લાબ્રુસ્તે હેન્રી (જ. 1801; અ. 1875) : ફ્રેન્ચ સ્થપતિ. ફ્રેન્ચ દરબારના અધિકારીનો ચોથો પુત્ર. સત્તર વર્ષની ઉંમરે તે ચિત્રકલા અને સ્થાપત્યની શાળામાં જોડાયો અને લેબસ વાઉડોયરના કલાભવન(artelier)માં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. 1819માં ઇકોલે રૉયલે દિ આર્કિટેક્ચરમાં દાખલ થયો. શરૂઆતથી તે સ્વભાવે ઘમંડી અને અતડો હતો, પરંતુ રૂઢિચુસ્ત ન હતો. તે સાચો બુદ્ધિજીવી હતો. સમગ્ર ફ્રાન્સની…

વધુ વાંચો >

લામ વામન : શેરડીને વિષાણુના ચેપથી થતો રોગ. ગુજરાત રાજ્યમાં ક્યારેક લામ પાકમાં જોવા મળે છે. આ રોગનું આક્રમણ રોપેલા છોડમાં થતાં તેમની વૃદ્ધિ અટકી જાય છે. જોકે રોપેલા છોડ કાપી લીધા બાદ લામ બિલકુલ વૃદ્ધિ પામતો નથી. રોગિષ્ઠ છોડ કરતાં તંદુરસ્ત છોડમાં ફૂટ વધુ જોવા મળે છે. છોડની આંતરગાંઠો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું…

વધુ વાંચો >

લામા : આધ્યાત્મિક ઉપદેશ આપનાર તિબેટન ગુરુ. સંસ્કૃતમાં ‘ગુરુ’ શબ્દ વપરાય છે, તે જ રીતે તિબેટન ભાષામાં ‘લામા’ શબ્દ વપરાય છે. ‘લામા’ એટલે ‘ઉચ્ચતર ગુરુ’. આથી બધા બૌદ્ધ ભિખ્ખુઓ લામા નથી હોતા, તેમજ બધા લામાઓ ભિખ્ખુઓ પણ નથી હોતા. તિબેટી ભાષામાં ભિખ્ખુ માટેનો શબ્દ ‘ત્રાપા’ છે, ‘લામા’ નથી. બૌદ્ધ ધર્મનો તિબેટમાં સર્વપ્રથમ સંચાર થયો. ઈ.…

વધુ વાંચો >

લામા, જી. એસ. (જ. 15 જૂન 1939, ગંગટોક, સિક્કિમ) : નેપાળી લેખક. તેઓ ‘સાનુ લામા’ તરીકે પણ ઓળખાતા રહ્યા છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરની પદવી મેળવી. મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિક્કિમ અકાદમીના પ્રમુખ, હિમાલયન રાઇટર્સ ફૉરમ, સિક્કિમના પ્રમુખ અને 1993–97 સુધી નેપાળી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા. તેમણે 4…

વધુ વાંચો >

લામાર્તિન, આલ્ફૉન્સ દ (જ. 21 ઑક્ટોબર 1790, માકો, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1869, પૅરિસ) : ફ્રેન્ચ કવિ અને રાજપુરુષ. ફ્રેન્ચ સાહિત્યમાં રોમૅન્ટિક ચળવળના મુખ્ય પ્રચારકોમાંના એક. ફ્રાન્સની રાજ્યક્રાંતિ વખતે, ભયાનક ત્રાસ તરીકે ઓળખાયેલા કપરા જુલમી સમયમાં તેમના ઉમરાવ પિતા ગિલોટિનના માંચડે ચડતાં માંડ માંડ બચી ગયેલા. આલ્ફૉન્સનું શિક્ષણ બેલી મુકામે આવેલ કૉલેજમાં થયેલું. તેમના પરિવારે…

