તેલુગુ સાહિત્ય

રાવ, રજનીકાંત બલંતરપુ

રાવ, રજનીકાંત બલંતરપુ (જ. 1920) : તેલુગુ ભાષાના લેખક. કવિ પિતાના આ પુત્રે એક સફળ કવિ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ નામાંકિત સંગીતશાસ્ત્રી (musicologist) તથા સંગીતનિયોજક હતા. ‘શતપત્ર સુંદરી’ નામનો તેમનો ગીત-સંગ્રહ તથા ‘વિશ્વ-વીણા’ નામનો ઑપેરા-સંગ્રહ તેલુગુ સાહિત્યમાં અનન્ય સ્થાન ધરાવે છે. ‘આંધ્ર વાગ્ગેયકાર ચિત્રમુ’ (‘હિસ્ટરી ઑવ્ આંધ્ર મ્યૂઝિકૉલૉજિસ્ટ્સ’)…

વધુ વાંચો >

રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા

રેડ્ડી, રાચમલ્લુ રામચન્દ્રા (જ. 1922, પૈડિયા પાલેચ, જિ. કડપા, આંધ્રપ્રદેશ; અ. 1988) :  તેલુગુ સર્જકની ‘અનુવાદ સમસ્યલુ’ નામની કૃતિને 1988ના વર્ષ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ ગુંડ્ડી ઇજનેરી કૉલેજના વિદ્યાર્થી હતા ત્યારે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમણે ‘સવ્યસાચી’ નામના સાપ્તાહિકનું તથા…

વધુ વાંચો >

લક્ષ્મણરાવ, કોમારરાજુ વેંકટ

લક્ષ્મણરાવ, કોમારરાજુ વેંકટ (જ. 1876; અ. 1923) : તેલુગુ સાહિત્યકાર અને સંશોધક. મરાઠી માધ્યમમાં પુણે અને નાગપુરની કૉલેજોમાં અભ્યાસ પૂરો કરીને અંગ્રેજી  સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી ઉપરાંત તમિળ, કન્નડ, તેલુગુ, સંસ્કૃત, મરાઠી અને બંગાળીના નિષ્ણાત હતા. ઇતિહાસના અભ્યાસ અને સંશોધનમાં તેમની રુચિ સવિશેષ હતી. તેમણે મરાઠી ભાષા…

વધુ વાંચો >

લક્ષ્મીકાન્તમ્, બાલિજેપલ્લી

લક્ષ્મીકાન્તમ્, બાલિજેપલ્લી (જ. 1881; અ. 1953) : તેલુગુ નાટ્યકાર અને નવલકથાકાર. તેમણે તેમના પિતા અને મામાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત અને તેલુગુમાં શિક્ષણ મેળવ્યું. મૅટ્રિક પાસ કરીને કર્નૂલની સબ-રજિસ્ટ્રારની કચેરીમાં હેડક્લાર્ક બન્યા. પછી ગંતુરની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં અધ્યાપન કર્યું. તેમણે 1922માં ચલાપિલ્લીના રાજા અંકિનિડુ પ્રસાદુ બહાદરના રાજ્યાશ્રય હેઠળ ગંતુર ખાતે ‘ચંદ્રિકા ગ્રંથમાલા’ની…

વધુ વાંચો >

લક્ષ્મીકાન્તમ્મા, ઉતુફુરી

લક્ષ્મીકાન્તમ્મા, ઉતુફુરી (જ. 1917) : તેલુગુનાં સર્વતોમુખી લેખિકા અને પ્રભાવક વક્તા. બાલસાહિત્યના ક્ષેત્રે અગ્રણી એવા તેમના પિતા નાલમ કૃષ્ણરાવ પાસેથી તેમને સાહિત્યનો વારસો મળ્યો હતો. બાળપણથી તેમણે સંગીત અને ચિત્રકામ જેવી લલિત કલાઓમાં ખૂબ રસ લીધો. તેમણે સંસ્કૃતમાં પ્રવીણતા મેળવી અને વિશેષ યોગ્યતા સાથે બંનેમાં ‘ભાષાપ્રવીણ’ની પરીક્ષા પાસ કરી. યુવાન…

