હેલિયૉક્લિસ (ઈ. પૂ. બીજી સદીનો પૂર્વાર્ધ) : સિક્કાઓના પુરાવા મુજબ ઇન્ડો-બૅક્ટ્રિયન રાજા યુક્રેટાઇડીસનો પુત્ર અને વારસદાર. તક્ષશિલાની આસપાસના પ્રદેશ પર તેનું રાજ્ય હતું. તે બૅક્ટ્રિયાનો છેલ્લો ગ્રીક રાજા હતો એમ માનવામાં આવે છે કે તેને શક લોકો-(સિધિયનો)એ બૅક્ટ્રિયામાંથી હાંકી કાઢ્યો હતો. તેના શાસનનો આશરે ઈ. પૂ. 135 પછી અંત આવ્યો.

જયકુમાર ર. શુક્લ