ખંડ ૯
તેલવાહક જહાજથી ધ્વન્યાલોક (નવમી સદી)
તેલવાહક જહાજ
તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…
વધુ વાંચો >તેલંગ, કાશીનાથ ત્ર્યંબક
તેલંગ, કાશીનાથ ત્ર્યંબક (જ. 30 ઑગસ્ટ 1850, મુંબઈ; અ. 1 સપ્ટેમ્બર 1893, મુંબઈ) : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, પ્રાચ્યવિદ્યા વિશારદ, સમાજસુધારક તથા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક. તેમનું કુટુંબ મૂળ ગોવાનું, પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં તેમણે મુંબઈ સ્થળાંતર કરેલું. પિતા બાપુ સાહેબ તથા કાકા ત્ર્યંબક મુંબઈમાં ફૉર્બસ કંપનીમાં નોકરી કરતા હતા.…
વધુ વાંચો >તેલંગાણા
તેલંગાણા : ભારતીય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલું ભૂમિબંદિસ્ત રાજ્ય. સ્થાન : આ રાજ્ય 18 11´ ઉ.અ. અને 79 1´ પૂ.રે.ની આજુબાજુ આવેલ છે. તેનો વિસ્તાર 1,12,077 ચો.કિમી. જેટલો છે. વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં 11મા ક્રમે અને વસ્તીની દૃષ્ટિએ 12મા ક્રમે આવે છે. આ રાજ્યની ઉત્તરે મહારાષ્ટ્ર, પૂર્વે છત્તીસગઢ, અગ્નિએ આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >તેલંગાણા આંદોલન
તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…
વધુ વાંચો >તેલિકા મંદિર, ગ્વાલિયર
તેલિકા મંદિર, ગ્વાલિયર : અગિયારમી સદીમાં બનેલું શક્તિ સંપ્રદાયનું મંદિર. પ્રાચીન ગ્વાલિયરના કિલ્લામાંનાં 11 ધાર્મિક સ્થાનોમાં સમાવેશ પામેલાં પાંચ મહત્વનાં મંદિરોમાંનું આ તેલિકા મંદિર ઉત્તર ભારતની પરંપરાગત તેમજ તત્કાલીન પ્રચલિત મંદિર-શૈલીથી અલગ રીતે બનાવાયું છે. સામાન્ય રીતે જ્યારે મંદિરોનું તળ ચોરસ બનાવાતું ત્યારે આ 24મી. ઊંચું મંદિર 18 મી. ×…
વધુ વાંચો >તેલી
તેલી : જુઓ, પરંપરાગત વ્યવસાયો
વધુ વાંચો >તેલીબિયાંના પાક
તેલીબિયાંના પાક : જેમાંથી તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તે પાકો. દુનિયામાં તેલીબિયાંના પાકોનું વાવેતર અંદાજે 1250 લાખ હેક્ટરમાં થાય છે. તેમાં ભારત 240 લાખ હેક્ટરના વિસ્તાર સાથે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતમાં થતા કુલ તેલીબિયાંના પાકોના વિસ્તારમાંથી 220 લાખ હેક્ટર ખાદ્ય તેલીબિયાં અને 20 લાખ હેક્ટર અખાદ્ય તેલીબિયાંનો વિસ્તાર…
વધુ વાંચો >તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…
વધુ વાંચો >તેલુગુદેશમ્ પક્ષ
તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…
વધુ વાંચો >તેલુગુ ભાષા અને સાહિત્ય
