લાપ્ટેવ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરના એક ભાગરૂપ ઉત્તર સાઇબીરિયાના કિનારા નજીક આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 76° ઉ. અ. અને 126° પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,14,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સરેરાશ ઊંડાઈ માત્ર 578 મીટર છે, પરંતુ મહત્તમ ઊંડાઈ 2,980 મીટર છે. તેની પશ્ચિમ તરફ તૈમિર દ્વીપકલ્પ અને સેવરનાયા ઝેમલ્યાના ટાપુઓ…

વધુ વાંચો >

લા પ્લાટા (La Plata) : પૂર્વ આર્જેન્ટિનાના પ્લેટ નદીનાળ કે રિયો દ લા પ્લાટાના કાંઠે આશરે 35° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 57° 55´ પ. રેખાંશવૃત્ત પર આવેલું નગર. તે દેશનું સર્વોત્તમ બંદર, ઔદ્યોગિક કેન્દ્ર તથા બ્વેનૉસ આઇરીઝ પ્રાન્તનું વહીવટી મથક છે. તે દેશના પાટનગર બ્વેનૉસ આઇરીઝથી આશરે 56 કિમી. દક્ષિણમાં આવેલું છે. વળી તેની પશ્ચાદભૂમિકામાં…

વધુ વાંચો >

લાપ્લાસ, પિયર સાયમન દ (જ. 28 માર્ચ 1749, નૉર્મન્ડી; અ. 5 માર્ચ 1827, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતી અને ભૌતિકશાસ્ત્રી. 1799થી 1825 દરમિયાન ખગોલીય યાંત્રિકી અંગે પ્રગટ થયેલા પાંચ ગ્રંથો માટે જાણીતા છે. લાપ્લાસની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી. તેઓ ઓગણીસ વર્ષના હતા, ત્યારે દ’ એલમ્બર્ટ ઇકોલના મિલીટેરમાં પ્રાધ્યાપક થવા માટેનું નિમંત્રણ તેમના માટે લાવ્યા હતા. 1773માં…

વધુ વાંચો >

લા ફાર્જ, જૉન (જ. 31 માર્ચ 1835, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા; અ. 14 નવેમ્બર 1910, પ્રૉવિડન્સ, અમેરિકા) : અમેરિકન ભીંતચિત્રકાર અને કાચચિત્રકાર. લઘુચિત્રકાર નાના પાસેથી બાળપણમાં લઘુચિત્રકલાની તાલીમ લીધેલી. શાલાભ્યાસ પૂરો કર્યા પછી થોડો સમય તેમણે કાયદાનો અભ્યાસ કર્યો, પણ પછી 1856માં અભ્યાસ પડતો મૂકીને ચિત્રકલાનો અભ્યાસ કરવા માટે યુરોપની વાટ પકડી. થોડો સમય ટૉમસ કૂચૂરે…

વધુ વાંચો >

લા ફૉન્તેઇન, ઝાં દ (જ. 8 જુલાઈ 1621, શૅમ્પેન, ફ્રાન્સ; અ. 13 એપ્રિલ 1695) : ફ્રેન્ચ કવિ. પ્રાણીકથાઓના મુખ્ય કવિઓમાંના એક. ઈસપ અને ફિડ્રસની પરંપરામાં નોંધપાત્ર સર્જક-કવિ. ઉપલક દૃષ્ટિએ સીધાંસાદાં લખાણોમાં તેમનો કટાક્ષ અત્યંત વેધક અને અભૂતપૂર્વ હોય છે; એટલું જ નહિ, પરંતુ તેમનાં લખાણોમાં અદભુત માનસશાસ્ત્રીય અવલોકન વરતાય છે. મૉલિયર જેમ નાટકમાં, તેમ ફૉન્તેઇન…

વધુ વાંચો >

લા ફૉન્તેન, હેન્રી (જ. 22 એપ્રિલ 1854, બ્રસેલ્સ; અ. 14 મે 1943, બ્રસેલ્સ) : આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત તથા 1913ના વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના પિતા બેલ્જિયમની સરકારમાં નાણાખાતામાં ઉચ્ચ અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રસેલ્સ નગરની શાળાઓમાં લીધા બાદ તેઓ કાયદાના અભ્યાસ માટે બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1877માં તે વિષયમાં…

વધુ વાંચો >

લાફૉર્ગ, ઝૂલ (Laforgue, Jules) (જ. 16 ઑગસ્ટ 1860, મૉન્ટે વિડિયો, ઉરુગ્વે; અ. 20 ઑગસ્ટ 1887) : ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ તથા નવલિકાકાર. ફ્રાન્સના તાર્બમાં પરિવાર સાથે રહેવા ગયેલા. ત્યાં તેમણે શિક્ષણ લીધેલું. 1876માં તેઓ પૅરિસ ગયેલા અને ત્યાં તત્વજ્ઞાન અને લલિત કલાઓનો અભ્યાસ કર્યો. ‘ગાઝેલ દ ભોઝાર્ત’માં તેમણે કાર્ય કરેલું. જર્મનીમાં સમ્રાજ્ઞી ઑગસ્ટા માટે તેમની નિમણૂક…

વધુ વાંચો >

લા ફ્રેસ્નેયે, રૉજર દ (La Fresnaye, Roger de) (જ. 11 જુલાઈ 1885, ફ્રાન્સ; અ. 27 નવેમ્બર 1925, ફ્રાન્સ) : ઋજુ અને સંમોહક રંગો વડે ઘનવાદી ચિત્રોનું સર્જન કરનાર આધુનિક ફ્રેન્ચ ચિત્રકાર. પૅરિસ ખાતેની ઇકોલે દ બ્યુ-આર્ત્સ (Ecole des Beaux-Arts) અને અકાદમી રેન્સોં (Academic Ranson) મહાશાળાઓમાં તેમણે કલાભ્યાસ કર્યો. 1909 સુધીનાં એમનાં ચિત્રોમાં ચિત્રકાર મૉરિસ દેનિસનાં…

વધુ વાંચો >

લાબ્રાડોરનો પ્રવાહ : આર્ક્ટિક મહાસાગરમાંથી ઉદભવતો ઠંડો દરિયાઈ પ્રવાહ. તે કૅનેડાના લાબ્રાડોરના કિનારા પર થઈને ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ સુધી વહે છે. આ પ્રવાહ ન્યૂ ફાઉન્ડલૅન્ડના ટાપુ નજીક દક્ષિણ તરફથી આવતા ગરમ અખાતી પ્રવાહને મળે છે. આ ઠંડા પ્રવાહની અસર યુ.એસ.માં ન્યૂ ઇંગ્લૅન્ડના દક્ષિણ ભાગ સુધી વરતાય છે. લાબ્રાડોરનાં બારાં વર્ષના છ માસ સુધી આ ઠંડા…

વધુ વાંચો >

લાબ્રાડૉર સમુદ્ર : ઉત્તર આટલાંટિક મહાસાગરનો વાયવ્ય ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 57° 00´ ઉ. અ. અને 53° 00´ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની નૈર્ઋત્ય તરફ લાબ્રાડૉર, કૅનેડા અને ઈશાન તરફ ગ્રીનલૅન્ડ આવેલાં છે. ઉત્તર તરફ તે ડેવિસની સામુદ્રધુની મારફતે બેફિનના ઉપસાગર સાથે તથા પશ્ચિમ તરફ હડસનની સામુદ્રધુની મારફતે હડસનના અખાત સાથે જોડાયેલો છે.…

વધુ વાંચો >