૨૩.૨૯
સેતલવાડથી સેન્ટ ડેનિસ
સેન તાપસ
સેન, તાપસ (જ. 1924; અ. 28 જૂન 2006) : રંગભૂમિના વિખ્યાત રંગકર્મી, પ્રકાશઆયોજનના પ્રયોગશીલ નિષ્ણાત. મૂળ બંગાળી; પરંતુ દેશના વિવિધ પ્રદેશોના નાટ્યપ્રયોગો સાથે પ્રકાશઆયોજનના દિગ્દર્શક તરીકે ખ્યાતિ પામેલા. અંગત વર્તુળમાં તાપસદા તરીકે ઓળખાતા. કૉલેજકાળથી જ ‘ઇપ્ટા’ અર્થાત્ ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશનના દિલ્હી એકમ સાથે સંકળાયેલા જ્યાં તેમણે નાટકોમાં પ્રકાશ અને…
વધુ વાંચો >સેન પરિતોષ
સેન, પરિતોષ (જ. 18 ઑક્ટોબર 1918, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો હતો. એ પછી ફ્રાંસમાં આન્દ્રે લ્હોતે’ઝ સ્કૂલમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1962થી 1963 સુધી ફ્રેંચ ગવર્નમેન્ટની ફેલોશિપની મદદથી તેમણે પૅરિસની અકાદમી ગ્રા શોમિમાં બંગાળી ટાઇપોગ્રાફી પર સંશોધન કર્યું. રૉકફૅલર…
વધુ વાંચો >સેન પ્રફુલ્લચંદ્ર
સેન, પ્રફુલ્લચંદ્ર (જ. 1897; અ. 1990) : ગાંધીવાદી કૉંગ્રેસી નેતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી. તેઓ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરામબાગમાં રહ્યા હતા. તેમનાં માતાપિતા વિશે માહિતી મળતી નથી. તેઓ ગરીબ કુટુંબમાંથી આવ્યા હતા અને શરૂના જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો એમ માનવામાં આવે છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા હતા. તેમણે…
વધુ વાંચો >સેન મિહિર
સેન, મિહિર (જ. 30 નવેમ્બર 1930, પુરુલિયા, પશ્ચિમ બંગાળ; અ. 11 જૂન 1997, કોલકાતા) : સમગ્ર વિશ્વના લાંબા અંતરની સમુદ્રતરણની સ્પર્ધાઓના સર્વશ્રેષ્ઠ ખેલાડી. નાનપણથી જ તેમને તરણમાં રસ હતો. સાતેય સમુદ્રો તરનાર તેઓ એકમાત્ર ભારતીય તરવૈયા હતા; એટલું જ નહિ, પણ 27 ડિસેમ્બર, 1958ના રોજ ઇંગ્લિશ ખાડી તરનાર તેઓ પ્રથમ…
વધુ વાંચો >સેન મૃણાલ
સેન, મૃણાલ (જ. 14 મે 1923, ફરીદપુર, બંગાળ) : બંગાળી-ઊડિયા-હિંદી ચલચિત્રોના વિખ્યાત સર્જક-નિર્દેશક તથા વર્ષ 2004ના બહુપ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડના વિજેતા. પિતાનું નામ દિનેશચંદ્ર જેઓ વ્યવસાયે વકીલ પણ મૂળભૂત રીતે દેશભક્ત અને સ્વાતંત્ર્યસેનાની હતા. માતાનું નામ સરજૂ. માતા-પિતા ઉપરાંત પરિવારમાં સાત ભાઈઓ અને પાંચ બહેનો જેટલું વિશાળ કુટુંબ હોવાથી અને…
વધુ વાંચો >સેનવર્મા એસ. પી.
