Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ

Jan 21, 1992

કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ (જ. 15 જુલાઇ 1903, વિરુધુનગર, તમિલનાડુ અ. 2 ઑક્ટોબર 1975, ચેન્નાઇ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. મદ્રાસ રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન. પિતા કુમારસ્વામી નાદર અને માતા શિવકામી અમ્મલ. તેમનું મૂળ નામ કામાચી હતું, જે પાછળથી કામરાજર થઈ ગયું. તેમના પિતા વેપારી હતા. તેમને 1907માં પરંપરાગત શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા અને…

વધુ વાંચો >

ગઢવી, દાદુદાન

Jan 17, 1994

ગઢવી, દાદુદાન (કવિ દાદ) (જ. 11 સપ્ટેમ્બર 1940, ઈશ્વરિયા (ગીર); અ. 26 એપ્રિલ 2021, ધૂના, પડધરી, રાજકોટ) : ગુજરાતી કવિ અને ગુજરાતના લોકગાયક. પિતાશ્રી પ્રતાપદાન ગઢવી જૂનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા. તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું. કવિ દાદે ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો અને તેઓ જૂનાગઢમાં નિવાસ કરતા હતા. કવિ દાદની…

વધુ વાંચો >

સિંહ શિવાંગી

Jan 17, 2008

સિંહ શિવાંગી (જ. 15 માર્ચ 1995, ફતેહાબાદ, મુઝફ્ફરપુર, બિહાર) : રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ અને એકમાત્ર મહિલા પાઇલટ. પિતા હરિ ભૂષણ સિંહ અને માતા પ્રિયંકા સિંહ. તેણે ગંગટોકની સિક્કિમ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટૅક્નૉલૉજીની પદવી મેળવી. તેણે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં વધુ અભ્યાસ કર્યો છે. બાળપણમાં તેણે તેના…

વધુ વાંચો >

બારોટ, કાનજી ભૂટા

Jan 12, 2000

બારોટ, કાનજી ભૂટા (જ. આસો સુદ એકમ વિ. સં. 1975 ઈ.સ. 1919 ટીંબલા, અમરેલી જિલ્લો, અ. 28 સપ્ટેમ્બર 1990, વિ. સં. 2045 ચલાલા) : ગુજરાતી લોકસાહિત્યના બારોટી શૈલીના છેલ્લા વાર્તાકથક અને લોકવાર્તાકાર. પિતા ભૂટાભાઈ ગેલાભાઈ બારોટ અને માતા અમરબાઈ. કર્મભૂમિ ચલાલા. તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. બાળપણમાં પિતા સાથે યજમાનોને ત્યાં જતા અને પિતા વાર્તાઓ કહેતા…

વધુ વાંચો >

નેતન્યાહુ, બેન્જામિન

Jan 20, 1998

નેતન્યાહુ, બેન્જામિન (જ. 21 ઑક્ટોબર, 1949, તેલઅવીવ, ઇઝરાયેલ) : ઇઝરાયેલના 9મા સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન. બિનસાંપ્રદાયિક યહૂદી પરિવારમાં જન્મેલા નેતન્યાહુનો ઉછેર જેરૂસલેમમાં અને ફિલાડેલ્ફિયામાં થયો હતો. માતા ઝીલા સેગલ અને તેમના પિતા બેન્ઝિઓન નેતન્યાહુ હતાં. તેમણે જેરૂસલેમમાં હેનરીએટા સ્ઝોલ્ડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચેલ્ટનહામ હાઈસ્કૂલમાં ભણ્યા અને સ્નાતક થયા. 1967માં હાઈસ્કૂલમાંથી સ્નાતક…

વધુ વાંચો >

નવું ભારતીય સંસદ ભવન

Jan 4, 1998

નવું ભારતીય સંસદ ભવન :  આત્મનિર્ભર અને પ્રગત ભારતનો પરિચય કરાવતી અત્યાધુનિક ઇમારત. આ ભવન ત્રિકોણાકારમાં બનાવેલું છે. અગાઉ 1927માં બનેલા જૂના સંસદ ભવનમાં લોકસભામાં વધુમાં વધુ 552 અને સેન્ટ્રલ હોલમાં વધુમાં વધુ 436 વ્યક્તિઓ બેસી શકે એટલી જ ક્ષમતા હતી. વધતી જતી વસ્તી અને નવા સીમાંકનને પરિણામે ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધે તો એ માટે…

વધુ વાંચો >

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ

Jan 16, 1997

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ (જ. 30 સપ્ટેમ્બર 1921, અમદાવાદ; અ. 30 ઑક્ટોબર 2002, અમદાવાદ) : ગુજરાતની અનેક અદ્યતન ઇમારતોના મૌલિક દૃષ્ટિ ધરાવતા આર્કિટેક. તેમના પિતા કૃષ્ણલાલે થાણાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, કચ્છની હાઇકોર્ટ અને જામનગરની કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેઓ ખંભાતના દીવાન હતા. તેમણે શિરોહીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. મધુકર ઠાકોરનું શાળેય શિક્ષણ…

વધુ વાંચો >

ટુડુ, જમુના

Jan 10, 1997

ટુડુ, જમુના (જ. 19 ડિસેમ્બર 1980 રાયરંગપુર, મયુરભંજ, ઓડિશા) : લેડી ટારઝન તરીકે જાણીતા પર્યાવરણીય કાર્યકર્તા. પિતા બગરાઈ મુર્મુ અને માતા બોબીશ્રી મુર્મુ. જીવનસાથી માનસિંહ ટુડુ. 1998માં લગ્ન પછી જમુનાએ એક દિવસ જોયું કે ગામ પાસેના જંગલમાં જંગલ માફિયાઓ આડેધડ વૃક્ષો કાપી રહ્યા હતા. જંગલની હાલત જોઈને જમુનાએ વૃક્ષોને બચાવવાનું નક્કી કર્યું. જમુનાએ ગામલોકોને માફિયાઓને ઝાડ…

વધુ વાંચો >

ગાયકવાડ, સરિતા

Jan 24, 1994

ગાયકવાડ, સરિતા (જ. 1 જૂન 1994, ખરાડી આંબા, જિ. ડાંગ, ગુજરાત) : કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ થનારી રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ. સરિતા ગાયકવાડનો જન્મ ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણભાઈ અને માતાનું નામ રેમુબેન. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની પુત્રીએ મુશ્કેલીઓની વચ્ચે સખત મહેનતથી સફળતાના શિખરો સર…

વધુ વાંચો >

અદાણી, ગૌતમ શાંતિલાલ

Jan 7, 1989

અદાણી, ગૌતમ શાંતિલાલ (જ. 24 જૂન 1962, અમદાવાદ, ગુજરાત) : અદાણી જૂથના સ્થાપક અને અધ્યક્ષ. તેમનો જન્મ ગુજરાતી જૈન પરિવારમાં થયો. પિતા શાંતિલાલ અદાણી અને માતા શાંતાબહેન અદાણી. તેમનો પરિવાર ઉત્તર ગુજરાતના થરાદ શહેરમાંથી સ્થળાંતર કરીને આવ્યો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. તેમનું શિક્ષણ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય શાળામાં થયું હતું. તેમણે ગુજરાત…

વધુ વાંચો >