લાયસોઝોમ : અંત:કોષીય (intracellular) કે બહિર્કોષીય (extracellular) પાચન સાથે સંકળાયેલી સુકોષકેન્દ્રી (eukaryotic) કોષમાં આવેલી એક અંગિકા. ડી. ડુવેએ (1949) કોષ-પ્રભાજન (cell fractionation) પદ્ધતિ દ્વારા આ અંગિકાનું સર્વપ્રથમ વાર સંશોધન કર્યું. તેનો અપકેન્દ્રી (centrifugal) ગુણધર્મ કણાભસૂત્ર (mitochondrion) અને સૂક્ષ્મકાય (microsome) બંનેની વચ્ચેનો હોય છે અને વિઘટન કરવાની શક્તિ ધરાવતા ઍસિડ ફૉસ્ફેટેઝ અને અન્ય જલાપઘટનીય (hydrolytic) ઉત્સેચકો…

વધુ વાંચો >

લાયૉફિલાઇઝેશન (Lyophilization) : વટાણા, માછલી જેવા વિવિધ પ્રકારના ખોરાકી પદાર્થોને થીજવીને સૂકવવા સાથે સંકળાયેલી શીત-શુષ્કન(freeze drying)-પ્રક્રિયા. આ પ્રક્રિયામાં 20° સે. જેવા અતિશીત તાપમાને જે તે ખોરાકી પદાર્થને અતિશય ઝડપથી સૂકવવામાં આવે છે. તેની અસર હેઠળ ખોરાકી પદાર્થોમાંનું પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય છે; પરંતુ તેથી એ પદાર્થોના બંધારણ કે કદમાં જરા પણ ફેરફાર થતો નથી. આવી…

વધુ વાંચો >

લારવુડ હેરલ્ડ (જ. 14 નવેમ્બર 1904; અ. 1995, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો જગવિખ્યાત ઝડપી બૉલર. તેણે પોતાની ટેસ્ટ મૅચ 26 જૂન, 1926ના રોજ ક્રિકેટમાં મક્કા સમાન ગણાતા ‘લૉર્ડ્ઝ’ના મેદાન પર રમી હતી. તેણે પ્રથમ ટેસ્ટ મૅચમાં જ ત્રણ વિકેટો ઝડપી હતી. તે ‘બૉડીલાઇન’ બૉલિંગ માટે વિશ્વવિખ્યાત બન્યો હતો. 1932–33માં બૉડીલાઇન બૉલિંગ દરમિયાન 78 રન આપીને તેણે…

વધુ વાંચો >

લારી, નૂરુલ ઐન (જ. 4 જુલાઈ 1932, લાર, જિ. દેવરિયા, ઉત્તરપ્રદેશ) :  ઉર્દૂ પંડિત અને વિવેચક. તેમણે તેમનું તખલ્લુસ ‘અહમર લારી’ રાખેલું. ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ગોરખપુર યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પ્રેરિત સંશોધન પ્રૉજેક્ટના પ્રમુખ સંશોધક રહેલા. 1968 –93 સુધી તેઓ એ જ યુનિવર્સિટીના ઉર્દૂ વિભાગના રીડર અને પ્રાધ્યાપક રહ્યા.…

વધુ વાંચો >

લા રૉશફૂકો ફ્રાંસ્વા છઠ્ઠો, દિક દ (જ. 15 સપ્ટેમ્બર 1613; અ. 16 માર્ચ 1680, પૅરિસ) : ફ્રેન્ચ લેખક. ‘મૅક્સિમ’ પ્રકારના ચતુરોક્તિ-સાહિત્યના મુખ્ય લેખકો પૈકીના એક. તેમના પિતા ફ્રાંસ્વા કાતે દ લા રૉશફૂકો અને માતા ગેબ્રિયલ દિક પ્લેસિલિયા કોર્ત હતાં. માત્ર 15 વર્ષની વયે તેમનું લગ્ન આન્દ્રે દ વિવૉન સાથે થયેલું. તેમનાં સંતાનોમાં ચાર પુત્રો અને…

