સ્થાપત્યકલા
લાડખાન મંદિર
લાડખાન મંદિર : કર્ણાટક રાજ્યના વીજાપુર જિલ્લામાં આવેલા ઐહોલમાં ચાલુક્ય શૈલીનાં લગભગ 70 જેટલાં મંદિરો પૈકીનું સૌથી પ્રાચીન મંદિર. તેનો વિસ્તાર 15 સમચોરસ મીટર છે. જીર્ણોદ્ધારને લીધે તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. પૂર્વાભિમુખ આ મંદિરને ફરતો પ્રાકાર (કોટ) છે. મંદિર ગર્ભગૃહ અને સભામંડપનું બનેલું છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે.…
વધુ વાંચો >લાબ્રુસ્તે હેન્રી
લાબ્રુસ્તે હેન્રી (જ. 1801; અ. 1875) : ફ્રેન્ચ સ્થપતિ. ફ્રેન્ચ દરબારના અધિકારીનો ચોથો પુત્ર. સત્તર વર્ષની ઉંમરે તે ચિત્રકલા અને સ્થાપત્યની શાળામાં જોડાયો અને લેબસ વાઉડોયરના કલાભવન(artelier)માં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. 1819માં ઇકોલે રૉયલે દિ આર્કિટેક્ચરમાં દાખલ થયો. શરૂઆતથી તે સ્વભાવે ઘમંડી અને અતડો હતો, પરંતુ રૂઢિચુસ્ત ન હતો. તે…
વધુ વાંચો >લાસ્કુ, ગ્રોત્તે (Lascaux, Grotte)
લાસ્કુ, ગ્રોત્તે (Lascaux, Grotte) : અત્યાર સુધીમાં મળી આવેલી વિશ્વની સૌથી વધુ પ્રભાવક પ્રાગૈતિહાસિક કલા ધરાવતી ગુફાઓમાંની એક. ફ્રાન્સના દોર્દોન્યે (Dordogne) પ્રદેશમાં મોન્તિન્યા (Montingaue) નજીક વીઝેરી (Vezere) ખીણમાં તે આવેલી છે. 1940ના સપ્ટેમ્બરમાં ચાર જવાન પુરુષોએ આ ગુફા શોધી કાઢેલી. એક મુખ્ય પોલાણ ઉપરાંત અસંખ્ય ઊંડી અને ઊભી ગૅલરીઓ ધરાવતી…
વધુ વાંચો >લિંબોજી માતાનું મંદિર
લિંબોજી માતાનું મંદિર : ગુજરાતનું સોલંકીકાલીન મંદિર. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં તે આવેલું છે. તે પુનર્નિર્માણ કાલનું મંદિર છે. કોઈ પ્રાચીન મંદિરના અવશેષ અહીં લાવી એના પર આ નવા મંદિરની માંડણી કરી હોવાનું અનુમાન છે. ઉત્તરાભિમુખ આ મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપની વેદિકાની પીઠ ગ્રાસપટ્ટિકા,…
વધુ વાંચો >લુડ્વીગ મીઝ, વાનદર રોહે
લુડ્વીગ મીઝ, વાનદર રોહે (જ. 27 માર્ચ 1886, આકેન; અ. ?) : જાણીતો સ્થપતિ. મુખ્ય કડિયાનો પુત્ર. તેની મૂળ અટક મીઝ હતી પરંતુ તેણે તેની માતાનું નામ વાનદર રોહે અપનાવ્યું હતું. તે બ્રનો અને પૉલ પાસે 1905–07માં કલાકાર તરીકે તૈયાર થયો. 1908–12 દરમિયાન બર્લિનમાં બેહર્નેસ નીચે અભ્યાસ કર્યો અને તે…
વધુ વાંચો >લુવ્રનો મહેલ
લુવ્રનો મહેલ : ફ્રાન્સનું ઐતિહાસિક સ્થાપત્ય. લુવ્રનો રાજમહેલ પૅરિસમાં આવેલો છે. નેપોલિયન ત્રીજાએ તેનો ત્યાગ કર્યો ત્યાં સુધી તે રાજમહેલ તરીકે વપરાશમાં હતો. વર્તમાનમાં તે વિશ્વની સૌથી સુંદર ગૅલરી લુવ્ર મ્યુઝિયમ તરીકે પ્રસિદ્ધ છે. રેનેસાંસ કાલનું ફ્રાન્સનું આ અગ્રગણ્ય સ્થાપત્ય છે. વિશેષ કરીને સ્ક્વેર કૉર્ટનો તેનો મુખભાગ (facade) અને તેની…
વધુ વાંચો >લૂણવસહિ
લૂણવસહિ (12મી સદી) : આબુ પર વિમલવસહિની પાસે તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેયાર્થે સંપૂર્ણપણે આરસથી બંધાવેલું જિનાલય. રચના-કૌશલ્ય અને બારીક શિલ્પસજાવટને લઈને આ મંદિર ભારતીય સ્થાપત્યનું ઘરેણું ગણાય છે. ગર્ભગૃહ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, બલાનક, જગતી, દેવકુલિકાઓ અને હસ્તિશાળા ધરાવતું આ મંદિર રચના પરત્વે વિમલવસહિને મળતું છે, પરંતુ…
વધુ વાંચો >લોકશૈલીનાં માટીનાં ઘરો
લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર. નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા…
વધુ વાંચો >લોદી-સ્થાપત્ય
લોદી-સ્થાપત્ય : મધ્યકાલમાં લોદી વંશના સુલતાનોએ બંધાવેલું સ્થાપત્ય. દિલ્હીના સુલતાનોમાં લોદી વંશના સુલતાનોની સત્તા ઈ. સ. 1451થી 1526 સુધી રહી. તેમના શાસન દરમિયાન દિલ્હીમાં કેટલીક મસ્જિદો અને મકબરાનું નિર્માણ થયું. લોદી સુલતાનોમાં સિકંદર લોદીએ સ્થાપત્યના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. લોદી-સ્થાપત્યમાં ખલજી અને તુઘલુક સ્થાપત્યશૈલીનું મિશ્રણ થયેલું છે. આ સ્થાપત્ય…
વધુ વાંચો >વડનગરનાં તોરણદ્વારો : તોરણનું સ્થાપત્ય
વડનગરનાં તોરણદ્વારો : તોરણનું સ્થાપત્ય : ભારતના ધાર્મિક સ્થાપત્યમાં જોવા મળતું કલાત્મક પ્રવેશદ્વાર. ભારતના ધાર્મિક વાસ્તુમાં તોરણનાં અનેક સ્વરૂપો દેશ અને કાળ પ્રમાણે વિકસ્યાં છે. ભારતીય તોરણનો પ્રભાવ તો શ્રીલંકા, જાવા, કમ્બોજ તથા છેક ચીન અને જાપાન સુધી વિસ્તરેલો છે. બીજી બાજુ એનાં મૂળ આર્યોના વસવાટોમાં હોવાનું મનાય છે. અમર…
વધુ વાંચો >