તેલુગુ ભાષા અને સાહિત્ય ભારતના સાડા ચાર કરોડ ઉપરાંત લોકોની ભાષા. ‘આંધ્ર’, ‘તેલુગુ’, ‘તેનુગુ’ નામોથી ઓળખાતી ભાષા એક જ છે. તેલુગુ ભાષા મૂળ દ્રવિડ ભાષાકુળ સાથે સંબદ્ધ પરંતુ સંસ્કૃત-પ્રાકૃતથી અત્યધિક પ્રભાવિત છે. તેલુગુ ભાષા દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશની ભાષા. દક્ષિણ ભારતની પાંચ ભાષાઓમાં તેનો સમાવેશ થાય છે. તે દ્રવિડ કુળની ભાષા…
વધુ વાંચો >દાવલે, શંકર લક્ષ્મણ
દાવલે, શંકર લક્ષ્મણ [જ. 5 જુલાઈ 1933, મહુ (Mhow) મ. પ્ર.; અ. 29 એપ્રિલ 2006, મહુ (Mhow)] : ભારતના હૉકીના સર્વશ્રેષ્ઠ ગોલકીપર. 1955થી 1966 સુધી તેમણે સતત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું હૉકીમાં પ્રતિનિધિત્વ કરેલું. 1955માં ભારતીય લશ્કરની ટીમ વતી તેમણે હૉકીની રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને શરૂઆતમાં જ…
વધુ વાંચો >દાશ, કેશવચંદ્ર
દાશ, કેશવચંદ્ર (જ. 6 માર્ચ 1955, હાટાશાહી, ઓરિસા) : ઓરિસાના બહુભાષાવિદ વિદ્વાન, દાર્શનિક અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઈશા’ માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ફિલ્મ દિગ્દર્શન અને કમ્પ્યૂટર પ્રોગ્રામિંગનો અભ્યાસ તેમણે કર્યો છે. તેમનાં પુસ્તકોની સંખ્યા 40થી અધિક છે અને સંશોધનપત્રો અને લેખો તેમના પ્રગટ થયાં…
વધુ વાંચો >દાશરાજ્ઞ
દાશરાજ્ઞ : ઋગ્વેદ(7–33–2 અને 5, 7–83–8)માં અને અથર્વવેદ- (10–128–32)માં ‘દાશરાજ્ઞ’ શબ્દ જોવા મળે છે તે દિવોદાસના પૌત્ર સુદાસના દસ રાજવીઓ સાથે થયેલા યુદ્ધનો વાચક છે. સુદાસ સામે યુદ્ધ માટે આવેલા આ દસ રાજવીઓ કોણ કોણ હતા એ વિશે સ્પષ્ટતા ઋક્સંહિતામાં ક્યાંય જોવા મળતી નથી. તુર્વશોનો રાજવી દસ રાજવીમાંનો એક હતો.…
વધુ વાંચો >દાસ
દાસ : દાસ ‘દસ્યુ’ જેવી કોઈ જાતિ હતી અને ઋગ્વેદ(5–34–6, 6, 22–10, 6–33–3, 3–50–6, 7–83–1, 10–38–3, 10–69–6, 7 અથર્વ 5 –11 –3)માં સંસ્કારી (આર્ય) ભારતીયોના શત્રુઓ તરીકે નિર્દિષ્ટ થયેલ જોવા મળે છે. એ લોકોને પોતાના કિલ્લેબંધ પુર હતાં. (2–20–8, 1–103–3, 3–12–6, 4–32–10) ઋગ્વેદ(2–20–8)માં તો આ પુરોને લોખંડનું રક્ષણ હોય એવો…
વધુ વાંચો >દાસ, ઉપેન્દ્રનાથ
દાસ, ઉપેન્દ્રનાથ (જ. 1848, કૉલકાતા; અ. 1895) : બંગાળી લેખક. કૉલકાતા સંસ્કૃત કૉલેજિએટ સ્કૂલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ પછી અભ્યાસ છોડ્યો. 1874માં બંગાળી નાટ્યસંસ્થા જોડે સંકળાઈને તેમણે નાટકો લખવાં શરૂ કર્યાં. એમનાં બે નાટકોશરત સરોજિની (1874), અને ‘સુરેન્દ્ર વિનોદિની’ (1875) વિરોધના વાવંટોળમાં ફસાયાં હતાં, કારણ કે એમાં બ્રિટિશ સલ્તનત સામે ક્રાંતિનો…
વધુ વાંચો >દાસ, એસ. આર.
