તેલુગુ સાહિત્ય

અજંતા

અજંતા (જ. 2 મે 1929, કેસાનાકુરુ ગામ, જિ. પશ્ચિમ ગોદાવરી, તેલંગાણા (જૂનું આંધ્રપ્રદેશ); અ. 25 ડિસેમ્બર 1998.) : વિખ્યાત તેલુગુ કવિ, ચિત્રકાર અને પત્રકાર. તેમનું મૂળ નામ પેનુમર્તી વિશ્વનાથ શાસ્ત્રી. ‘અજંતા’ તેમણે ગ્રહણ કરેલું તખલ્લુસ હતું. નાર્સાપુરમ ગામમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તે પછી તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની પદવી…

વધુ વાંચો >

અડિવિ બાપ્પીરાજુ

અડિવિ બાપ્પીરાજુ (જ. 8 ઑક્ટોબર 1895, સરી પલ્લે, ભીમાવરમ, જિ. ગોદાવરી; અ. 22 સપ્ટેમ્બર 1952) : અર્વાચીન તેલુગુ કવિ. ગીતકાર, ગાયક, ચિત્રકાર, વાર્તાકાર તથા નવલકથાકાર પણ ખરા. વિવિધ કલાઓ પ્રત્યે નાનપણથી જ આકર્ષણ. ભારતમાં ભમીને એમણે મંદિરોની શિલ્પકલા અને ગુફાઓની ચિત્રકલાનું અધ્યયન કર્યું હતું. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લઈને…

વધુ વાંચો >

અધ્યાત્મરામાયણમ્ (18મી સદી)

અધ્યાત્મરામાયણમ્ (18મી સદી) : મુનિપલ્લિ સુબ્રમણ્ય કવિએ રચેલ તેલુગુ કાવ્ય. એમાં 104 કીર્તનો છે, જેમાં વધારેમાં વધારે સંખ્યા યુદ્ધકાંડનાં પદોની છે. એમાં સંગીત અને કવિતાનો સુભગ સમન્વય થયેલો છે. રસવૈવિધ્યપૂર્ણ આ કૃતિનાં ગીતો મધુર સ્વરે ગાઈ, એની પર આજીવિકા રળનાર એક વર્ગ છે, જે એની લોકપ્રિયતા દર્શાવે છે. કવિને રાજ્યાશ્રય…

વધુ વાંચો >

અપ્પારવુ પોનંગી શ્રીરામ

અપ્પારવુ પોનંગી શ્રીરામ (જ. 1923) : તેલુગુ લેખક. તેમની ‘નાટ્યશાસ્ત્રમુ’ કૃતિને 1960નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. એમાં એમણે ‘ભરતનાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ટીકાગ્રંથ લખ્યો છે, જેમાં ‘ભરતનાટ્યશાસ્ત્ર’નાં સંગીત, નૃત્ય, રંગસજ્જા, વેશભૂષા, રસનિષ્પત્તિ વગેરે અંગોની વિસ્તારથી ચર્ચા કરેલી છે. કેટલુંક મૌલિક અર્થઘટન પણ કર્યું છે. ભરત પછી થઈ ગયેલા કાવ્યજ્ઞો અને નાટ્યવિદોના…

વધુ વાંચો >

અમીના

અમીના : તેલુગુ નવલકથા. લેખક વેંકટચલમ, ગુડીપટી(ચલમ) (1894-1978). ‘અમીના’ તેલુગુની પ્રથમ મનોવૈજ્ઞાનિક પાત્રપ્રધાન નવલકથા છે. ‘અમીના’ પ્રસિદ્ધ થઈ ત્યારે એ ફ્રૉઇડના મનોવિજ્ઞાનના પ્રભાવથી લખાઈ હોવાથી, એમાં યૌનસંબંધોનું યથાર્થ ચિત્રણ થયેલું, પણ તે સ્થૂલ રૂપે નહિ. અમીના જે આ કથાની નાયિકા છે, તેના મનનાં સંવેદનો એમાં નિરૂપિત થયાં છે; પણ નવલકથાને…

