Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

ટ્રમ્પ ડોનાલ્ડ

Jan 13, 1997

ટ્રમ્પ ડોનાલ્ડ (14 જૂન, 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના 45માં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ. ટ્રમ્પના પિતા અમેરિકાનાં પ્રસિદ્ધ રિયલ-એસ્ટેટ ડેવલપર ફ્રેડ ટ્રમ્પ અને માતા એની મેકલીઓડનું ચોથું સંતાન. બાળમંદિરથી સાતમા ધોરણ સુધી કૂ-ફૉરેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1964માં ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયાની વ્હોર્ટન સ્કૂલમાં સ્થળાંતરણ કરીને 1968માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી. જોકે વર્ષ 2015માં…

વધુ વાંચો >

સિંહ, રાજનાથ

Jan 17, 2008

સિંહ, રાજનાથ (જ. 10 જુલાઈ 1951, બાભોરા, ઉત્તર પ્રદેશ) : ભારતીય જનતા પાર્ટીના 8મા અધ્યક્ષ અને ભારતના 29મા સંરક્ષણ પ્રધાન. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા રામ બદન સિંહ અને માતા ગુજરાતી દેવી. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામની સ્થાનિક શાળામાંથી મેળવ્યું અને ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ તેમના વિદ્યાર્થી જીવનથી જ તેજસ્વી…

વધુ વાંચો >

રાણા, દગ્ગુબાતી

Jan 20, 2003

રાણા, દગ્ગુબાતી (જ. 14 ડિસેમ્બર 1984, ચેન્નાઈ, તમિલનાડુ) : અભિનેતા, નિર્માતા. રામાનાયડુ દગ્ગુબાતીને ચાહકો રાણા દગ્ગુબાતીના નામથી ઓળખે છે. તમિલ, તેલુગુ, હિન્દી ફિલ્મોમાં અભિનય કરીને દેશભરમાં જાણીતા થયેલા રાણા દગ્ગુબાતીનો આખો પરિવાર ફિલ્મમેકિંગ અને અભિનયમાં સક્રિય છે. તેમના દાદા ડી. રામાનાયડુ એક જમાનાના દક્ષિણની ફિલ્મોના ખૂબ જાણીતા ફિલ્મનિર્માતા હતા. તેમના નામે 150 ફિલ્મોનું સર્જન કરવાનો…

વધુ વાંચો >

રહાણે, અજિંક્ય મધુકર

Jan 13, 2003

રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન. પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી તેમણે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન પ્રવીણ…

વધુ વાંચો >

પટેલ, ડૉ. બિમલ હસમુખ

Feb 1, 1998

પટેલ, ડૉ. બિમલ હસમુખ (જ. 31 ઑગસ્ટ 1961, બિલિમોરા) : સ્થપતિ, શિક્ષણવિદ અને અર્બન પ્લાનર. પિતા હસમુખ પટેલ અને માતાનું નામ ભક્તિ પટેલ. તેમનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, લોયેલા હોલ, અમદાવાદમાં થયું હતું. તેમણે 1978થી 1984 દરમિયાન સ્કૂલ ઑફ આર્કિટેક્ચર, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી, CEPT ખાતે અભ્યાસ કર્યો. 1981માં, તેમણે ઈન્સ્ટિટ્યૂટ ફોર લાઇટ…

વધુ વાંચો >

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન

Jan 3, 1997

જ્યોફ્રી એવરેસ્ટ હિન્ટન (જ.6 ડિસેમ્બર 1947, વિમ્બલ્ડન, ઇંગ્લૅન્ડ) : “ડીપ લર્નિંગના ગોડફાધર”, બ્રિટિશ-કેનેડિયન જ્ઞાનાત્મક મનોવિજ્ઞાની અને કમ્પ્યુટર વૈજ્ઞાનિક. હિન્ટનનું શિક્ષણ કેમ્બ્રિજની કિંગ્સ કૉલેજમાં થયું હતું. પ્રાકૃતિક વિજ્ઞાન, કલાનો ઇતિહાસ અને ફિલસૂફી જેવા વિવિધ વિષયો બદલ્યા પછી આખરે તેમણે યુનિવર્સિટી ઑફ એડનબર્ગમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે એડનબર્ગ યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેમણે 1978માં…

વધુ વાંચો >

ઓવૈસી, અસદુદ્દીન

Jan 30, 1991

ઓવૈસી, અસદુદ્દીન (જ. 13 મે 1969, હૈદરાબાદ) : લોકસભા સાંસદ, રાજકીય પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને વકીલ. અસદુદ્દીનનો પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદમાં જ થયો હતો. નિઝામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે બ્રિટનની લિકન્સ ઈનમાંથી વકીલાતનો અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ-હિન્દી અને અંગ્રેજી ભાષા પર પક્કડ ધરાવતા અસદુદ્દીનનો વિશ્વના 500 શક્તિશાળી મુસ્લિમ નેતાઓમાં સમાવેશ થાય…

વધુ વાંચો >

આચાર્ય, દેવવ્રત

Feb 3, 1989

આચાર્ય, દેવવ્રત (જ. 18 જાન્યુઆરી 1959, સમલખા, પંજાબ) : આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ. પિતાનું નામ લહરી સિંહ અને માતાનું નામ લક્ષ્મી દેવી. તેમણે ગુરુકુળમાં અભ્યાસ કર્યો છે. તેમણે સ્નાતક, અનુસ્નાતક (ઇતિહાસ અને હિન્દી), બી. એડ્., ડિપ્લોમા ઇન યોગિક વિજ્ઞાન, ડૉક્ટર ઑફ નેચરોપથી…

વધુ વાંચો >

હોસબલે દત્તાત્રેય

Feb 24, 2009

હોસબલે દત્તાત્રેય (જ. 1 ડિસેમ્બર 1954, શિમોગા, સોરાબા, કર્ણાટક) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામંત્રી(સરકાર્યવાહ). તેઓ મૈસુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક થયા છે. તેઓ 1968માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા અને ત્યારબાદ 1972માં તેની સંલગ્ન વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેઓ 1978માં પૂર્ણ-સમયના કાર્યકર્તા બન્યા હતા. 1978માં તેમને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના જનરલ…

વધુ વાંચો >

જેઠમલાની રામ

Jan 29, 1996

જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ;  અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું જ નહીં 17 વર્ષની નાની…

વધુ વાંચો >