લામ વામન : શેરડીને વિષાણુના ચેપથી થતો રોગ. ગુજરાત રાજ્યમાં ક્યારેક લામ પાકમાં જોવા મળે છે. આ રોગનું આક્રમણ રોપેલા છોડમાં થતાં તેમની વૃદ્ધિ અટકી જાય છે. જોકે રોપેલા છોડ કાપી લીધા બાદ લામ બિલકુલ વૃદ્ધિ પામતો નથી. રોગિષ્ઠ છોડ કરતાં તંદુરસ્ત છોડમાં ફૂટ વધુ જોવા મળે છે. છોડની આંતરગાંઠો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું થઈ જાય છે, જેને લીધે છોડની લંબાઈ ઘટે છે. આ રોગનો ફેલાવો અટકાવવા રોગિષ્ઠ છોડ ઉપાડી બાળી નાશ કરવો તે હિતાવહ છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