વેંકટસુબ્રહ્મણ્યમ, મિનામ્પતી

February, 2005

વેંકટસુબ્રહ્મણ્યમ, મિનામ્પતી (. 1 જુલાઈ 1924, કે. બુડુગંટાપલ્લી, જિ. કુડ્ડપાહ, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. તેમણે 1956માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી વિદ્વાનની પદવી મેળવી. તેઓ તેલુગુ પંડિત તરીકે નિવૃત્ત થયા. તેમણે 1950-1956 દરમિયાન જિલ્લા બૉર્ડ હાઈસ્કૂલમાં આર્ટ માસ્ટર તરીકે કામગીરી કરી. આંધ્રપ્રદેશ સરકારમાં પાઠ્યપુસ્તક સમિતિના સભ્ય રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 5 ગ્રંથો આપ્યા છે. ‘ત્રિલિંગ ભારતી’, ‘શ્રી કૃષ્ણ તાંડવમ્’, ‘શ્રીકૃષ્ણાર્પણમ્’, ‘જાહ્નવી પ્રસાદમ્’, ‘હૃદયવીણા’ – આ તમામ તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે.

તેમને વિવિધ સેવાઓ અંગેનો ઍવૉર્ડ; 1957માં ચિત્રકલા માટે અડવી બાપી રાજુ મેમૉરિયલ કપ; 1975માં અભ્યુદય નાટ્યમંડળી તરફથી ‘લલિત કલાનિધિ’નો ખિતાબ આપવામાં આવ્યાં હતાં.

બળદેવભાઈ કનીજિયા