Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

શેખ હસીના

Jan 20, 2006

શેખ હસીના (જ. 28 સપ્ટેમ્બર, 1947, ટુંગીપરા, બાંગ્લાદેશ)  : બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી અને અવામી લીગ રાજકીય પક્ષનાં સર્વેસર્વા શેખ હસીના દુનિયાના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ દેશની સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરનાર મહિલા શાસક. તાજેતરમાં જગપ્રસિદ્ધ મૅગેઝિન ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ એશિયાનાં લોખંડી મહિલા ગણાવ્યાં છે તેમણે સૌપ્રથમ વર્ષ 1996થી વર્ષ 2001 સુધી અને પછી…

વધુ વાંચો >

ગડકરી નિતીન જયરામ

Jan 17, 1994

ગડકરી, નિતીન જયરામ (જ. 27 મે 1957, નાગપુર) : ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને ભારતના ‘હાઇવે મેન’ તરીકે ઓળખાતા કેન્દ્રીય પ્રધાન. પિતા જયરામ અને માતા ભાનુતાઈ. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ. કોમ. અને એલએલ.બી.ની ડિગ્રી મેળવી. સ્વામી રામાનંદ તીર્થ મરાઠાવાડા યુનિવર્સિટી(SRTMU)અને બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટી(BAMU) દ્વારા માનદ્ ડી.લિટ.ની પદવી આપવામાં આવી છે. તેઓ વ્યવસાયે વકીલ છે.…

વધુ વાંચો >

અંબાણી, નીતા

Feb 1, 1989

અંબાણી, નીતા (જ. 1 નવેમ્બર 1963, મુંબઈ) : રિલાયન્સ ફાઉન્ડેશનનાં અને  ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને અધ્યક્ષા તથા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનાં પત્ની. નીતા અંબાણીનો જન્મ મુંબઈના મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પિતા રવીન્દ્ર દલાલ અને માતા પૂર્ણિમા દલાલ. નીતાએ નરસી મોનજી કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. સૌંદર્યના તમામ માપદંડમાં ખરાં ઊતરતાં…

વધુ વાંચો >

જિંદાલ, સજ્જન

Jan 26, 1996

જિંદાલ, સજ્જન (જ. 5 ડિસેમ્બર 1959, કોલકાતા) : જેએસડબલ્યુ ગ્રૂપ ઓફ કંપનીઝના ચૅરમૅન અને ભારતીય અબજોપતિ ઉદ્યોગપતિ. ગ્રૂપની વિવિધ કંપનીઓ સ્ટીલ, ખાણ-ખનીજ, ઊર્જા, સિમેન્ટ, રમતગમત, માળખાગત સુવિધા તેમજ સૉફ્ટવેર ડેવલપમેન્ટ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત. પિતા ભારતીય ઉદ્યોગપતિ અને સાંસદ ઓમ પ્રકાશ જિંદાલ. માતા સાવિત્રી જિંદાલ, જેઓ વર્ષ 2021માં ભારતની ધનિક મહિલાઓમાં ટોચનું સ્થાન ધરાવતાં હતાં. તેમણે પ્રારંભિક…

વધુ વાંચો >

સુનક ઋષિ

Jan 21, 2008

સુનક ઋષિ (જ. 12 મે 1980, સાઉધમ્પટન, ઇંગ્લેન્ડ) : બ્રિટનના ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન. સુનકનો  જન્મ ભારતીય મૂળના માતાપિતાને ત્યાં થયો હતો. ઋષિ, સંજય અને રાખી એમ ત્રણ ભાઈબહેનમાં ઋષિ સૌથી મોટા છે. ટાન્ઝાનિયામાં જન્મેલાં માતા ઉષા સુનક ફાર્માસિસ્ટ હતાં. કેન્યામાં જન્મેલા પિતા યશવીર સુનક ડૉક્ટર તરીકે કાર્યરત હતા. 1960ના દાયકામાં તેઓ આફ્રિકાથી સ્થળાંતર કરીને…