વધુ વાંચો >

લક્ષ્મીનરસિંહમુ, ચિલકમાર્તી

લક્ષ્મીનરસિંહમુ, ચિલકમાર્તી (જ. 1867, ખાંડવલ્લી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ; અ. 1946) : તેલુગુ અને સંસ્કૃત નાટ્યકાર તથા નવલકથાકાર. 1886માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. પછી દૃષ્ટિની અત્યંત ખામીને કારણે કૉલેજ-અભ્યાસ છોડવો પડ્યો; પરંતુ તેમની યાદશક્તિ અજબની હતી, જે તેમની મૂલ્યવાન સંપત્તિ પુરવાર થઈ. તેમણે લોકો મારફત બંને  તેલુગુ અને સંસ્કૃતના પ્રશિષ્ટ…

વધુ વાંચો >

લક્ષ્મીપ્રસાદ, ય.

લક્ષ્મીપ્રસાદ, ય. (જ. 24 નવેમ્બર 1953, ગુરીવાડા, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : હિંદી અને તેલુગુ લેખક અને અનુવાદક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ., પીએચ.ડી.ની પદવીઓ મેળવી તેમજ તેલુગુમાં પીએચ.ડી.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી. પછી તેઓ આંધ્ર યુનિવર્સિટીમાં હિંદીના રીડર નિમાયા. તેઓ 1986–87 દરમિયાન આંધ્રપ્રદેશ હિંદી અકાદમીના સભ્ય; 1986થી ભારત સરકારના સંસદીય…

વધુ વાંચો >

લક્ષ્મી રામન, અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ)

લક્ષ્મી રામન, અમિલિનેની (શ્રીમતી) (શ્રી શિલ્પી શ્રુતિ) (જ. 7 ઑગસ્ટ 1932, રોપ્યુર, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. તેમણે બી.એ. અને બી.એલ.ની પદવી પ્રાપ્ત કરી. 1970થી 1985 સુધી ‘સુધાલહરી’ નામક સાહિત્યિક અને સાંસ્કૃતિક ઍસોસિયેશનનાં પ્રમુખ તરીકે કામગીરી કરી, અને 1974–80 સુધી આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીનાં સભ્ય રહ્યાં. તેમણે 20 ગ્રંથો આપ્યા…

વધુ વાંચો >

લિગન્ના, કનિપકમ્

લિગન્ના, કનિપકમ્ (જ. 16 જુલાઈ 1935, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને નવલકથાકાર. તેમણે એસ. વી. યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની પદવી મેળવી. તે ઉપરાંત હિંદી પ્રવીણની ડિગ્રી પણ મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને હિંદી પંડિત તરીકે નિવૃત્ત થયા. તેમણે તેલુગુમાં 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલુપુ’ (1971), ‘શ્વેત્ચા ગાનમ્’ (1982),…

વધુ વાંચો >

વરલક્ષમ્મા, કનુપાર્તી

વરલક્ષમ્મા, કનુપાર્તી (જ. 1896, બપત્લા, જિ. ગંટુર, આંધ્રપ્રદેશ; અ. 1978) : લેખનકાર્યની જૂની અને નવી પદ્ધતિના સેતુ સમાન એક અગ્રેસર તેલુગુ લેખિકા. સ્ત્રીઓ માટેના માસિક ‘ગૃહલક્ષ્મી’માં પ્રસિદ્ધ થયેલ તેમની કૃતિ ‘શરદ લેખલુ’(‘લેટર્સ ઑવ્ શરદ’)થી તેઓ આંધ્રની મહિલાઓમાં જાગૃતિ લાવ્યાં. તે પત્રો દ્વારા તેમણે શારદા બિલ, છૂટાછેડા અધિનિયમ, બહુપતિત્વ કે બહુપત્નીત્વ,…

વધુ વાંચો >