાસક બન્યો. તેનો જન્મ લુહાર કુટુંબમાં થયો હતો. તેણે પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવી ઉચ્ચશિક્ષણ ફોલીમાં મેળવ્યું. 1902માં તે સ્વિટ્ઝર્લૅન્ડમાં કામદાર બન્યો. તે દરમિયાન…

વધુ વાંચો >