વધુ વાંચો >

રામોજી રાવ ચેરુકુરી 

Jan 22, 2003

રામોજી રાવ ચેરુકુરી (જ.16 નવેમ્બર 1936, પેદાપરુપુડી, કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ) : રામોજી ગ્રૂપના અધ્યક્ષ અને મીડિયા મુઘલ. એક કૃષિ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માતાપિતા ચેરુકુરી વેંકટ સુબમ્મા અને ચેરુકુરી વેંકટ સુબૈયા. બે બહેનો રંગનાયક્મ્મા અને રાજ્યલક્ષ્મી. પરંપરાગતપણે પરિવાર ખેતી સાથે જોડાયેલો હોવાના કારણે રામોજી રાવને ગળથૂથીમાં જ કૃષિસંબંધી જ્ઞાન મળેલું. બાળપણમાં રામોજી રાવને નવી બાબતો…

વધુ વાંચો >

મહિન્દ્રા ,આનંદ

Jan 16, 2002

મહિન્દ્રા ,આનંદ (જ. 1 મે 1955, મુંબઈ, મહારાષ્ટ્ર) : વ્યાપારી જૂથ મહિન્દ્રા ગ્રૂપના અધ્યક્ષ. પિતા હરીશ જગદીશચંદ્ર મહિન્દ્રા ઉદ્યોગપતિ હતા. માતા ઇન્દિરા મહિન્દ્રા લેખિકા હતાં. આનંદ મહિન્દ્રાએ પોતાનું શાળાકીય શિક્ષણ લોરેન્સ સ્કૂલ, લવડેલ, તમિળનાડુમાં મેળવેલું. બાળપણથી જ ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી આનંદ મહિન્દ્રાએ 1977માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફિલ્મનિર્માણ અને વાસ્તુકલાના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યાર બાદ…

વધુ વાંચો >

બંગા, અજયપાલ સિંહ

Jan 9, 2000

બંગા, અજયપાલ સિંહ (જ. 10 નવેમ્બર 1959, પુણે, જિ. ખડકી, મહારાષ્ટ્ર) : વર્લ્ડ બૅન્ક સમૂહના અધ્યક્ષ. ભારતીય મૂળના અજય બંગા વિશ્વ બૅન્કના14મા અધ્યક્ષ બન્યા છે. વિશ્વ બૅન્કના 25  સભ્યોના  કાર્યકારી બોર્ડે અજય બંગાને અધ્યક્ષના રૂપમાં પાંચ વર્ષના કાર્યકાળ માટે પસંદ કર્યા છે તેમનો કાર્યકાળ 2 જૂન  2023થી શરૂ થયો છે વિશ્વ બૅન્કની અધ્યક્ષતા કરનાર બંગા…

વધુ વાંચો >

તાતા, રતન નવલ

Jan 27, 1997

તાતા, રતન નવલ (જ. 28 ડિસેમ્બર 1937, સૂરત ,ગુજરાત) : તાતા જૂથના પૂર્વ અધ્યક્ષ. તેમનો જન્મ ડાયમંડ કેપિટલ સૂરતના પારસી પરિવારમાં થયેલો. માતા સૂની તાતા. પિતા નવલ તાતા. રતન દસ વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા અલગ થઈ ગયેલા. તેમનાં પિતા એ સિમોન તાતા સાથે બીજાં લગ્ન કર્યાં. નોએલ તાતા તેમના ઓરમાન ભાઈ છે. રતન…

વધુ વાંચો >

ચંદ્રચૂડ ધનંજય

Jan 4, 1996

ચંદ્રચૂડ ધનંજય (જ. 11 નવેમ્બર  1959, મુંબઈ, મહારાષ્ટ્ર) :  ભારતના  50મા મુખ્ય ન્યાયાધીશ. માતા પ્રભા ચંદ્રચૂડ શાસ્ત્રીય સંગીતમાં માહિર હતાં. પિતા યશવંત ચંદ્રચૂડ કાનૂનના મહારથી. ધનંજય ચંદ્રચૂડે મુંબઈના કેથેડ્રેલ અને જ્હોન કેનન શાળામાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. દિલ્હીસ્થિત સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ આગળ વધાર્યો. ત્યાર બાદ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા માટે  દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં પ્રવેશ લીધો.…

વધુ વાંચો >