જયકુમાર ર. શુક્લ

હૈદરાબાદ રાજ્યનું વિલીનીકરણ

હૈદરાબાદ રાજ્યનું વિલીનીકરણ : દક્ષિણ ભારતમાં આવેલું નિઝામનું હૈદરાબાદ રાજ્ય દેશનું સૌથી મોટું દેશી રાજ્ય હતું. મીર કમરુદ્દીને ઈ. સ. 1724માં સ્વતંત્ર રાજ્ય તરીકે તેની સ્થાપના કરી હતી. આ રાજ્યનો વિસ્તાર 1,31,200 ચોકિમી.થી વધારે હતો અને તેની વસ્તી 1,60,00,000 હતી. તેની વાર્ષિક આવક રૂપિયા 26 કરોડની હતી. આ રાજ્યને પોતાનું…

વધુ વાંચો >

હૈબતખાન

હૈબતખાન : ગુજરાતના સ્વતંત્ર સુલતાન અહમદશાહ(1411–1442)ના કાકા. તેણે અમદાવાદ ખાતે, જમાલપુર દરવાજા પાસે આવેલી મસ્જિદ બંધાવી હતી. તે હૈબતખાનની મસ્જિદ નામથી જાણીતી છે. આ મસ્જિદમાં બે હિંદુ મંદિરોના વિવિધ ભાગોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે. એના મિનારાનાં ઠૂંઠાં ધોળકાની કાજીની મસ્જિદના મિનારા કરતાં પણ વધારે સાદાં અને કલાવિહીન છે. જયકુમાર…

વધુ વાંચો >

હૈહયો

હૈહયો : યાદવવંશની એક શાખા. (વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, મહાભારત વગેરે ગ્રંથોમાંથી હૈહયોના ઉલ્લેખો મળે છે.) હૈહયો માળવાની દક્ષિણે આવેલા પ્રદેશમાં આબાદ થયા હતા. તેમના રાજા મહિષ્મંતે માહિષ્મતી નગર સ્થાપ્યું અને તેને પાટનગર બનાવ્યું. માહિષ્મતી નગર અવન્તિજનપદમાં આવેલ હતું. મહિષ્મંતનો વારસ રાજા ભદ્રશ્રેણ્ય આક્રમક હતો. તેણે પૌરવોનું રાજ્ય જીતી લીધું. રાજા ભદ્રશ્રેણ્યે…

વધુ વાંચો >

હૉકિન્સ વિલિયમ (કૅપ્ટન)

હૉકિન્સ, વિલિયમ (કૅપ્ટન) : બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૂરતમાં વેપારની કોઠી શરૂ કરવાની પરવાનગી લેવા મોકલેલ દૂત. ઇંગ્લૅન્ડના રાજા જેમ્સ 1લાનો પત્ર અને 25,000 સોનામહોરો સાથે હૉકિન્સ 1608ના ઑગસ્ટ મહિનામાં સૂરત આવ્યો. સૂરતમાંથી તે મુઘલ દરબારમાં આગ્રા ગયો. જેસુઇટ ફાધર્સનો વિરોધ હોવા છતાં, જહાંગીરે હૉકિન્સનું સ્વાગત કર્યું. હૉકિન્સ તુર્કી અને…

વધુ વાંચો >

હો–ચી–મિન્હ

હો–ચી–મિન્હ (જ. 19 મે 1890, હોઆંગ ટ્રુ, મધ્ય વિયેટનામ; અ. 3 સપ્ટેમ્બર 1969, હાનોઈ) : વિયેટનામના ક્રાંતિકારી સામ્યવાદી નેતા અને ડેમોક્રૅટિક રિપબ્લિક ઑવ્ વિયેટનામ એટલે ઉત્તર વિયેટનામના પ્રમુખ 1945થી 1969 સુધી. તેમનું મૂળ નામ ગુયેન ધેટ થાન હતું. હોના લશ્કરે 1954માં વિયેટનામના ફ્રેન્ચ શાસકોને હરાવ્યા ત્યારે તેઓ લોકપ્રિય થયા. પચાસ…

