૬(૨).૧૭
ગોસ્વામી, કિશોરીલાલ થી ગ્રહશાન્તિ
ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક
ગૌરીબિદનુર રેડિયો ઑબ્ઝર્વેટરી, કર્ણાટક : બૅંગાલુરુ નજીક ગૌરીબિદનુર ખાતેની અવકાશી પદાર્થોના ખગોલીય અભ્યાસ માટેની વેધશાળા. તેમાં અવકાશી પદાર્થ દ્વારા રેડિયોતરંગ વિસ્તારમાં ઉત્સર્જિત થતા વિકિરણનું અવલોકન કરવાની સુવિધા છે. આવા અભ્યાસ માટે બે વૈજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ : (1) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍસ્ટ્રોફિઝિક્સ અને (2) રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી બનાવેલો એક રેડિયો…
વધુ વાંચો >ગૌરીશંકર પેન્ડમ
ગૌરીશંકર પેન્ડમ (જ. 1936, હૈદરાબાદ) : ચિત્રકાર અને ગ્રાફિક આર્ટિસ્ટ તરીકે હૈદરાબાદના આગળ પડતા કલાકાર. તેમણે મુંબઈ તથા હૈદરાબાદના ફાઇન આર્ટના ડિપ્લોમા મેળવેલા છે. વ્યાખ્યાતા તરીકે કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ ઍન્ડ આર્કિટેક્ચર, હૈદરાબાદમાં સેવા આપી. મ. સ. યુનિવર્સિટીમાંથી ગ્રાફિકમાં નિપુણતા મેળવી. 1978 સુધીમાં તેમનાં છ એકલ પ્રદર્શનો હૈદરાબાદમાં અને બે…
વધુ વાંચો >ગૌસ, મોહમ્મદખાન
ગૌસ, મોહમ્મદખાન (જ. 2 નવેમ્બર 1915, મલીહાબાદ; અ. 1982) : વીસમી સદીના ભારતના આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ-ખેલાડી. 1921માં ચેકૉસ્લોવેકિયાના વિજેતા મેંજલને હરાવીને પ્રથમ આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યો. 1933–34માં આગ્રામાં રાષ્ટ્રીય વિજેતા બન્યા. 1939માં વિમ્બલ્ડન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. પાવર-ટેનિસના નિષ્ણાત ગૌસ મોહમ્મદ મધ્યમ ઊંચાઈ ધરાવતા અને મજબૂત બાંધાના…
વધુ વાંચો >ગૌહર, ગુલામનબી
ગૌહર, ગુલામનબી (જ. 26 જૂન 1934, ચરારી શેરીફ, કાશ્મીર; અ. 19 જૂન 2018, બડગાંવ, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી સાહિત્યકાર. આ લેખકની ‘પુન તે પાપ’ નામની કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફારસી સાહિત્યમાં એમ. એ.ની ડિગ્રી મેળવવા ઉપરાંત તેમણે પછી એલએલ.બી.ની ડિગ્રી પણ…
વધુ વાંચો >ગૌહર, ગુલામ મોહિઉદ્દીન
ગૌહર, ગુલામ મોહિઉદ્દીન (જ. 1940, સોપોર, કાશ્મીર; અ. 1994) : કાશ્મીરી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘રિખ:’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક થયા બાદ ઉર્દૂમાં ઑનર્સ કર્યું. પબ્લિક સ્કૂલમાં અધ્યાપક થયા પછી વકીલના સહાયક બન્યા. ત્યારબાદ તેમણે સ્વતંત્ર લેખન શરૂ કર્યું. તેઓ કલ્ચરલ ફોરમ,…
વધુ વાંચો >ગૌહરજાન
ગૌહરજાન (જ. 1870, આઝમગઢ; અ. 17 જાન્યુઆરી 1930, મૈસૂર) : ભારતનાં વિખ્યાત શાસ્ત્રીય ગાયિકા. મૂળ એ ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી હતાં. આર્મેનિયન માતા-પિતાનાં સંતાન. તેમણે સંગીતનું શિક્ષણ રામપુરના ઉસ્તાદ નઝીરખાં તથા પ્યારેસાહેબ પાસેથી ગ્રહણ કર્યું હતું. રિયાઝ અને લગનીના બળે ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થતી ગઈ. તરુણાવસ્થામાં ગૌહરજાન થોડા સમય માટે…
