ઇતિહાસ – જગત

હોપેહ (Hopeh)

હોપેહ (Hopeh) : ઉત્તર ચીનમાં આવેલો પ્રાંત. તે Hubei (હુબેઇ) તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 38° 30´ ઉ. અ. અને 116° 00´ પૂ. રે.ની આજુબાજુનો 2000 મુજબ આશરે 1,87,500 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત પશ્ચિમના શાન્સી અને પૂર્વના ચિહલીના અખાતની વચ્ચે આવેલો છે. તેની…

વધુ વાંચો >

હોરેસ

હોરેસ (જ. ડિસેમ્બર ઈ. પૂ. 65, વેનુઝિયા, ઇટાલી; અ. 27 નવેમ્બર ઈ. પૂ. 8, રોમ) : લૅટિન ઊર્મિકવિ અને કટાક્ષલેખક. પૂરું નામ ક્વિન્ટસ હોરેશિયસ ફ્લેક્સ. સમ્રાટ ઑગસ્ટસના સમયના ઓડ અને એપિસ્ટલ કાવ્યોના રચયિતા. પ્રેમ, મૈત્રી, તત્ત્વજ્ઞાન અને કાવ્યકલા તેમના પ્રિય વિષયો. કદાચ ઇટાલીના મધ્ય ભાગના સેબેલિયન પહાડી પ્રદેશના મૂળ ભાગમાં…

વધુ વાંચો >

હૉંગકૉંગ (Hong Kong)

હૉંગકૉંગ (Hong Kong) : ચીનના અગ્નિભાગમાં દરિયાકાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 22° 20´ ઉ. અ. અને 114° 15´ પૂ. રે.ની આજુબાજુનો 1,091 ચોકિમી. જેટલો ભૂમિવિસ્તાર આવરી લે છે. જળવિસ્તાર સહિત તેનું કુલ ક્ષેત્રફળ 2916 ચોકિમી. જેટલું થાય છે. આ શહેર ગુઆંગ ઝોઉ અથવા ઝિયાંગ ગાંગ(જૂનું નામ કૅન્ટોન)થી અગ્નિકોણમાં…

વધુ વાંચો >

હ્યૂગો વિન્ક્લર (Hugo Winckler)

હ્યૂગો, વિન્ક્લર (Hugo Winckler) (જ. 4 જુલાઈ 1863, સૅક્સોની; અ. 19 એપ્રિલ 1913, બર્લિન, જર્મની) : હિટ્ટાઇટ (Hittite) સામ્રાજ્યના અવશેષો ખોદી કાઢી હિટ્ટાઇટ ઇતિહાસ ઉજાગર કરનાર જર્મન પુરાતત્વવેત્તા તથા ઇતિહાસકાર. વિન્ક્લર હ્યૂગો પ્રાચીન પશ્ચિમ એશિયાની ભાષાઓ અને લિપિઓમાં હ્યૂગોને પહેલેથી જ દિલચસ્પી હતી. વિદ્યાર્થીકાળમાં જ તેમણે એસિરિયન લિપિ અને ઓલ્ડ…

વધુ વાંચો >

હ્યૂસ્ટન (Houston)

હ્યૂસ્ટન (Houston) : યુ.એસ.ના ટેક્સાસ રાજ્યનું મોટામાં મોટું શહેર તથા બંદર. ભૌગોલિક સ્થાન : 29° 45´ ઉ. અ. અને 95° 21´ પ. રે.. તે ટેક્સાસ રાજ્યના અગ્નિભાગમાં મેક્સિકોના અખાતથી આશરે 80 કિમી. અંતરે આવેલું છે. કિનારાથી અંદરના ભૂમિભાગમાં તે આવેલું હોવા છતાં પણ દુનિયાનાં મુખ્ય દરિયાઈ બંદરો પૈકીના એક તરીકે…

વધુ વાંચો >