તેલુગુ સાહિત્ય

વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ

વેંકટ પાર્વતીશ્વર, ક્વુલુ : બલન્ત્રપુ વેંકટરાવ (1880-1971) અને વૉલેટી પાર્વતિસમ (1882-1955) નામના તેલુગુમાં ગદ્ય અને પદ્યના ઘણા ગ્રંથોના સંયુક્તપણે રચયિતા જોડિયા કવિઓ. તેમણે બંનેએ બંગાળી, હિંદી અને મરાઠી નવલકથાઓના તેમના અનુવાદ દ્વારા તેલુગુ નવલકથાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે નવલકથાઓ તેમણે આંધ્ર પ્રચારિણી ગ્રંથમાળાના અન્વયે પ્રસિદ્ધ કરી હતી. આ…

વધુ વાંચો >

વેંકટપ્પૈયા, વેલગા

વેંકટપ્પૈયા, વેલગા (જ. 12 જૂન 1932, તેનાલી, જિ. ગુન્તુર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી આંધ્ર પ્રદેશ સરકારના જાહેર ગ્રંથાલયોના વિભાગમાં ગ્રંથપાલ તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા તે પહેલાં 1966-68 સુધી તેમણે વિજયવાડામાં સ્કૂલ ઑવ્ લાઇબ્રેરી સાયન્સના આચાર્ય તરીકે કામગીરી કરી. 1965થી તેઓ તેલુગુ…

વધુ વાંચો >

વેંકટરત્નમ્, આદિગોપુલા

વેંકટરત્નમ્, આદિગોપુલા (જ. 1 જુલાઈ 1947, કોતાવંગલુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે નાગાર્જુન યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીની પદવી મેળવી અને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી. તેમણે તેલુગુમાં 11 કૃતિઓ આપી છે : ‘સૂર્યોદયમ્’ (1984); ‘એન્નાલ્લી ચરિત્ર’ (1985); ‘જીવન પોરટમ’ (1986); ‘વાણીસત્વમ્ અમ્માબદુનુ’ (1987); ‘મરણાનિકી રેન્ડુ મુખાલુ’ (1988), ‘વિપ્લવાનિકી…

વધુ વાંચો >

વેંકટ રમણય્યા, બુલુસુ

વેંકટ રમણય્યા, બુલુસુ (જ. 1907, વિજયનગરમ્ પાસે, આંધ્ર પ્રદેશ; અ. ?) : વિખ્યાત તેલુગુ પંડિત, શિક્ષક અને લેખક. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી સંસ્કૃતની મહારાજા કૉલેજમાં જોડાયા અને કાવ્યશાસ્ત્ર, છંદ:શાસ્ત્ર અને વ્યાકરણનો અભ્યાસ કર્યો. તેમણે 1934થી 1956 સુધી ચેન્નાઈ ખાતે કેલ્લેટ હાઈસ્કૂલમાં અને 1956થી 1968 સુધી હિંદુ થિયૉસૉફિકલ હાઈસ્કૂલમાં શિક્ષક…

વધુ વાંચો >

વેંકટ રાવ, નિદાદવોલુ

વેંકટ રાવ, નિદાદવોલુ (જ. 1903, વિજયનગરમ્; અ. 1983) : તેલુગુ સાહિત્યના સંશોધક. તેમણે કૉલેજ-કક્ષા સુધી વિશાખાપટ્ટનમ્ ખાતે અભ્યાસ કર્યા પછી થોડો વખત ઇમ્પિરિયલ બક ઑવ્ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે કામગીરી કરી. 1941માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે તેલુગુમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. કેટલોક વખત કાક્ધિાાડા ખાતેની પીઠાપુર રાજાની કૉલેજમાં અધ્યાપક તરીકે કામગીરી કરી.…

વધુ વાંચો >

વેંકટસુબ્રહ્મણ્યમ, મિનામ્પતી

વેંકટસુબ્રહ્મણ્યમ, મિનામ્પતી (જ. 1 જુલાઈ 1924, કે. બુડુગંટાપલ્લી, જિ. કુડ્ડપાહ, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે 1956માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી વિદ્વાનની પદવી મેળવી. તેઓ તેલુગુ પંડિત તરીકે નિવૃત્ત થયા. તેમણે 1950-1956 દરમિયાન જિલ્લા બૉર્ડ હાઈસ્કૂલમાં આર્ટ માસ્ટર તરીકે કામગીરી કરી. આંધ્રપ્રદેશ સરકારમાં પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય રહ્યા. તેમણે અત્યાર સુધીમાં 5 ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >

વેંકટેશ્વર રાવ, અતલુરી

વેંકટેશ્વર રાવ, અતલુરી (જ. 28 સપ્ટેમ્બર 1927, વનપમુલા, જિ. ક્રિશ્ન, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે 1950માં મદ્રાસ (ચેન્નઈ) યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની પદવી મેળવી હતી. તેઓ આંધ્રપ્રદેશ વિદ્યુત બૉર્ડના મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ હૈદરાબાદ ઑલ્વિન લિ.ના અધ્યક્ષ અને સલાહકાર પણ રહેલા. તેમણે તેલુગુ તેમજ અંગ્રેજીમાં કુલ 30 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

વૉલ્ગા બલિતા કુમારી, પોપુરી

વૉલ્ગા બલિતા કુમારી, પોપુરી (જ. 27 નવેમ્બર 1950, ગન્તુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ. એ.ની પદવી મેળવી. તેઓ હૈદરાબાદ ખાતે ઉષા કિરણ મુવિઝના સ્ક્રિપ્ટ ડિપાર્ટમેન્ટમાં સિનિયર એક્ઝિક્યુટિવ; 1988થી ફેમિનિસ્ટ સ્ટડી સર્કલનાં સેક્રેટરી; 1992થી અસ્મિતા રિસૉર્સ સેન્ટર ફૉર વિમેનનાં પ્રમુખ તરીકે રહ્યાં. તેમણે અત્યાર સુધીમાં 23 ગ્રંથો…

વધુ વાંચો >

શર્મા, શેષેન્દ્ર

શર્મા, શેષેન્દ્ર (જ. 20 ઑક્ટોબર 1927, નાગરાજુપડુ, જિ. નેલોર, આંધપ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન. આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એલ.ની ડિગ્રી મેળવી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : આંધ્ર પ્રદેશ સરકારમાંથી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત; ઉપપ્રમુખ, ઇન્ડિયન લગ્વેજ ફૉરમ, હૈદરાબાદ; સ્થાપક, કવિસેના 1974; સભ્ય, આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમી;…

વધુ વાંચો >

શારદા અશોકવર્ધન, એન.

શારદા અશોકવર્ધન, એન. (જ. 28 જુલાઈ 19૩8, વિજયનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવયિત્રી-લેખિકા. તેમણે બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ હોમ-સાયન્સમાં ડિપ્લોમા કર્યો. તેઓ સરકારી નોકરીમાં જોડાયાં. આંધ્ર પ્રદેશ સરકારના માહિતી અને જાહેર સંપર્ક ખાતાનાં સંયુક્ત નિયામકપદેથી તેઓ સેવાનિવૃત્ત થયાં. તેઓ સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બૉર્ડનાં સભ્ય; જવાહર બાલભવનનાં નિયામક; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી, હૈદરાબાદનાં…

વધુ વાંચો >