વધુ વાંચો >ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન)
ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન) (જ. 2 ઑગસ્ટ 1788, ગોટિંજન, જર્મની; અ. 13 એપ્રિલ 1853, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન રસાયણશાસ્ત્રી. હાઇડલબર્ગના રસાયણ તથા ઔષધવિજ્ઞાન-(medicine)ના પ્રાધ્યાપક. તેમણે પોટૅશિયમ ફેરિસાઇનાઇડ નામનું અકાર્બનિક લવણ સૌપ્રથમ શોધ્યું હતું. આ ઉપરાંત ખનિજશાસ્ત્ર ઉપર પણ તેમણે લેખો લખ્યા છે. વળી તેમણે પાચનક્રિયા, પિત્તાશય, (gall bladder) તથા રક્ત…
વધુ વાંચો >ગ્રસન (swallowing)
ગ્રસન (swallowing) : ખોરાક તથા પાણીને મોંમાંથી જઠરમાં પહોંચાડવાની ક્રિયા. તેને અંગ્રેજીમાં શાસ્ત્રીય રીતે deglutition કહે છે. આ પ્રક્રિયામાં મોં, ગળું તથા અન્નનળી ભાગ લે છે અને તેને લાળ તથા શ્લેષ્મ (mucus) વડે સરળ બનાવાય છે. તેના ત્રણ તબક્કા વર્ણવવામાં આવેલા છે : (1) ઐચ્છિક તબક્કો, (2) ગ્રસની અથવા ગળા(pharynx)નો…
વધુ વાંચો >ગ્રહ
ગ્રહ : કેન્દ્રસ્થ તારકની આસપાસ પ્રદક્ષિણા ફરતો સ્વપ્રકાશહીન, મોટો વ્યાસ ધરાવનારો ગણનાપાત્ર ખગોલીય પિંડ. ગ્રહ તારક પાર્શ્વભૂની સાપેક્ષમાં ફરતો દેખાય છે એના પરથી એનું અંગ્રેજીમાં નામ ‘પ્લૅનિટ’ planet એટલે ભટકનાર (wanderer) પડ્યું છે. અત્યારે સાંપડતા નિર્દેશ જણાવે છે કે આપણા પાડોશી તારકોમાં કેટલાયને ગ્રહમાળા છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સોમ (ચંદ્ર), બુધ,…
વધુ વાંચો >ગ્રહ ‘એક્સ’ :
ગ્રહ ‘એક્સ’ : સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષા કરતાં આગળ આવેલો અપેક્ષિત ગ્રહ. વીસમી સદીના પ્રારંભે અમેરિકન ખગોળશાસ્ત્રી પર્સિવલ લોવેલે, યુરેનસ ગ્રહની કક્ષામાં થતા સૂક્ષ્મ ફેરફારોને આધારે ગણતરી કરીને, એવું અનુમાન કર્યું હતું કે સૂર્યમંડળના આઠમા ગ્રહ નેપ્ચૂનની કક્ષાથી આગળ પણ એક ગ્રહ હોવો જોઈએ, અને આ અપેક્ષિત ગ્રહને, તેણે…
વધુ વાંચો >ગોસ્વામી, કિશોરીલાલ
ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ; અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ…
વધુ વાંચો >ગોસ્વામી, ચુન્ની
ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…
વધુ વાંચો >ગોસ્વામી, જય
ગોસ્વામી, જય (જ. 10 નવેમ્બર 1954, કૉલકાતા, બંગાળ) : બંગાળી કવિ અને નવલકથાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગલી તોમાર સંગે’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ પત્રકારની હેસિયતથી ‘આનંદ બજાર સમાચારપત્ર’ સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં મુખ્ય આ છે :…
વધુ વાંચો >ગોસ્વામી, ત્રૈલોક્યનાથ