વધુ વાંચો >

લાયકોપર્ડેલ્સ : વનસ્પતિઓની ફૂગસૃષ્ટિના વર્ગ-બેસિડિયોમાય-સેટિસનું એક ગોત્ર. આ ગોત્રમાં પફબૉલ અને કેટલાક જમીન પરના તારાઓ (earth stars) તરીકે ઓળખાવાતી ફૂગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્થસ્ટાર રાત્રે અંધારામાં તારાઓની જેમ ચળકે છે. પરિપક્વતાએ ગ્લીબા (gleba) આછા રંગના બીજાણુઓ અને સુવિકસિત તંતુગુચ્છ (capillitum) ધરાવે છે. તેની ફરતે બેથી ચાર સ્તરોનું બનેલું રક્ષકસ્તર (peridium) આવેલું હોય છે. આ…

વધુ વાંચો >

લાયકોફાઇટા : ત્રિઅંગી વનસ્પતિઓનો એક વિભાગ. આ વિભાગમાં જીવંત અને અશ્મીભૂત પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્વિકાસીય ઇતિહાસ પુરાજીવી (paleozoic) કલ્પથી શરૂ થઈ આજ સુધી લંબાયેલો છે. તે 4 જીવંત પ્રજાતિઓ અને 900 જેટલી જાતિઓ ધરાવે છે. આ જાતિઓ પૃથ્વી પર વૈવિધ્યપૂર્ણ આબોહવાકીય પરિસ્થિતિઓમાં થાય છે. આ ચાર પ્રજાતિઓ – (1) લાયકોપોડિયમ, (2)…

વધુ વાંચો >

લાયમાન રેખાઓ : વિદ્યુતચુંબકીય વિકિરણના પારજાંબલી (ultraviolet) વિસ્તારમાં નિશ્ચિત તરંગલંબાઈઓને અનુરૂપ મળતી રેખાઓની શ્રેણી. લાયમાન શ્રેણીમાં સમાવિષ્ટ થતી તરંગલંબાઈઓ(l)નો નીચેના સૂત્રથી નિર્દેશ કરી શકાય છે : જ્યાં R રીડ્બર્ગ અચળાંક છે. અધોરક્ત વિભાગમાં પાશ્ચેન, બ્રેકેટ અને ફુન્ડ શ્રેણીઓ મળે છે; જ્યારે ઇલેક્ટ્રૉન ઉચ્ચ ઊર્જાતલ(level)માંથી નિમ્ન ઊર્જાતલમાં કૂદકો મારે છે, ત્યારે તે ફોટૉનનું ઉત્સર્જન કરે છે.…

વધુ વાંચો >

લાયલ, ચાર્લ્સ (સર) (Sir Charles Lyell) (જ. 14 નવેમ્બર 1797, સ્કૉટલૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1875, લંડન) : વિક્ટૉરિયન યુગના ઇંગ્લૅન્ડના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. પ્રખર પ્રકૃતિશાસ્ત્રી. બુદ્ધિવાદી પિતાના પુત્ર હોવાને નાતે લાયલને જીવવિજ્ઞાન અને ભૂવિજ્ઞાનનાં રહસ્યો જાણવાની લગની લાગેલી. એમની એ લગનીથી રસ કેળવાતો ગયો અને વધતો ચાલ્યો. અભ્યાસ કર્યો વકીલાતનો. 1825માં વકીલ બન્યાયે ખરા, પણ કાયદા…

વધુ વાંચો >

લાયસેન્કો, ટ્રોફીમ ડેનિસોવિશ (જ. 29 સપ્ટેમ્બર 1898, કાર્લોવા, રશિયન યૂક્રેન; અ. 20 નવેમ્બર 1976, કીએવ, યૂક્રેનિયન એસ.એસ.આર.) : જાણીતા રશિયન દેહધર્મવિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી. તેમણે 1921માં ઉમાન સ્કૂલ ઑવ્ હૉર્ટિકલ્ચરમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને બેલાયા ત્સેર્કોવ સિલેક્શન સ્ટેશનમાં જોડાયા. ત્યારપછી તેમણે ‘કીએવ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ’માંથી કૃષિ-વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી અને 192529 સુધી કિરોવાબાદના એક્સપેરિમેન્ટલ સ્ટેશનમાં સંશોધનો…

વધુ વાંચો >