વધુ વાંચો >

હૉબહાઉસ જ્હૉન સર (બ્રાઉટન ડી ગીફોર્ડ)

હૉબહાઉસ, જ્હૉન સર (બ્રાઉટન ડી ગીફોર્ડ) (જ. 27 જૂન 1786, રેડલૅન્ડ, ગ્લાઉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1869, લંડન) : બ્રિટિશ રાજપુરુષ અને બૉર્ડ ઑવ્ કન્ટ્રોલ ફૉર ઇન્ડિયાનો પ્રમુખ. તેણે બ્રિસ્ટલ, વેસ્ટમિન્સ્ટર અને ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં શિક્ષણ લીધું હતું. તે બાયરનનો મિત્ર હતો અને તેની સાથે યુરોપના દેશોનો પ્રવાસ કર્યો હતો.…

વધુ વાંચો >

હોમરૂલ આંદોલન

હોમરૂલ આંદોલન : ભારત માટે હોમરૂલ (સ્વરાજ) મેળવવા લોકમાન્ય ટિળક તથા શ્રીમતી એની બેસન્ટે શરૂ કરેલ આંદોલન. ટિળક છ વર્ષની કેદની સજા માંડલે(મ્યાનમાર)માં ભોગવીને જૂન 1914માં દેશમાં પાછા ફર્યા. તેમને લાગ્યું કે દેશની વાસ્તવિક પ્રગતિ તથા કલ્યાણ વાસ્તે ‘સ્વરાજ’ આવશ્યક હતું. પોતાના ધ્યેય તરીકે તેમણે ‘હોમરૂલ’ શબ્દ પસંદ કર્યો, કારણ…

વધુ વાંચો >

હોયસલો

હોયસલો (ઈ. સ. 11મીથી 14મી સદીનો પૂર્વાર્ધ) : મૈસૂરમાં ગંગવાડીની વાયવ્યે પર્વતાળ પ્રદેશના હોયસલ વંશના રાજાઓ. હોયસલો યાદવકુળના હતા. હોયસલ વંશના રાજાઓએ શિલાલેખોમાં પોતાને ‘યાદવકુલતિલક’ અથવા ‘ચંદ્રવંશીય ક્ષત્રિય’ જણાવ્યા છે. તેમના રાજ્યનો વિસ્તાર હાલના મૈસૂર પ્રદેશમાં હતો અને તેમનું પાટનગર દ્વારસમુદ્રમાં હતું. તેઓ કોઈ વાર દક્ષિણના ચોલ તથા કોઈ વાર…

વધુ વાંચો >

હોરેસ

હોરેસ (જ. ડિસેમ્બર ઈ. પૂ. 65, વેનુઝિયા, ઇટાલી; અ. 27 નવેમ્બર ઈ. પૂ. 8, રોમ) : લૅટિન ઊર્મિકવિ અને કટાક્ષલેખક. પૂરું નામ ક્વિન્ટસ હોરેશિયસ ફ્લેક્સ. સમ્રાટ ઑગસ્ટસના સમયના ઓડ અને એપિસ્ટલ કાવ્યોના રચયિતા. પ્રેમ, મૈત્રી, તત્ત્વજ્ઞાન અને કાવ્યકલા તેમના પ્રિય વિષયો. કદાચ ઇટાલીના મધ્ય ભાગના સેબેલિયન પહાડી પ્રદેશના મૂળ ભાગમાં…

વધુ વાંચો >

હ્યુમ એલન ઑક્ટેવિયન

હ્યુમ, એલન ઑક્ટેવિયન (જ. 6 જૂન 1829, મોન્ટરોઝ, ફોરફારશાયર, સ્કૉટલૅન્ડ; અ. 31 જુલાઈ 1912, લંડન, ઇંગ્લૅન્ડ) : ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના સ્થાપક – તેના પિતા. એલન હ્યુમના પિતા જૉસેફ હ્યુમ નીડર દેશભક્ત અને સુધારક હતા. કેટલોક સમય તેઓ ઇન્ડિયન સર્વિસમાં હતા. તે પછી તેઓ આમની સભાના ઉદ્દામવાદી સભ્ય બન્યા. એલનને પોતાના…

વધુ વાંચો >