સેનવર્મા, એસ. પી. (જ. 1 ફેબ્રુઆરી 1909, બારીસાલ, બાંગ્લાદેશ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી અને કાયદાપંચના સભ્ય. પિતા અમૃતલાલ અને માતા સોનાલક્ષ્મી દેવી. પત્ની આરતી સેનવર્મા. કોલકાતા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ કાયદાના અનુસ્નાતક (એલએલ.એમ.) થયા. 1942માં પશ્ચિમ બંગાળ સરકારની ન્યાયિક સેવામાં જોડાયા. તે પછી સ્વતંત્ર ભારત સરકારમાં કાયદા-મંત્રાલયમાં વિશેષ સચિવ…
વધુ વાંચો >સેન વંશ
સેન વંશ : બંગાળનો એક અગત્યનો રાજવંશ. આ વંશના રાજાઓ પોતાને કર્ણાટ-ક્ષત્રિય, બ્રહ્મ-ક્ષત્રિય અને ક્ષત્રિય તરીકે ઓળખાવતા હતા. તેમનો મૂળ પુરુષ વીરસેન અને એના વંશજો દક્ષિણાપથના રાજાઓ હતા. એમનું મૂળ વતન દક્ષિણના કન્નડ ભાષા બોલતા પ્રદેશમાં હતું. ધારવાડ જિલ્લામાં ‘સેન’ અટકવાળો જૈન ધાર્મિક શિક્ષકોનો એક પરિવાર હતો. એને બંગાળના આ…
વધુ વાંચો >સેન શિવદાસ પંડિત
સેન, શિવદાસ પંડિત : ભારતમાં 14મી15મી સદીમાં આયુર્વેદના પ્રાચીન મૂળ ગ્રંથો ‘ચરકસંહિતા’, ‘સુશ્રુતસંહિતા’, ‘અષ્ટાંગહૃદય’ (વાગ્ભટ્ટ) જેવા ગ્રંથો ઉપર ટીકા-વિવેચન કરનારા ટીકાકારોમાંના એક. તેમનો જીવનકાળ 15મી શતાબ્દીનો ગણાય છે. ‘સેન’ અટકથી તેઓ બંગાળી વૈદ્ય હોવાનું તેમજ તેમણે એક પુસ્તકમાં લખેલ મંગલાચરણ ઉપરથી તેઓ વૈષ્ણવ હોવાનું જણાય છે. તેમણે પોતે પોતાના એક…
વધુ વાંચો >સેન સુકુમાર
સેન, સુકુમાર (જ. 1900, ગોઆબગન, ઉત્તર કોલકાતા; અ. 1992) : બંગાળના અગ્રણી પૌર્વાત્યવિજ્ઞાની, વ્યુત્પત્તિશાસ્ત્રી, ભાષાવિજ્ઞાની, ભારતીય અને બંગાળી સાહિત્યના તવારીખકાર, નિબંધકાર, વાર્તાકાર અને શિક્ષક. એન્સાઇક્લોપીડિયા જેવા વિશાળ જ્ઞાનભંડાર તેમજ વિદ્વત્તાને કારણે તેઓ જીવંત દંતકથા બની ગયા હતા. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ હતી. તેમણે સંસ્કૃતમાં ઑનર્સ સાથે બી.એ.ની અને ‘તુલનાત્મક વ્યુત્પત્તિવિજ્ઞાન’માં…
વધુ વાંચો >સેન સુચિત્રા
સેન, સુચિત્રા (જ. 6 એપ્રિલ 1935, પાબના, બાંગ્લાદેશ) : અભિનેત્રી. બંગાળી અને હિંદી ચિત્રોમાં રૂપસૌંદર્ય અને અભિનયપ્રતિભાથી એક અભિનેત્રી તરીકે જીવંત દંતકથા બની જવાની સિદ્ધિ મેળવનારાં સુચિત્રા સેનનું મૂળ નામ રમા સેન છે. ચિત્રોમાં તેમણે કામ શરૂ કર્યું ત્યારે તેઓ પરિણીત હતાં એ બાબત નોંધપાત્ર એટલા માટે છે કે પરિણીત…
વધુ વાંચો >સેતલવાડ ચિમનલાલ હરિલાલ (સર)
સેતલવાડ, ચિમનલાલ હરિલાલ (સર) (જ. 1866, ભરૂચ, ગુજરાત; અ. 1947, મુંબઈ) : ભારતના પ્રખર ધારાશાસ્ત્રી, મુંબઈ ઇલાકાના પૂર્વ ઍડ્વોકેટ જનરલ અને મુંબઈ વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ. કાયદાના ક્ષેત્રમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી તેની પ્રેરણા તેમણે તેમના પિતા પાસેથી પ્રાપ્ત કરી હતી જે પોતે તેમના જમાનાના જાણીતા ધારાશાસ્ત્રી હતા. ચિમનલાલનું પ્રાથમિક…
વધુ વાંચો >સેતલવાડ મોતીલાલ ચિમનલાલ
સેતલવાડ, મોતીલાલ ચિમનલાલ (જ. 12 નવેમ્બર 1884, અમદાવાદ; અ. ઑગસ્ટ 1974, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી, પ્રથમ પંક્તિના ન્યાયવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ. કાયદા અને વકીલાત સાથે ઘનિષ્ઠ અને પરંપરાગત સંબંધ ધરાવતા પરિવારમાં જન્મ. તેમના પ્રપિતામહ અંબાશંકર શરૂઆતમાં મુંબઈમાં સદર દીવાની અદાલતના શિરસ્તેદાર અને નિવૃત્તિ ટાણે અમદાવાદમાં મુખ્ય…
વધુ વાંચો >સેન અપર્ણા
સેન, અપર્ણા (જ. 20 ઑક્ટોબર 1945, કોલકાતા) : અભિનેત્રી, દિગ્દર્શિકા, સંપાદિકા, મહિલાઓનાં હિતો માટે ઝૂઝતાં કર્મશીલ સન્નારી. કથાનકોની પસંદગી અને તેની વિશિષ્ટ માવજતને કારણે પોતાનાં બંગાળી અને અંગ્રેજી ચિત્રો થકી એક અનોખાં ચિત્રસર્જક બની રહેલાં અપર્ણા સેન એક એવા ઉચ્ચસ્તરીય બુદ્ધિજીવીઓ ધરાવતા બંગાળી ખાનદાનમાંથી આવે છે, જેનું બંગાળના સામાજિક ક્ષેત્રે…
