દાશરાજ્ઞ

March, 2016

દાશરાજ્ઞ : ઋગ્વેદ(7–33–2 અને 5, 7–83–8)માં અને અથર્વવેદ- (10–128–32)માં ‘દાશરાજ્ઞ’ શબ્દ જોવા મળે છે તે દિવોદાસના પૌત્ર સુદાસના દસ રાજવીઓ સાથે થયેલા યુદ્ધનો વાચક છે. સુદાસ સામે યુદ્ધ માટે આવેલા આ દસ રાજવીઓ કોણ કોણ હતા એ વિશે સ્પષ્ટતા  ઋક્સંહિતામાં ક્યાંય જોવા મળતી નથી. તુર્વશોનો રાજવી દસ રાજવીમાંનો એક હતો. ઉપરાંત એના સહાયકો ‘અનુ’ ‘દ્રુહયુ’ ‘યદુ’ અને ‘પુરુ’ રાજવીઓ હતા. પછીના પાંચ કોણ એ વિશે ક્યાંયથી કશું મળતું નથી.

કે. કા. શાસ્ત્રી