સ્થાપત્યકલા

વાઇગુ સ્મારક, ઈસે (જાપાન)

વાઇગુ સ્મારક, ઈસે (જાપાન) : જાપાનના શિન્તો ધર્મનું પ્રાચીનતમ તીર્થધામ. દક્ષિણ-પૂર્વ જાપાનના નારાના દરિયાકાંઠે ઈસેના સ્થળે વાઇગુ સ્મારક આવેલું છે. સામાન્ય રીતે તે ઈસેના મંદિર તરીકે જાણીતું છે. અહીં અનેક સ્મારકોનો સમૂહ છે. અહીં બે સ્વતંત્ર અલગ અલગ મંદિરો આવેલાં છે – નાઇકુ (અંદરનું મંદિર) અને ગેકુ (બહારનું મંદિર). સામ્રાજ્યની…

વધુ વાંચો >

વાગ્નેર, ઑટો

વાગ્નેર, ઑટો (જ. 1841; અ. 1918) : ઑસ્ટ્રિયાના સ્થપતિ. 1894માં વિયેનામાં અકાદમીના પ્રોફેસર થયા. ત્યાં તેમણે આપેલું ઉદ્ઘાટન-પ્રવચન જાણીતું છે. તેમાં તેમણે સ્થાપત્યના નવા અભિગમ વિશે વાત કરી હતી. તે માટે ભૂતકાળમાંથી (પરંપરાગત સ્થાપત્યશૈલીમાંથી) મુક્તિ અને નવ્ય રેનેસાંસ-શૈલી માટે દલીલો કરી હતી. આ અગાઉ તેમણે નવ્ય રેનેસાંસ-શૈલીમાં ઇમારતોનું નિર્માણ કર્યું…

વધુ વાંચો >

વાડી પાર્શ્ર્વનાથ મંદિર

વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…

વધુ વાંચો >

વાવ

વાવ : પગથિયાંવાળો કૂવો. વાવ માટે સંસ્કૃતમાં ‘વાપિ’ કે ‘વાપિકા’ શબ્દ છે. ગુજરાતમાં ‘વાવડી’ અને રાજસ્થાનમાં તેને ‘બાવલી’ તરીકે ઓળખવામાં આવે છે. વાવને એક છેડે કૂવો હોય છે; તેના પાણીની સપાટી સુધી પહોંચવા માટે બીજે છેડેથી પગથિયાં હોય છે. આ પગથિયાંમાં થોડે થોડે અંતરે પડથાર હોય છે; જેનો હેતુ પગથિયાં…

વધુ વાંચો >

વાહનમંડપ

વાહનમંડપ : હિંદુ મંદિર સ્થાપત્યમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ. મંદિરમાં મોટેભાગે રંગમંડપ કે સભામંડપ જોવા મળે છે. ક્યારેક રંગમંડપની સાથે ગૂઢ મંડપ પણ હોય છે. ઓરિસાના મંદિર-સ્થાપત્યમાં ભોગમંડપ અને નટમંડપ નામના બીજાના બે વધારાના મંડપ હોય છે. મોટેભાગે દક્ષિણ ભારતનાં હિંદુ મંદિરોમાં દેવના વાહન માટેનો સ્વતંત્ર મંડપ પણ જોવા…

વધુ વાંચો >

વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ

વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ (ઈ. પૂ. 46-30માં હયાત) : પ્રાચીન રોમનો સ્થપતિ અને લેખક. તે સિદ્ધાંતનિષ્ઠ હતો. તેના સમયમાં તે બહુ જાણીતો ન હતો. જુલિયસ સીઝરના સમયમાં આફ્રિકાના યુદ્ધમાં (ઈ.પૂ. 46) તેણે સેવા આપી હતી. બાંધકામના ક્ષેત્રે તેણે સીઝર અને ઑગસ્ટસ માટે કામ કર્યું હતું. તેણે ફેનો મુકામે બાસ્સિલિકાનું નિર્માણ કર્યું…

વધુ વાંચો >

વિઠ્ઠલમંદિર, હમ્પી

વિઠ્ઠલમંદિર, હમ્પી : કર્ણાટકમાં હમ્પીમાં આવેલું વિજયનગર-શૈલીનું મંદિર. વિષ્ણુના એક સ્વરૂપ વિઠ્ઠલને આ મંદિર સમર્પિત છે. તેનું બાંધકામ વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયના સમયમાં ઈ. સ. 1513માં શરૂ થયું હતું; અને તેના અનુગામીઓના સમયમાં પણ બાંધકામ ચાલુ  રહ્યું હતું. 1565માં વિજેતા મુસ્લિમોએ તેનો વિધ્વંસ કર્યો અને તેને લૂંટ્યું ત્યાં સુધી તેનું બાંધકામ…

વધુ વાંચો >

વિમાન (શિખર દેવસ્થાનનો ભાગ)

વિમાન (શિખર દેવસ્થાનનો ભાગ) : મંદિરમાં ટાવર જેવું જણાતું બાંધકામ. ટૂંકમાં મંદિરનું શિખર. નાગર, દ્રાવિડ અને વેસર-શૈલીનાં મંદિરોમાં તે જોવા મળે છે. ઉત્તર અને દક્ષિણ ભારતનાં હિંદુ તથા જૈન મંદિરોનું એ વિશિષ્ટ લક્ષણ છે. ગુપ્તકાલીન સ્થાપત્યમાં તે સુશોભનાત્મક તત્વ (motif) હોવાનું જણાય છે. કુમારગુપ્તના ઈ. સ. 437-38ના મંદસોરના લેખમાં મંદસોર…

વધુ વાંચો >

વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ

વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ : કર્ણાટકમાં આવેલું ચાલુક્ય-શૈલીનું મંદિર. આ મંદિર કાંચીપુરમના કૈલાસનાથના મંદિરને મળતું આવે છે. ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાએ પલ્લવો પર વિજય મેળવ્યો તે ભવ્ય પ્રસંગની યાદમાં તેની બે રાણીઓએ આ મંદિર લગભગ ઈ. સ. 740ની આસપાસ બંધાવ્યું હતું. આ મંદિરનું મૂળ નામ લોકેશ્વર હતું. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે.…

વધુ વાંચો >

વિલા (villa)

વિલા (villa) : રોમન સ્થાપત્યમાં જમીનમાલિકનું રહેઠાણ અથવા ગ્રામીણ વિસ્તારમાં ખેતરની જગ્યાએ આવેલી એસ્ટેટ. રેનેસાંસ-સ્થાપત્યમાં તે ગ્રામીણ મકાન ગણાતું. લગભગ ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં કુટુંબ બહારની વ્યક્તિ માટે અલાયદું મકાન ગણવામાં આવતું. આવું મકાન સામાન્ય રીતે નગરની બહાર રાખવામાં આવતું. આધુનિક સ્થાપત્યમાં વિલાને એક નાનું અલાયદું મકાન માનવામાં આવે છે. શહેરીકરણને…

વધુ વાંચો >