ચિત્રકલા

શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં

શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં (જ. 2 નવેમ્બર 1699, પૅરિસ, ફ્રાન્સ; અ. 6 ડિસેમ્બર 1779, પૅરિસ) : વાસ્તવવાદી શૈલીમાં પદાર્થચિત્રો અને સાદાં ઘરગથ્થુ જીવનનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા ફ્રેન્ચ ચિત્રકાર. કલાની તાલીમ તેમણે ક્યાં લીધી તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. 1724માં અકાદમી દે સેઇન્ટ લુકમાં તેઓ ચિત્રકાર તરીકે સામેલ થયા. 1728માં…

વધુ વાંચો >

શાર્ફ, કેની

શાર્ફ, કેની (જ. 1958, અમેરિકા) : આધુનિક અમેરિકન પૉપ-ચિત્રકાર. બાળકો માટેની અવકાશયુગીન કાર્ટૂન-સ્ટ્રિપ અને કાર્ટૂન-સિરિયલોમાંથી પ્રેરણાપાન કરીને એ કાર્ટૂન-આકૃતિઓને મોટા કદમાં ચીતરનાર તરીકે શાર્ફે નામના મેળવી છે. ‘ધ ફ્લિન્ટ્સ્ટોન્સ’ અને ‘ધ જૅટ્સન્સ’ નામની આવી બે કાર્ટૂન સિરિયલોનો તેમની કૃતિઓ પર ઊંડો પ્રભાવ છે. તરુણાવસ્થામાં શાર્ફ ન્યૂયૉર્ક નગરની સ્કૂલ ઑવ્ વિઝ્યુઅલ…

વધુ વાંચો >

શાહ, ગજેન્દ્ર

શાહ, ગજેન્દ્ર (જ. 1937, સાદરા, ગુજરાત) : ગુજરાતના આધુનિક  ચિત્રકાર. મૅટ્રિક્યુલેશન પછી 1956માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1961માં ત્યાંથી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. ત્યારબાદ પહેલાં દિલ્હીમાં અને પછી અમદાવાદમાં 1961થી 1996 સુધી મકાનોની સજાવટ કરવાનો ઇન્ટિરિયર ડિઝાઇનરનો હુન્નર સ્વીકાર્યો અને 35 વરસ આ…

વધુ વાંચો >

શાહ, જગુભાઈ

શાહ, જગુભાઈ (જ. 1916, ટીંબડી, ગિરનાર નજીક, ગુજરાત; અ. 22 મે 2001, અમેરિકા) : ગુજરાતના ચિત્રકાર અને કલાગુરુ. માતા લાધીબાઈ અને પિતા ભીમજીભાઈ આઝાદીના લડવૈયા હતા; પરંતુ જગુભાઈના બાળપણ દરમિયાન જ તેમનાં માબાપનું મૃત્યુ થયું; તેથી માંગરોળ(સૌરાષ્ટ્ર)માં રહેલાં તેમનાં માશીએ તેમને પોતાને ત્યાં જ બોલાવી લઈને તેમને અંગ્રેજી ધોરણ પાંચ…

વધુ વાંચો >

શાહ, દિનેશ

શાહ, દિનેશ (જ. 1932, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને શિલ્પી. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ રાજસ્થાનની બનસ્થલી વિદ્યાપીઠમાં વધુ અભ્યાસ કરી ભીંતચિત્ર અને શિલ્પનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. પછી મુંબઈ પાછા ફરી ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી અને પ્રસિદ્ધ ન્યૂ એરા હાઈસ્કૂલમાં…

વધુ વાંચો >

શાહ, પ્રભા

શાહ, પ્રભા (જ. 12 જાન્યુઆરી 1947, જોધપુર, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. 1966થી 1969 સુધી જયપુરના કનોરિયા મહિલા વિદ્યાલય ખાતે કલાનો અવૈધિક (informal) અભ્યાસ કર્યો. ત્યારબાદ રાજસ્થાનના ખ્યાતનામ આધુનિક ચિત્રકાર ચોયલ પાસે કલાનો વધુ ત્રણ વરસ સુધી અભ્યાસ કર્યો. 1976થી 1980 સુધી તેમને  ભારત સરકારના શિક્ષણ ખાતા તરફથી ચિત્રો ચીતરવા…

વધુ વાંચો >

શાહ, ફૂલચંદ ઝવેરભાઈ

શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના  સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…

વધુ વાંચો >

શાહ, ભક્તિ રામલાલ

શાહ, ભક્તિ રામલાલ (જ. 8 સપ્ટેમ્બર 1924, મુંબઈ) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ભીંતચિત્રનો અભ્યાસ કરી ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ કસ્તૂરબા સ્મારક માટે 1945માં મહિલા-કારીગરો અને લોકકલાકારો પાસેથી લોકકલાના નમૂનાઓ પ્રાપ્ત કર્યા. ભક્તિબહેન જગન્નાથ અહિવાસીને મળતી આવતી બંગાળ-શૈલીમાં ગ્રામજગતનાં દૃશ્યોને આલેખવા માટે જાણીતાં…

વધુ વાંચો >

શાહ, ભાનુભાઈ

શાહ, ભાનુભાઈ (જ. 1935, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને અમદાવાદના પતંગ-મ્યુઝિયમના સ્થાપક ક્યુરેટર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકલાની સ્નાતક તથા મ્યુઝિયોલૉજીની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. ત્યારબાદ 1965થી તેઓ અમદાવાદના પ્રસિદ્ધ ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના ક્યુરેટર બન્યા. આ પદે તેઓ 1992 સુધી ચાલુ રહ્યા. આ સાથે…

વધુ વાંચો >

શાહ, વિનોદ

શાહ, વિનોદ (જ. 23 સપ્ટેમ્બર 1934, રાજકોટ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં નારાયણ શ્રીધર બેન્દ્રે, શંખ ચૌધરી અને કે. જી. સુબ્રમણ્યન્ પાસે અભ્યાસ કરીને 1961માં ચિત્રકલાની સ્નાતક તથા 1963માં ચિત્રકલાની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. આ જ અભ્યાસ દરમિયાન તેઓ યુરોપના…

વધુ વાંચો >