જયકુમાર ર. શુક્લ
હેમુ
હેમુ (અ. 5 નવેમ્બર 1556, દિલ્હી) : સૂરવંશના દિલ્હીના સુલતાન આદિલશાહ(1554–56)નો હિંદુ વજીર અને શૂરવીર સેનાપતિ. તે રેવાડીનો વતની અને ધૂસર જ્ઞાતિનો વણિક હતો. તે ગરીબ કુટુંબમાં જન્મ્યો હતો અને કરિયાણાની દુકાન ચલાવતો હતો. સૂરવંશના સુલતાન ઇસ્લામશાહે (1545–1554) તેને દિલ્હીના બજારોના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (શહના) નીમી દારોગા-ઈ-ડાક-ચૉકી અને લશ્કરના સેનાપતિ તરીકે…
વધુ વાંચો >હૅમ્બર્ગ
હૅમ્બર્ગ : જર્મનીનું બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 53° 33´ ઉ. અ. અને 9° 59´ પૂ. રે.. તે જર્મનીના હૅમ્બર્ગ વહીવટી વિભાગનું પાટનગર પણ છે. તેનો વિસ્તાર 760 ચોકિમી. જેટલો છે. આ રીતે તે શહેર હોવા ઉપરાંત આજુબાજુના ઉત્તર જર્મનીના પ્રદેશને આવરી લેતું રાજ્ય પણ છે. વળી…
વધુ વાંચો >(ફાધર) હેરાસ
(ફાધર) હેરાસ (જ. 11 સપ્ટેમ્બર 1888, બાર્સિલોના, સ્પેન; અ. 14 ડિસેમ્બર 1955, મુંબઈ, ભારત) : પુરાતત્વવિદ, ઇતિહાસકાર અને સ્પૅનિશ જેસ્યુઇટ પાદરી. તેઓ 1904માં જેસ્યુઇટ બન્યા પછી પાદરી થવા માટેનો અભ્યાસ કર્યો. તેમણે ઓરીહ્યુલામાં 3 વર્ષ ઇતિહાસ ભણાવ્યો. 1920માં તેમને કૅથલિક પાદરીનું પદ આપવામાં આવ્યું. 1922માં તેઓ ભારતમાં આવ્યા અને મુંબઈમાં…
વધુ વાંચો >હેલ સેલાસી
હેલ, સેલાસી (જ. 23 જુલાઈ 1892, હેરર, ઇથિયોપિયા; અ. 27 ઑગસ્ટ 1975, એડિસ અબાબા) : 1930થી 1974 સુધી ઇથિયોપિયાનો સમ્રાટ. તે અગાઉ તફારી મેકોનન નામથી ઓળખાતો હતો. સમ્રાટ બન્યા પછી તેણે હેલ સેલાસી 1 ખિતાબ ધારણ કર્યો. રાજા સોલોમન અને શેબાની રાણી(Queen of Sheba)ના વંશનો હોવાનો તે દાવો કરતો. તેણે…
વધુ વાંચો >હેલિયૉક્લિસ
હેલિયૉક્લિસ (ઈ. પૂ. બીજી સદીનો પૂર્વાર્ધ) : સિક્કાઓના પુરાવા મુજબ ઇન્ડો-બૅક્ટ્રિયન રાજા યુક્રેટાઇડીસનો પુત્ર અને વારસદાર. તક્ષશિલાની આસપાસના પ્રદેશ પર તેનું રાજ્ય હતું. તે બૅક્ટ્રિયાનો છેલ્લો ગ્રીક રાજા હતો એમ માનવામાં આવે છે કે તેને શક લોકો-(સિધિયનો)એ બૅક્ટ્રિયામાંથી હાંકી કાઢ્યો હતો. તેના શાસનનો આશરે ઈ. પૂ. 135 પછી અંત આવ્યો.…
વધુ વાંચો >હેલેનિક સંસ્કૃતિ