દાસ, એસ. આર. (સુધીરરંજન) (જ. 1 ઑક્ટોબર 1894; અ. 18 સપ્ટેમ્બર 1977) : સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. તેમનું શિક્ષણ શાંતિનિકેતન ખાતે સંપન્ન થયું (1905–11) હતું. ઉચ્ચશિક્ષણ બંગબાસી કૉલેજ, કૉલકાતા તથા યુનિવર્સિટી કૉલેજ, લંડનમાં મેળવ્યું હતું. ત્યાંથી તેમણે કાયદાના સ્નાતકની (એલએલ.બી) ઉપાધિ હાંસલ કરી (1918). તથા બૅરિસ્ટર થઈને 1919માં કૉલકાતામાં વકીલાત…
વધુ વાંચો >દાસ, કમલ
દાસ, કમલ (જ. 2 ઑક્ટોબર 1921, કૉલકાતા; અ. 1994) : બંગાળી લેખિકા. કૉલકાતામાં શિક્ષણ. દેવેશ દાસ સાથે લગ્ન. એમણે આઈ.એ.એસ. થઈને સરકારી ઉચ્ચ અમલદાર તરીકે નોકરી સ્વીકારી. એમણે પુષ્કળ પ્રવાસ ખેડ્યો છે. ઉત્તરે મેરુ દક્ષિણે બરણ (1980), કૅક, ચૉકલેટ ઓર રૂપકથા (1981), પ્રવાસના પુસ્તકો છે. ‘જાના અંજાના’ (1977), ‘અમૃતસ્ય પુત્રી’…
વધુ વાંચો >દાસ, કિશોરીચરણ
દાસ, કિશોરીચરણ (જ. 1 માર્ચ 1924, પુલબાની) : ઊડિયા લેખક. પિતા કાલિન્દીચરણ અને માતા રાજમણિદેવી. પિતા કરિયાણાના વેપારી. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ પુલબાનીમાં. ત્યાંની કૉલેજમાંથી રાજ્યશાસ્ત્રનો વિષય લઈને બી.એ. ને પછી ઊડિયા વિષય લઈને 1964માં એમ.એ. થયા. તે પછી કટક આકાશવાણી કેન્દ્રમાં, કાર્યક્રમનું લખાણ તૈયાર કરવાના કામમાં જોડાયા. એમણે સામયિકોમાં…
વધુ વાંચો >દાસ, કુંજબિહારી
દાસ, કુંજબિહારી (જ. 1914, રેન્ચ શસન, ઓરિસા; અ. 1994) : જાણીતા ઊડિયા કવિ અને નિબંધકાર. તેમને તેમની ઊડિયા કૃતિ ‘મો કહાની’ (આત્મકથા) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે 1941માં કૉલકાતા યુનિવર્સિટીમાંથી ઊડિયામાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ નંબરે પાસ કરી અને ત્રણ સુવર્ણચંદ્રકો મેળવ્યા. 1945માં સંસ્કૃતમાં એમ.એ.ની…
વધુ વાંચો >દાસ કૅપિટલ
દાસ કૅપિટલ : સમાજવાદ તથા સામ્યવાદની વૈજ્ઞાનિક ભૂમિકા રૂપે મૂડીવાદી પ્રથાનું વિશ્લેષણ કરતો વિશ્વવિખ્યાત ગ્રંથ. સામ્યવાદના પ્રણેતા અને સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ(1818–83)ના ગ્રંથોમાં તે સર્વશ્રેષ્ઠ ગણાય છે. ત્રણ ખંડોમાં જર્મન ભાષામાં પ્રકાશિત થયેલી આ મહાન કૃતિના પ્રથમ ખંડની પ્રથમ આવૃત્તિ બર્લિનમાં 1867માં પ્રકાશિત થઈ હતી. તેનો બીજો અને ત્રીજો ખંડ અનુક્રમે…
વધુ વાંચો >