Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

અંબાણી મુકેશ

Feb 1, 1989

અંબાણી મુકેશ (જ 19 એપ્રિલ 1957) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર તથા એશિયાના સૌથી ધનિકોની યાદીમાં  પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ.  એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની ફોર્બ્સ ઈન્ડિયાની ઑક્ટોબર  2023ની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ થયેલા મુકેશ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર  છે. ફોર્બ્સ ઇન્ડિયા મુજબ મુકેશ અંબાણીની સંપત્તિ અંદાજે 92 બિલિયન…

વધુ વાંચો >

સદગુરુ જગ્ગી વાસુદેવ

Jan 4, 2007

સદગુરુ જગ્ગી વાસુદેવ (જ. 3 સપ્ટેમ્બર 1957, મહિસુર, કર્ણાટક) : ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ. પિતાનું નામ ડૉ. વાસુદેવ અને માતાનું નામ સુશીલા વાસુદેવ. બાળપણથી જ જગ્ગી અત્યંત સાહસિક હતા. ઘરની નજીક આવેલા જંગલમાં બાળક જગ્ગી વારંવાર જતા. બાળક તરીકે જગ્ગીને પ્રકૃતિ સાથે અનોખો લગાવ હતો. અવારનવાર એવું થતું કે બાળક જગ્ગી કેટલાક દિવસો માટે…

વધુ વાંચો >

બાબા રામદેવ

Jan 12, 2000

બાબા રામદેવ (જ. 25 ડિસેમ્બર 1965, મહેન્દ્રગઢ, હરિયાણા) : યોગગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા. રાજકારણમાં પણ સક્રિય રસ લઈ રહ્યા છે. લોકોમાં દેશદાઝની ભાવના જગાડી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેમનું મૂળ નામ તો રામકિશન યાદવ. તેમનાં માતાનું નામ ગુલાબદેવી અને પિતાનું નામ રામનિવાસ યાદવ છે. કહેવાય છે કે નાનપણમાં તેઓ લકવાથી પીડાતા…

વધુ વાંચો >

ઉત્તરાખંડ

Jan 3, 1991

ઉત્તરાખંડ : ઉત્તર ભારતનું નવેમ્બર 2000માં બનેલું સરહદી રાજ્ય. તે 28o 37’થી 31o 10′ ઉ. અ. અને 77o 30’થી 80o 46′ પૂ. રે.-ની વચ્ચેનો 53,484 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે હિમાચલ પ્રદેશ, પશ્ચિમે હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ, દક્ષિણે ઉત્તરપ્રદેશની આંતરરાજ્ય સીમાઓ તથા ઈશાન અને પૂર્વ તરફ ચીન અને નેપાળની આંતરરાષ્ટ્રીય સીમાઓ આવેલી છે. 2011 મુજબ રાજ્યની…

વધુ વાંચો >

બેનરજી, પ્રદીપ કુમાર

Jan 25, 2000

બેનરજી, પ્રદીપ કુમાર (જ. 23 જૂન 1936, જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ; અ. 20 માર્ચ 2020, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ ફૂટબૉલ ખેલાડી. પી.કે. બેનરજી તરીકે જાણીતા પ્રદીપ કુમાર બેનરજીની ભારતના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલ ખેલાડીઓમાં ગણના થાય છે. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. પ્રદીપ કુમારે 45મૅચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પી.કે.…

વધુ વાંચો >

અસમ

Jan 23, 1989

અસમ ભારતના ઈશાન ખૂણે આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 240 થી 280 ઉ. અ. તેમજ 900 રેખાંશથી 960 પૂર્વ રેખાંશ. અસમનો પ્રદેશ હિમાલય તથા પતકોઈનાં ઉત્તુંગ શિખરોની ખીણમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 78,438 ચો.કિમી. છે. પૂર્વ હિમાલય તથા બાંગલાદેશ વચ્ચેની એક સાંકડી ભૂમિપટ્ટી અસમને ભારત સાથે જોડે છે. અસમની પૂર્વે નાગાલૅન્ડ તથા મણિપુર આવેલાં છે, તો તેની પશ્ચિમની…

વધુ વાંચો >

કોટક, ઉદય

Jan 22, 1993

કોટક, ઉદય (જ. 15 માર્ચ 1959, મુંબઈ) : ભારતના અગ્રણી અને સૌથી ધનિક બેંકર. દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. પરિવાર મધ્યમ વર્ગીય ગુજરાતી. સંયુક્ત પરિવારમાં ઉછેર  થયો. પિતા સુરેશ કોટક અને માતા ઇન્દિરા કોટક. પરિવાર કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોના વેપારમાં સંપૂર્ણપણે સંકળાયેલો છે. સુરેશ કોટક ‘કોટન મૅન ઑફ ઇન્ડિયા’ તરીકે કપાસ ઉદ્યોગમાં…

વધુ વાંચો >

મુઝફ્ફરાબાદ (જિલ્લો)

Feb 8, 2002

મુઝફ્ફરાબાદ (જિલ્લો) : પાકિસ્તાન હસ્તક રહેલા કાશ્મીરના દસ જિલ્લાઓમાનો એક. ભૌગોલિક સ્થાન : 34 19´ ઉ. અ. અને 73 39´ પૂ. રે.ની આસપાસ આવેલો છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ જેલમ અને નિલમ છે. આ સિવાય અન્ય શાખા નદીઓ પણ વહે છે. મોટે ભાગે તે સમુદ્રસપાટીથી 700થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. પાકિસ્તાને જાહેર કરેલા આઝાદ કાશ્મીરનું તે…

વધુ વાંચો >

દક્ષિણ સુદાન

Mar 7, 1997

દક્ષિણ સુદાન : આફ્રિકા ખંડનો ભૂમિબંદિસ્ત દેશ. ભૌગોલિક સ્થાન : 3થી 13 ઉ. અ. તથા 24થી 36 પૂ. રે. વચ્ચેનો 6,44,329 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની  ઉત્તરમાં સુદાન, પૂર્વમાં ઇથિયોપિયા, દક્ષિણમાં કેન્યા, યુગાન્ડા,  લોકશાહી પ્રજાસત્તાક કૉંગો અને પશ્ચિમે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક દેશ આવેલા છે. આ રીતે તેને કુલ છ દેશોની સીમાઓ સ્પર્શે છે. દક્ષિણ…

વધુ વાંચો >

ગુજરાત ભૂગોળ મંડળ

Feb 8, 1994

ગુજરાત ભૂગોળ મંડળ : ગુજરાત ભૂગોળ મંડળ (ગુજરાત જિયોગ્રાફિકલ ઍસોસિયેશન – GGA) ગુજરાતના ભૂગોળશાસ્ત્રીઓની એક નોંધાયેલ વ્યાવસાયિક સંસ્થા. જેની સ્થાપના સન 1984માં સ્વર્ગસ્થ પ્રોફેસર અંબુભાઈ દેસાઈ, વી. જી. દલાલ, એન. જી. પરીખ, કે. જે. પટેલ(ગાંધીનગર), પ્રાધ્યાપક ડૉ. અંજના દેસાઈ, કે. એન. જસાણી અને ડૉ. કે. એમ. કુલકર્ણીના અથાગ પ્રયત્નોથી નિર્માણ પામી છે. આ સંસ્થા સમયાંતરે…

વધુ વાંચો >