હેલેનિક સંસ્કૃતિ : પ્રાચીન ગ્રીસ અથવા હેલેનીઝ દ્વારા વિકસાવેલી સંસ્કૃતિ. તેની સૌપ્રથમ રજૂઆત હોમરનાં ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ મહાકાવ્યોમાં થઈ છે અને તે હોમર યુગ કહેવાય છે. તેનો પ્રશિષ્ટ સમયગાળો ઈ. પૂ. 5મી તથા 4થી સદીઓનો છે. તે સમયે રાજકીય અને સામાજિક જીવનમાં સજીવતા, ઉત્સાહ હતાં. તેનાથી ઍથેન્સની લોકશાહી પ્રથા વિકસી.…
વધુ વાંચો >હેલેનિસ્ટિક યુગ
હેલેનિસ્ટિક યુગ : પ્રાચીન સાંસ્કૃતિક જગતમાં પ્રભુત્વ ધરાવતી ગ્રીક સંસ્કૃતિનો સમયગાળો. તે યુગની શરૂઆત ઍલેક્ઝાન્ડર ધ ગ્રેટના ઈ. પૂ. 323માં થયેલ મૃત્યુથી થઈ તથા ગ્રીસમાં 200 વર્ષ અને મધ્યપૂર્વમાં આશરે 300 વર્ષ પર્યન્ત ટકી હતી. અગાઉના ગ્રીક ક્લાસિકલ અથવા હેલેનિક સમયગાળાથી તેને જુદો પાડવા ‘હેલેનિસ્ટિક યુગ’ શબ્દ વપરાય ન તથા…
વધુ વાંચો >હેસ્ટિંગ્સ લૉર્ડ
હેસ્ટિંગ્સ, લૉર્ડ (જ. 9 ડિસેમ્બર 1754, કાઉન્ટી ડાઉન, આયરલૅન્ડ; અ. 28 નવેમ્બર 1826, ઑવ્ નેપલ્સ) : 1813થી 1823 સુધી ભારતનો ગવર્નર જનરલ અને ભારતમાં બ્રિટિશ લશ્કરનો કમાન્ડર-ઇન-ચીફ. ઈ. સ. 1771માં તે લશ્કરમાં જોડાયો. તેણે અમેરિકન સ્વાતંત્ર્ય-યુદ્ધ(1775–81)માં અંગ્રેજોની તરફેણમાં ભાગ લીધો હતો. તેથી તેને ઉમરાવપદ મળ્યું હતું. 1793માં તેને અર્લ ઑવ્…
વધુ વાંચો >હૈદરઅલી
હૈદરઅલી (જ. 1722, બુડીકોટ, દક્ષિણ ભારત; અ. 7 ડિસેમ્બર 1782, ચિત્તુર, દક્ષિણ ભારત) : લશ્કરના ઘોડેસવારમાંથી બનેલો કાર્યદક્ષ સેનાપતિ અને મૈસૂરનો શાસક. રાજ્યના સર્વાધિકારી નંજરાજે, ગોળીબારમાં તેની હોશિયારી જોઈને 1749માં તેને 50 ઘોડેસવારોનો નાયક નીમ્યો. ત્રિચિનોપલી પરની ચડાઈમાં તેની બહાદુરી અને નીડરતાની કદર કરીને તેને 1500 ઘોડેસવાર, 3000ના પાયદળ તથા…
વધુ વાંચો >હૈદર કુલીખાન
હૈદર કુલીખાન (18મી સદીનો પૂર્વાર્ધ) : ઈ. સ. 1721–22 દરમિયાન મુઘલ શહેનશાહનો ગુજરાતનો સૂબેદાર. ઈ. સ. 1715માં ગુજરાતના સૂબેદાર નીમવામાં આવેલ અજિતસિંહે તેને ગુજરાતનો દીવાન નીમ્યો હતો. તે એક બાહોશ સેનાપતિ હતો. પછીથી તેને ખંભાત અને સૂરતના મુત્સદ્દી (નવાબ) તરીકે નીમવામાં આવ્યો હતો. તેને વડોદરા, ભરૂચ, નાંદોદ અને અરહર-માતરનો ફોજદાર…
વધુ વાંચો >