વધુ વાંચો >

લાર્ક સ્પર : દ્વિદળી વર્ગમાં આવેલા રેન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delphinium majus છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુજરાતમાં શિયાળામાં થાય છે. તેના છોડ 50 સેમી.થી 60 સેમી. ઊંચા હોય છે. કેટલાક છોડ તેથી પણ નીચા રહે છે. તેનાં એકાંતરિક પર્ણોમાં પક્ષવત્ નિદર (pinnatisect) પ્રકારનું છેદન થયેલું હોય છે. પુષ્પવિન્યાસ કલગી…

વધુ વાંચો >

લાર્કિન, ફિલિપ (આર્થર) (જ. 9 ઑગસ્ટ 1922, કૉવેન્ટ્રી, વૉર્વિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1985, શ્રૉપશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર અને નિબંધકાર. થોકબંધ પારિતોષિકો અને બહુમાન મેળવેલ, બ્રિટિશ સામ્રાજ્યના સી. બી. ઈ. (કમાન્ડર ઑવ્ બ્રિટિશ એમ્પાયર, 1975). શિક્ષણ કિંગ હેન્રી એઇટ્થ ગ્રામર સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. 1943માં બી.એ. અને 1947માં એમ.એ.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી. શ્રૉપશાયરની વૅલિંગ્ટન…

વધુ વાંચો >

લાર્જ હેડ્રૉન કોલાઇડર : શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપની સન્નિકટ ઝડપે પ્રોટૉન કણોને પ્રવેગિત કરનાર અને તેમની કિરણાવલિઓનો સંમુખ સંઘાત કરાવનાર ભૂગર્ભ બુગદામાં બંધાયેલ મહાકાય કણપ્રવેગક. તેનો અર્થ વિરાટ હેડ્રૉન સંઘાતક થાય. લાર્જ હેડ્રૉન કોલાઇડર એક અત્યંત શક્તિશાળી કણપ્રવેગક (વિશ્વકોશ ખંડ 4) છે. પરમાણુની અંદર એક ‘ભીતરી બ્રહ્માંડ’ રહેલું છે. પરમાણુ પોતે જ અતિસૂક્ષ્મ હોય છે. હાઇડ્રોજન-પરમાણુ…

વધુ વાંચો >

લાર્તિગ, ઝાક હેન્રી (જ. 13 જૂન 1894, પૅરિસ નજીક કોર્બેવોઈ, ફ્રાન્સ; અ. 1986) : પોતાના બાળપણમાં કરેલી ફોટોગ્રાફી માટે વિશ્વવિખ્યાત થયેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર અને ચિત્રકાર. પિતા ધનાઢ્ય બૅંકર હતા. લાર્તિગ સાત વરસના હતા ત્યારે પિતાએ જ તેમને પ્લેટ-કૅમેરા અપાવ્યો હતો. ટીણકુડો લાર્તિગ સ્ટૂલ પર ચઢીને એ અડચણરૂપ ભારેખમ મહાકાય તોતિંગ કૅમેરાથી કડાકૂટ કરીને થાક્યો એટલે…

વધુ વાંચો >

લાર્વિકાઇટ : અગ્નિકૃત ખડક સાયનાઇટનો એક પ્રકાર. વિપુલ પ્રમાણમાં રહેલા ઍનૉર્થૉક્લેઝ-ફેલ્સ્પારના ચતુષ્કોણીય મહાસ્ફટિકો સાથેનો નૅફેલિનધારક સ્થૂળ દાણાદાર સાયનાઇટ ખડક. ટાઇટેનોગાઇટ, બાર્કેવિકાઇટ અને લેપિડોમિલેન ગૌણ ખનિજો તરીકે તથા ઍપેટાઇટ, ઝકૉર્ન, ઑલિવિન અને મૅગ્નેટાઇટ જેવાં અપારદર્શક ઑક્સાઇડ ખનિજો અનુષંગી ઘટકો તરીકે તેમાં રહેલાં હોય છે. લોહ-મૅગ્નેશિયન ખનિજો તેમાં વિખેરણ-સ્વરૂપે જોવા મળે છે. નૉર્વેના લાર્વિકમાંથી આ ખડકો મળેલા…

વધુ વાંચો >