વધુ વાંચો >સેન અમર્ત્ય
સેન, અમર્ત્ય (જ. 3 નવેમ્બર 1933, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : વર્ષ 1998ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની વિચારસરણીના નિષ્ઠાવાન સમર્થક, પ્રખર માનવતાવાદી તથા ધર્મનિરપેક્ષ અને બહુવાદી (pluralist) વિચારક. પિતાનું નામ આશુતોષ, જેઓ કૃષિવૈજ્ઞાનિક હતા અને માતાનું નામ અમિતા, જેઓ બાણું વર્ષની વયે આજે પણ શાંતિનિકેતનના પરિસરમાં…
વધુ વાંચો >સેન કેશવચંદ્ર
સેન, કેશવચંદ્ર (જ. 1838; અ. 1884) : 19મી સદીની ભારતની ધાર્મિક અને સામાજિક નવજાગૃતિના જાણીતા ચિંતક અને ‘બ્રહ્મોસમાજ’ સંસ્થાના એક અગ્રગણ્ય કાર્યકર. રાજા રામમોહન રાય દ્વારા સ્થાપિત બ્રહ્મોસમાજનું નેતૃત્વ કેશવચંદ્રે 1857થી લીધું. તેમનાં વિચાર અને પ્રવૃત્તિથી શરૂઆતમાં સંસ્થાને વેગ મળ્યો. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી ધર્મની દૃષ્ટિએ ચલાવવા માગતા હતા; જ્યારે દેવેન્દ્રનાથ…
વધુ વાંચો >સેન ગણનાથ પંડિત
સેન, ગણનાથ પંડિત (જ. ઈ. સ. 1877; અ. 1944) : સંસ્કૃતના અને આયુર્વેદના બંગાળી વિદ્વાન. ભારતમાં વિદેશી શાસનકાળ દરમિયાન આયુર્વેદ ક્ષેત્રે 18મી-19મી સદીમાં ભારે અંધકાર-યુગ હતો. આ સમયે આયુર્વેદના ઉત્થાન માટે તાતી આવશ્યકતા હતી. આવા સમયે ભારતના સંસ્કૃતજ્ઞ ઘણા વિદ્વાનોને આયુર્વેદની પ્રગતિ માટે જરૂરી વૈદકવિદ્યાના ગ્રંથોની ખાસ આવશ્યકતા હતી, તેવા…
વધુ વાંચો >સેનગુપ્ત અચિન્ત્યકુમાર
સેનગુપ્ત, અચિન્ત્યકુમાર (જ. 1903; અ. 1976) : આધુનિક બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનચરિત્રલેખક. અંગ્રેજી સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કરનાર અચિન્ત્યકુમાર સેનગુપ્તનું નામ બંગાળી સાહિત્યમાં આધુનિકતાના આંદોલનના અન્ય કવિઓ બુદ્ધદેવ બસુ, જીવનાનંદ દાસ, પ્રેમેન્દ્ર મિત્ર આદિ સાથે જોડાયેલું છે. આ આધુનિકોનું દલ પ્રસિદ્ધ સાહિત્યપત્રિકા ‘કલ્લોલ’ સાથે જોડાઈ રવીન્દ્રનાથની છાયામાંથી મુક્ત થવા…
વધુ વાંચો >સેનગુપ્ત પલ્લવ (કુશલવ સેન બદન મુન્શી)
સેનગુપ્ત, પલ્લવ (કુશલવ સેન, બદન મુન્શી) (જ. 8 માર્ચ 1940, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળી વિવેચક અને અનુવાદક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેઓએ રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાં બંગાળીના વિદ્યાસાગર પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું; તેઓ (1) 1966-77 ‘ચતુષ્કોણ’ બંગાળી સાહિત્યિક સામયિકના સહાયક…
વધુ વાંચો >સેનગુપ્ત ભવાની (ચાણક્યસેન)
સેનગુપ્ત, ભવાની (ચાણક્યસેન) [જ. 11 સપ્ટેમ્બર 1922, ફરિદપુર (હાલ બાંગ્લાદેશ)] : બંગાળી લેખક. તેમણે સિટી યુનિવર્સિટી ન્યૂયૉર્કમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1967થી 71, 1973થી 76 કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં સિનિયર ફેલો; 1993માં નવી દિલ્હી ખાતે સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચમાં સંશોધક; 1996માં નવી દિલ્હી ખાતે સ્ટડીઝ ઇન ગ્લોબલ ચેન્જમાં નિયામક…
વધુ વાંચો >સેનગુપ્તા પ્રીતિ
સેનગુપ્તા, પ્રીતિ (જ. 17 મે 1944, અમદાવાદ) : પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી. મૂળ નામ પ્રીતિ શાહ. પિતાનું નામ રમણલાલ અને માતાનું નામ કાંતાગૌરી. સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. અહીંની જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી 1961માં એસ.એસ.સી.ની પરીક્ષા, સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અંગ્રેજી મુખ્ય અને સંસ્કૃત…
વધુ વાંચો >