વધુ વાંચો >

અમૃતમ્ કુરિસીના રાત્રી

અમૃતમ્ કુરિસીના રાત્રી : અર્વાચીન તેલુગુ ગદ્યકવિતા. તેલુગુ કવિ બાળગંગાધર ટિળકનાં ગદ્યકાવ્યોનો સંગ્રહ. આ કાવ્યો પ્રયોગાત્મક હોવા છતાં એક એવું કાવ્યમય સ્વરૂપ લેખકે ઘડ્યું છે કે એ ઉત્તમ કાવ્યાનંદ પૂરો પાડે છે. ‘અમૃતમ્ કુરિસીના રાત્રી’ તે સંગ્રહની જ નહિ, પણ એમનાં સમસ્ત કાવ્યોમાં શ્રેષ્ઠ કૃતિ છે (એનો અર્થ થાય છે…

વધુ વાંચો >

અર્થ વર્ણાચાર્યુડુ

અર્થ વર્ણાચાર્યુડુ (તેરમી શતાબ્દીની આસપાસ) : મધ્યકાલીન તેલુગુ કવિ. કેટલાક વિદ્વાનોને મતે તેઓ તેલુગુના મહાકવિ તિક્કમાના સમકાલીન અને જૈનધર્મી હતા. એમણે કરેલા સંસ્કૃત મહાભારતના પદ્યાનુવાદના થોડા જ છંદ મળે છે. (મહાભારતના પર્વને એમણે છંદ નામ આપ્યું છે.) એમના ઉત્તરકાલીન રીતિકવિઓએ લક્ષણગ્રંથોમાં આ અનુવાદમાંથી ઉદાહરણો આપ્યાં છે. એથી એવું લાગે છે…

વધુ વાંચો >

અવધાન કાવ્ય

અવધાન કાવ્ય : અવધાનશક્તિથી રચાતા તેલુગુ કાવ્યનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં કવિની ચમત્કારિક ધારણાની શક્તિની પરીક્ષા થાય છે. એકીસાથે અનેક વસ્તુઓની સ્મૃતિ સજીવ રાખીને કવિતામાં વિવિધ વિષયો શીઘ્ર ગૂંથી આપે તે અવધાન કાવ્ય. ‘અષ્ટાવધાન’ તથા ‘શતાવધાન’ એમ તેના બે પ્રકાર છે. ‘સહસ્રાવધાન’ અત્યંત વિરલ હોય છે. અષ્ટાવધાન કરનારી વ્યક્તિની ચારેય…

વધુ વાંચો >

આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ

આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ (જ. 13 માર્ચ, 1892 આંધ્રપ્રદેશ, અ. 30 જૂન,  1984 સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેલુગુમાં રાષ્ટ્રપ્રેમની કવિતા રચનાર પ્રથમ રાયપ્રોલુ હતા. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન સમયે અભ્યાસ છોડી સ્વાતંત્ર્યયુદ્ધમાં ઝંપલાવેલું. તેમની કવિતામાં પ્રચંડ ઊર્મિવેગ જોવા મળે છે. એમનાં કાવ્યોમાં પ્રાચીન અને અર્વાચીન ચિંતનનો સમન્વય તેમજ છંદ અને…

વધુ વાંચો >

આત્રેય

આત્રેય (જ. 7 મે 1921, મંગલમપડુ, જિ. નેલ્લોર, આંધ્રપ્રદેશ; અ. 13 સપ્ટેમ્બર 1989, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક, નાટકકાર, નટ, સિનેકથાલેખક અને કવિ. ચિતુરમાં માધ્યમિક શિક્ષણ લીધા પછી, તેઓ શિક્ષકના તાલીમ-વર્ગમાં જોડાયા, પણ એવામાં ‘ભારત છોડો’ આંદોલન શરૂ થયું અને અભ્યાસ છોડી તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું. જેલમાં ગયા. જેલમાંથી છૂટીને તેમણે…

વધુ વાંચો >