ગોસ્વામી, ત્રૈલોક્યનાથ (જ. 3 માર્ચ 1906, નલબારી જિ. કામરૂપ; અ. 1 ડિસેમ્બર 1988) : અસમિયા વાર્તાકાર તથા વિવેચક. તેમના પિતાનું નામ જામિનીકાન્ત ઉર્ફે સિદ્ધેશ્વર અને માતાનું નામ અમૃતપ્રિય દેવી હતું. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નલબારીમાં લીધું. 1926માં મૅટ્રિક થયા. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી ફિલૉસૉફીમાં 1930માં બી.એ. અને અંગ્રેજી સાથે 1932માં…
વધુ વાંચો >ગોસ્વામી, બ્રહ્માનંદ
ગોસ્વામી, બ્રહ્માનંદ (જ. 8 ફેબ્રુઆરી 1907, સિંધ-હૈદરાબાદ) : ભારતના વિખ્યાત સંગીતકાર. સંગીતના સંસ્કાર પિતા સંગીતાચાર્ય મહંત ચૈતન્યદેવજી પાસેથી મળ્યા હતા. કંઠસંગીત, મૃદંગ અને તબલાવાદન ઉપરાંત વિભિન્ન વાદ્યો પર પ્રભુત્વ હતું, પણ સિતાર એમનું પ્રિય વાદ્ય હતું. પોતે સામવેદી પરંપરાના સંગીતજ્ઞ હોવાથી 1925માં બ્રહ્માનંદજીએ શ્રી નાદબ્રહ્મ વિદ્યાલય નામની સંસ્થાની સ્થાપના કરી…
વધુ વાંચો >ગોસ્વામી, હેમચંદ્ર
ગોસ્વામી, હેમચંદ્ર (જ. 8 જાન્યુઆરી 1872, ગોલાઘાટ; અ. 2 મે 1928, ગુવાહાટી) : અસમિયા કવિ, નિબંધકાર, પુરાતત્વવિદ અને ઇતિહાસકાર. તેમણે ગોલાઘાટમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું. પછી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કૉલકાતા ગયા અને બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી. થોડો સમય શિક્ષકની નોકરી કર્યા પછી સરકારી નોકરીમાં જોડાયા અને…
વધુ વાંચો >ગોહાઈ, હીરેન
ગોહાઈ, હીરેન (જ. 1939, ગોલાઘાટ, અસમ) : અસમિયા લેખક. તેમની લખેલી ‘જાતીય જીવનાત મહાપુરુષીયા પરંપરા’ કૃતિને સાહિત્ય અકાદમી તરફથી 1989ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ નામાંકિત લેખક હોવા સાથે વિદ્વત્તા ધરાવતા વિચારક છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ ક્રમે આવી એમ.એ.ની ડિગ્રી મેળવી; 1969માં તેઓ મિલ્ટન…
વધુ વાંચો >ગોહિલ, પાર્થિવ
ગોહિલ, પાર્થિવ (જ. 18 ફેબ્રુઆરી 1976, ભાવનગર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ ‘ધ્રુપદ-ધમાર’ ગાયનશૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વસામાન્ય રીતે નિપુણતા ધરાવતા ગુજરાતના યુવાકલાકાર. તેમણે બી.કૉમ.ની તથા શાસ્ત્રીય સંગીતમાં ‘વિશારદ’ની પદવીઓ પ્રાપ્ત કરી છે. તેઓ શાસ્ત્રીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત અને ફ્યૂઝન (fusion) સંગીતના પણ અગ્રણી ગાયક કલાકાર…
વધુ વાંચો >ગોહિલ, ભાવસિંહજી
ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં…
વધુ વાંચો >ગોહિલો
ગોહિલો : રજપૂતોમાં સૌથી વધુ કુળવાન તથા શૌર્ય અને ટેક માટે સુપ્રસિદ્ધ રાજવંશ. ગુહિલ ઉપરથી ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો બન્યા. ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે. આ વંશનો સ્થાપક ગુહદત્ત ઈ. સ. 566માં થઈ ગયો…
વધુ વાંચો >