લુડ્વીગ મીઝ, વાનદર રોહે

January, 2004

લુડ્વીગ મીઝ, વાનદર રોહે (જ. 27 માર્ચ 1886, આકેન; અ. ?) : જાણીતો સ્થપતિ. મુખ્ય કડિયાનો પુત્ર. તેની મૂળ અટક મીઝ હતી પરંતુ તેણે તેની માતાનું નામ વાનદર રોહે અપનાવ્યું હતું. તે બ્રનો અને પૉલ પાસે 1905–07માં કલાકાર તરીકે તૈયાર થયો. 1908–12 દરમિયાન બર્લિનમાં બેહર્નેસ નીચે અભ્યાસ કર્યો અને તે પછી ધ હેગમાં એક વર્ષ ગાળ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી તે બર્લિન પાછો ફર્યો, ત્યાં તેમણે મ્યુનિસિપલ ફ્લૅટના વિશાળ બ્લૉકનું બાંધકામ કરાવ્યું. કેટલિક ગગનચુંબી ઇમારતો(sky-scrapers)ની ડિઝાઇન તૈયાર કરી. ગ્રોપિયસની ભલામણથી 1930માં તે આહૉસ(auhaus)નો અધ્યક્ષ બન્યો. 1937માં અમેરિકા ગયો ત્યાં સ્થાયી થયો. 1938માં શિકાગોની ઇલિનૉસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીનું અધ્યક્ષપદ સંભાળ્યું. 1939માં ત્યાં તેણે કેટલીક શૈક્ષણિક ઇમારતોનું કામ સંભાળ્યું. 1940 અને 1951માં લૅક-સાઇડની સન્મુખે બે ઊંચા બ્લૉકનું તથા ન્યૂયૉર્કમાં પ્રસિદ્ધ સિગરામ બિલ્ડિંગનું 1956–58માં નિર્માણ થયું.

સ્નેહલ શાહ

અનુ. થોમસ પરમાર