તેલુગુ સાહિત્ય

વસુંધરાદેવી, રતકોન્ડા

વસુંધરાદેવી, રતકોન્ડા (જ. 17 ડિસેમ્બર 1931, પરચુર, જિ. પ્રકાશમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એસસી. (ઑનર્સ) અને એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી હતી. અત્યાર સુધીમાં તેમણે 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ગાલીરથમ્’ (1977); ‘નીડાલુ’ (1982) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે અને ‘રેડ્ડામ્મા ગુન્ડુ’ (1985) નવલિકા છે. 1978માં તેમને નુટલપાટી ગંગાધરમ્ ઍવૉર્ડ;…

વધુ વાંચો >

વિજયવિલાસમુ

વિજયવિલાસમુ : હૃદયોલ્લાસ વ્યાખ્યા (17મી સદી) : ચેળકુરા વેંકટ કવિના પ્રખ્યાત પ્રબંધકાવ્ય ‘વિજયવિલાસમ્’ પરનું ઉત્તમ વિદ્વત્તાપૂર્ણ વિવેચન. આ વિવેચન તેલુગુના ખ્યાતનામ લેખક, પત્રકાર અને વિવેચક થાપી ધર્મરાવ (જ. 1887) દ્વારા થયું છે. આ કાવ્યકૃતિ તેલુગુ સાહિત્યમાં એક ઉત્તમ કૃતિ ગણાય છે. દ્રૌપદીના ખંડમાં ઘૂસી જવાના પ્રાયશ્ચિત્ત રૂપે વિશ્વની પરિક્રમામાં પાંડવવીર…

વધુ વાંચો >

વિશાલાક્ષી, દ્વિવેદુલા (શ્રીમતી)

વિશાલાક્ષી, દ્વિવેદુલા (શ્રીમતી) (જ. 15 ઑગસ્ટ 1929, વિજયાનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખિકા. તેઓ 8 વર્ષ સુધી ઇંગ્લૅન્ડ, મલેશિયા અને અમેરિકામાં રહ્યાં તે દરમિયાન લેખનકાર્ય કર્યું. તેમણે તેલુગુમાં 17 ગ્રંથો આપ્યા છે. તેમની ઉલ્લેખનીય નવલકથાઓમાં ‘વૈકુંઠપાલી’ (1965); ‘મારિના વિલુવલુ’ (1966); ‘ગ્રહણમ્ વિડિચિન્દી’ (1967); ‘વારિધી’ (1968); ‘કોવ્વોતી’ (1971); ‘રેપતી વેલલુ’ (1974); ‘કલા…

વધુ વાંચો >

વિશ્વનાથ રેડી, કેતુ

વિશ્વનાથ રેડી, કેતુ (જ. 10 જુલાઈ 1939, રંગસાંઈપુરમ્, જિ. કડપ્પા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અધ્યાપનની કારકિર્દી પછી ડૉ. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી તેલુગુ સ્ટડીઝના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. હાલ લેખનની સ્વતંત્ર કારકિર્દી. તેઓ એ. પી. પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના અધ્યક્ષ (1996); તેલુગુ અકાદમીના સંપાદક મંડળના સભ્ય…

વધુ વાંચો >

વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા

વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા (જ. 6 સપ્ટેમ્બર 1945, યાનમ, પુદુચેરી) : તેલુગુ લેખક અને પત્રકાર. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે ‘જનમિત્ર’ નામના અઠવાડિક અને દૈનિકનું સંપાદન કર્યું. તેલુગુ દૈનિક ‘એઇનાડુ’; ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, માસિક ‘પોન કા મા યા’ અંગે કામગીરી કરી. તેઓ સ્મૉલ ન્યૂઝપેપર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ; રિજિયોનલ પ્લાનિંગ કમિટીના નૉમિનેટેડ સભ્ય…

વધુ વાંચો >

વીરરાજુ, શીલ

વીરરાજુ, શીલ (જ. 22 એપ્રિલ 1939, રાજમુંદ્રી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને લેખક. બી.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ અનુવાદક તરીકે રાજ્યની સરકારી સેવામાં જોડાયા. તેમાંથી સેવાનિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને ચિત્રકામ-પ્રવૃત્તિ શરૂ કરી. તેમણે 20 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘સમાધિ’ (1959); ‘માબ્બુ તેરાલુ’ (1959); ‘પગા…

વધુ વાંચો >

વીરેન્દ્રનાથ, યેન્દામુરી

વીરેન્દ્રનાથ, યેન્દામુરી (જ. 1948, કાકિનાડા, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર) : તેલુગુ નવલકથાકાર અને નાટ્યકાર. તેમણે બકના અધિકારી તરીકે કામગીરી કરવાની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 8 નવલકથાઓ, 4 નાટ્યસંગ્રહો અને 4 નાટિકાસંગ્રહો આપ્યાં છે. તેમની નવલકથાઓમાં ‘તુલસી ડાલમ’ (1981); ‘ડબ્બુ ડબ્બુ ડબ્બુ’; ‘ચેંગલ્વા પુડન્ડા’; ‘અભિલાષા’; ‘નિસ્સાબ્દમ્ નીકુ નાકુ મધ્ય’;…

વધુ વાંચો >

વીરેશલિંગમ્, કુંદાકારી

વીરેશલિંગમ્, કુંદાકારી (જ. 1848, રાજમુંદ્રી, આંધ્રપ્રદેશ; અ. 1919) : તેલુગુ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને વિવેચક. બાળપણમાં પિતા ગુમાવ્યા તેથી કાકાએ તેમનો ઉછેર કર્યો. 1870માં તેમણે યુનિવર્સિટી એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી અને વતનની સરકારી જિલ્લા હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. પછી કોરંગી અને ધવલેશ્વરમ્ ખાતે હેડમાસ્તર તરીકે ફરજ બજાવી. નાની વયે સાહિત્ય માટેની…

વધુ વાંચો >

વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય)

વેમારાજુ, ભાનુમૂર્તિ (ભાસ્કરાચાર્ય) (જ. 25 ડિસેમ્બર 1923, વડ્ડીપેરરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેઓ આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. થયા પછી માસિક ‘સન્ડે સિન્ડિકેટ ઍન્ડ પાર્લમેન્ટરી એરા’ના મુખ્ય સંપાદક રહ્યા. ત્યારબાદ ભારત સરકારના જાહેર સંપર્ક નિયામક તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ 1993 સુધી ઑલ ઇન્ડિયા બ્રાહ્મણ મહાસભા, નવી દિલ્હીના પ્રમુખપદે રહ્યા.…

વધુ વાંચો >

વેંકટ કવિ, ચેમકુરા

વેંકટ કવિ, ચેમકુરા (જ. સત્તરમી સદી) : તાંજોરના રઘુનાથ નાયકના દરબારમાં પ્રસિદ્ધ કવિ. તેમનું નામ હતું ચેમકુરા વેંકટરાજુ. રાજાના લશ્કરી પ્રવાસોમાં તેમણે રાજાની સેવા કર્યાનું જણાય છે. તેમની કાવ્યકૃતિ ‘વિજયવિલાસમ્’ તેલુગુમાં એક મહાકાવ્ય ગણાય છે. તેમાં તેઓ તેમની જાતને લક્ષ્મણામાત્યના પુત્ર તરીકે અને તેમના કાવ્યને સૂર્યદેવ તરફથી મળેલી પ્રેરણારૂપ માને…

વધુ વાંચો >